• Gujarati News
  • National
  • First Flight Of Baby Rocket SSLV Failed, Satellites Failed To Reach The Target Orbit

ઇસરોને ફટકો:બેબી રોકેટ SSLVની પહેલી ઉડાન નિષ્ફળ, ઉપગ્રહો નિર્ધારિત કક્ષામાં ન પહોંચી શક્યા

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક

ઇસરોનું બેબી રોકેટ એસએસએલવી તેની પ્રથમ ઉડાનમાં નિષ્ફળ રહ્યું. 9મી મિનિટે તેના લોજિક અને સેન્સરમાં ખરાબી બાદ સંપર્ક તૂટી ગયો. જોકે, રોકેટમાં સવાર બંને સેટેલાઇટ ઇઓએસ-2 અને આઝાદીસેટ (750 યુવતીએ બનાવેલો ઉપગ્રહ) તેનાથી અલગ તો થયા પણ ચોક્કસ કક્ષામાં સ્થાપિત ન થઇ શક્યા.

બંને ઉપગ્રહે પૃથ્વીની 356 કિ.મી.ની સર્ક્યુલર ઓર્બિટમાં પહોંચવાનું હતું પણ બંને ઉપગ્રહ 356 કિ.મી. (મહત્તમ)થી 76 કિ.મી. (લઘુતમ)ની ઇલેપ્ટિકલ ઓર્બિટમાં પહોંચી ગયા. ઇસરોના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું કે ઉપગ્રહોએ હાંસલ કરેલી કક્ષાની આ ઊંચાઇ ઘણી ઓછી છે, જેના કારણે તે અસ્થિર રહેશે અને કંઇ કામમાં નહીં આવે.

આ અગાઉ રવિવારે સવારે 9:18 વાગ્યે નિર્ધારિત સમયે એસએસએલવીએ શ્રીહરિકોટા સ્થિત લૉન્ચ પેડથી નોર્મલ અને પરફેક્ટ ઉડાન ભરી હતી. તેના ત્રણેય તબક્કાના એન્જિને સામાન્ય પ્રદર્શન કર્યું પણ ત્રીજો તબક્કો પૂરો થયા બાદ 9મી મિનિટે સેન્સરમાં ખામી સર્જાતાં સંપર્ક તૂટી ગયો. ઇઓએસ-2 ઉપગ્રહ 742મી અને આઝાદીસેટ 792મી સેકન્ડે 356.3 કિ.મી.ની સર્ક્યુલર ઓર્બિટમાં સ્થાપિત થવાના હતા પણ તેના બદલે ઇલેપ્ટિકલ ઓર્બિટમાં પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...