રાજસ્થાનના અલવરમાં એક પતિએ પોતાની પત્નીને પિયરમાંથી પાછી બોલાવવા માટે તમામ હદ પાર કરી દીધી. પત્નીને મનાવવામાં આવી છતાં તે ન આવી ત્યારે તેને પોતાના શરીર પર અસ્તરો અને બ્લેડથી કાપા માર્યા. એટલું જ નહીં, પોતાના પર ચાકુ ગરમ કરીને વાર પણ કર્યા. જે પછી તે બેભાન થઈ ગયો. બે દિવસ પછી જ્યારે તે ભાનમાં આવ્યો તો યુવકે સમગ્ર હકીકત જણાવી. તેણે કહ્યું, આ બધું કરતાં પહેલાં તેને નશાની ગોળીઓ પણ ખાધી હતી. આ પહેલાં એવું અનુમાન લગાડવામાં આવતું હતું કે યુવક પર કોઈએ હુમલો કર્યો છે. મોહમ્મદ કૈફ (22)ના ત્રણ વર્ષ પહેલાં સરઝીના (20) સાથે લગ્ન થયા હતા. તેનું પિયર ત્રણ કિલોમીટર દૂર નાહરપુરમાં છે. 15 દિવસ પહેલાં બંને વચ્ચે કમાણી અને ખર્ચાને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે સરઝીના પિયર ચાલી ગઈ. ત્યારે પોતાની પત્નીને પાછી લાવવા તે તેને મનાવતો રહ્યો, પરંતુ તે ન માની. સરઝીનાના પરિવારના લોકોએ પણ તેને જ્યારે પાછી ન મોકલી તો 14 મેની રાત્રે મોહમ્મદ કૈફએ એકસાથે નશાની 7 ગોળી ખાઈ લીધી. એ બાદ એક પછી એક કરીને લગભગ 100 જેટલાં કટ પોતાના શરીર પર માર્યા.
બે દિવસ પછી આવ્યું ભાન
મોહમ્મદ કૈફ ટપૂકડાના એક મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. ત્યાંથી જ તેને નશાની ગોળીઓ લીધી હતી. એ બાદ ઘરમાં બ્લેડથી પોતાના શરીર પર કાપા પાડ્યા. મોહમ્મદ કૈફે લગભગ 100 કટ પોતાના શરીર પર કર્યા. એટલું જ ચાકુ ગરમ કરીને શરીર પર માર્યા. એ બાદ યુવક ઘરની છત પરથી પાડોશીની છત પર આવ્યો અને ત્યાંથી નીચે આવ્યો. એ પછી છાપર સ્ટેન્ડ પર આવી ગયો, જ્યાં રસ્તા પર જ તેને ઊંઘ આવી ગઈ. સ્થાનિક લોકોએ ઘાયલ સ્થિતિમાં યુવકને જોયો અને સીએચસી લઈ ગયા. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. 15 મેના રોજ તેને અલવર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સોમવારે જ્યારે તેને ભાન આવ્યું તો સમગ્ર હકીકત સામે આવી.
પત્નીને બોલાવવા માટે રચ્યું ષડયંત્ર
DSP પ્રેમ બહાદુરે જણાવ્યું હતું કે યુવકે જાતે પોતાના શરીરને બ્લેડ તેમજ ચાકુથી કાપા માર્યા છે. પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. તે તેને પાછી ઘરે બોલાવવા માગતો હતો. ત્યારે પત્નીના પરિવારે તેને ન મોકલી તો તેને બોલાવવા માટે આવી રીત અપનાવી. યુવક ઘણો જ ચાલાક છે. પોલીસે જણાવ્યું કે તે પહેલાં પણ આવી હરકત કરી ચુક્યો છે. થોડાં મહિના પહેલાં તેને દુકાનમાંથી રૂપિયા ચોર્યા. આ અંગે કોઈને ખબર ન પડે તે માટે તેને એવી અફવા ફેલાવી કે છાપર સ્ટેન્ડ પર બોમ્બ બ્લાસ્ટ થઈ શકે છે. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
સાત ભાઈ-બહેન
પોલીસે જણાવ્યું હુતં કે યુવકને સાત ભાઈ-બહેન છે. મોહમ્મદ કૈફ અને સરઝીનાને 1 વર્ષની દીકરી પણ છે. જે સ્થિતિમાં મોહમ્મદ કૈફ મળ્યો હતો એવું લાગતું હતું યુવકને કોઈએ માર્યો છે, કેમ કે શરીર પર અનેક જગ્યાએ બ્લેડ અને ચાકુના કાપાનાં નિશાન હતાં. ભાનમાં આવ્યો એ બાદ સમગ્ર હકીકત સામે આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.