સરકારોની પહેલથી થનારા ઈન્ટરનેટ શટડાઉનથી ફક્ત ટેલિકોમ કંપનીઓને જ દર કલાકે 2.45 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. દર કલાકે અંદાજે 1.25 કરોડ રૂપિયાનું અન્ય આર્થિક પ્રવૃત્તિઓનું પણ નુકસાન થાય છે. તદુપરાંત, વર્ચ્યુઅલ બિઝનેસથી માંડીને અન્ય વ્યાપાર પ્રવૃત્તિઓ પર પણ અસર થાય છે.
એક અંદાજ મુજબ 2020માં ઇન્ટરનેટ શટડાઉનથી અંદાજે 21 હજાર કરોડ રૂ.નું નુકસાન થયું. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં 518 વખત નેટ શટડાઉન કરાયું, જે વર્લ્ડ રેકોર્ડ છે. ટેલિકોમ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિના જણાવ્યાનુસાર દૂરસંચાર નિયમોમાં ઇન્ટરનેટ શટડાઉનની જોગવાઇ ‘પબ્લિક ઇમરજન્સી’ માટે છે. જોકે, ગૃહ મંત્રાલયને તેનો અર્થ પૂછાયો તો તેનું કહેવું હતું કે આની વ્યાખ્યા નક્કી નથી. તેથી સમિતિએ ભલામણ કરી છે કે ઇમરજન્સીની સ્થિતિની પરિભાષા અને શટડાઉનના માપદંડ નક્કી કરવામાં આવે.
ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરવાના બદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ કરવામાં આવે. દૂરસંચાર વિભાગે સમિતિને જણાવ્યું છે કે તે સિલેક્ટિવ શટડાઉનની ભલામણ પર ધ્યાન આપી રહ્યો છે. તપાસમાં સમિતિને એવું પણ જાણવા મળ્યું કે ઇન્ટરનેટ શટડાઉનની સમીક્ષા માટે રાજ્યકક્ષાએ સમિતિઓ બની શકે છે પણ ઘણાં રાજ્યોમાં નથી બની.
સંખ્યા, કારણ, આધાર પણ નોંધાય: સમિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.