• Gujarati News
  • National
  • First Death From Delta Plus Variant In Mumbai, 63 year old Who Lost Two Doses Of Vaccine Dies

કોરોનાના નવા વેરિઅન્ટનો ખતરો:મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ, વેક્સિનના બે ડોઝ લેનાર મહિલાએ જીવ ગુમાવ્યો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે મૃત્યુ થયા છે
  • પ્રથમ મૃત્યુ 13 જૂને રત્નાગિરીમાં 80 વર્ષીય મહિલાનું થયું હતું

મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે પ્રથમ મૃત્યુ થયું છે. શહેરના ઘાટકોપર વિસ્તારની 63 વર્ષીય મહિલાએ 21 જુલાઈએ કોરોના સંક્રમિત થયા પછી 27 જુલાઈએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. ગુરુવારે તેમનો નવો રિપોર્ટ આવ્યો, જેમાં સ્પષ્ટ થયું છે કે તેમનું મૃત્યુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી થયું છે. ખાસ વાત એ છેકે મહિલાએ વેક્સિનના બે ડોઝ લીધા હતા.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે મૃત્યુ થયા છે. પ્રથમ મૃત્યુ 13 જૂને રત્નાગિરીમાં 80 વર્ષીય મહિલાનું થયું હતું. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિલિપાલિટી કોર્પોરેશનને માહિતી આપી હતી કે મુંબઈમાં 7 લોકો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. તે પછી કોર્પોરેશને આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો સાથે વાતચીત કરવાની શરૂ કરી છે. આ મહિલા પણ તે 7 લોકોમાં સામેલ હતી.

સંપર્કમાં આવનારા 2 અન્ય દર્દી પણ ડેલ્ટા પ્લસથી સંક્રમિત
મુંબઈ સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ ડો. મંગલા ગોમારે જણાવ્યું કે મહિલાના સંપર્કમાં આવેલા 6 અન્ય લોકોની પણ તપાસ કરાવવામાં આવી. તેમાંથી બીજા 2 લોકોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હોવાનું બહાર આવ્યું છે. હજી કેટલાક લોકોનો રિપોર્ટ આવ્યો નથી.

શરૂઆતમાં ઘરે ચાલી સારવાર
ડોક્ટર ગોમારે જણાવ્યું કે મહિલા ઈન્ટરસિટિશિયલ લંગ અને ઓબ્સટ્રક્ટિવ એરવેથી પીડિત હતી. શરૂઆતમાં તેમને ઘરે જ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા, પછીથી 24 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં ત્રણ દિવસની સારવાર પછી તેમનુ મૃત્યુ થયું.

રાજ્યમાં 65 દર્દી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત
બુધવારે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 20 નવા કેસ મળ્યા છે. હાલ અહીં આ વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા 65 થઈ ગઈ છે. જલગાવ જિલ્લામાં સૌથી વધુ 13 દર્દી છે.

શહેરની વાત કરવામાં આવે તો સૌથી વધુ 7 દર્દીઓ મુંબઈમાં છે. તે પછી પુનામાં 3, નાંદેડમાં 2, ગોંદિયામાં 2, રાયગઢમાં 2 અને પાલઘરમાં 2 દર્દીઓ મળ્યા છે. આ રીતે ચંદ્રપુર અને અકોલા જિલ્લામાં એક-એક નવા દર્દીઓ મળ્યા છે. મહારાષ્ટ્રમાં મળેલા 65 દર્દીઓમાંથી 32 પરુષ અને 33 મહિલાઓ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસને રોકવા માટે અત્યાર સુધીમાં જેટલા સેમ્પલનું જીનોમ સીક્વેન્સિંગ થયું છે. તેમાંથી 80 ટકામાં ડેલ્ટા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.

દર મહિના 100 સેમ્પલની તપાસ થાય છે
મહારાષ્ટ્ર સરકારે જીનોમ સીક્વેન્સિંગ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR) સંસ્થા અંતર્ગત કામ કરનારા ઈન્સ્ટીસ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટેડ બાયોલોજી લેબની સાથે કરાર કર્યો છે. આ નેટવર્કથી દર મહિને રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી 100 સેમ્પલની તપાસ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં 5 લેબ અને હોસ્પિટલોને સેંટીનલ સર્વે માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રત્યેક સેંટીનલ સેન્ટરમાંથી 15 દિવસમાં 15 લેબના સેમ્પલને જીનોમ સીક્વેસિંગ માટે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને રાષ્ટ્રીય પેશી વિજ્ઞાન સંસ્થા(પુના)ની પાસે મોકલવામાં આવે છે.

ગુરુવારે કોરોનાના 40,006 દર્દીઓ નોંધાયા
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. ગુરુવારે દેશમાં 40,006 નવા દર્દીઓ મળ્યા છે. 41707 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 583 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા સાત દિવસમાં બીજી વખત 40 હજારથી વધુ કેસ આવ્યા છે. તેની સાથે જ એક્ટિવ કેસમાં 2237નો ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધીમાં 3.79 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો 144 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 23 માર્ચના રોજ 3.36 લાખ એક્ટિવ કેસ હતા.

અન્ય સમાચારો પણ છે...