તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Firecrackers Exploded On The Roads In Bengal, Laddu Was Fed To The Crowd In Chennai; EC Told Election States FIR On Such People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતના ઉત્સાહમાં ભૂલાયા કોરોનાના નિયમ:બંગાળમાં રસ્તા પર ફટાકડાં ફુટ્યા, ચેન્નાઈમાં ભીડને લાડુ ખવડાવવામાં આવ્યા; ECએ ચૂંટણી રાજ્યોને કહ્યું- આવા લોકો પર FIR કરો

11 દિવસ પહેલા
ચેન્નાઈમાં DMK હેડકર્વાટરની બહાર જોવા મળેલો જીતનો જશ્ન કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. ચિંતાની વાત એ છે કે આ જશ્નમાં લોકો બાળકોને પણ લાવ્યા હતા.

આજે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા. ચૂંટણી પંચની કડક સલાહ હોવા છતાં જીતનો સુપર સ્પ્રેડર જશ્ન યથાવત છે. તામિલનાડુના ચેન્નાઈમાં DMK હેડકર્વાટરની સામે કાર્યકર્તાઓએ આવો જ જશ્ન મનાવ્યો. ભીડમાં એક-બીજાને લાડુ ખવડાવ્યા આટલું ઓછું હોય તેમ બાળકોને પણ લઈ આવ્યા. જ્યારે આ તસવીર જોઈને ચૂંટણી પંચે પાંચેય રાજ્યોના ચીફ સેક્રેટરને નિર્દેશ આપ્યા કે આવા જશ્નો મનાવનારા વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવે.

બંગાળઃ માસ્ક વગર રસ્તા પર જામી ભીડ

ફોટો બંગાળના આસનસોલનો છે. જશ્ન મનાવી રહેલા કાર્યકર્તાઓને જ્યારે એક પોલીસ અધિકારી સમજાવવા પહોંચ્યા તો કાર્યકર્તાઓ તેમની સાથે ગેરવતર્ણૂંક કરવા લાગ્યા.
ફોટો બંગાળના આસનસોલનો છે. જશ્ન મનાવી રહેલા કાર્યકર્તાઓને જ્યારે એક પોલીસ અધિકારી સમજાવવા પહોંચ્યા તો કાર્યકર્તાઓ તેમની સાથે ગેરવતર્ણૂંક કરવા લાગ્યા.

બંગાળમાં તૃણુમૂલની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. કાર્યકર્તા ભીડમાં માસ્ક વગર રસ્તા પર ફટાકડાં ફોડી રહ્યાં છે, અબીલ અને ગુલાલ ઉડાવી રહ્યાં છે. આસનસોલમાં જ્યારે આ પ્રકારનો જશ્ન મનાવી રહેલા કાર્યકર્તાઓને સમજાવવા માટે એક પોલીસ અધિકારી પહોંચ્યા, તો તેમની સાથે ગેરવતર્ણૂંક કરવામાં પણ લોકોએ કોઈ જ કસર ન છોડી જ્યારે આ પોલીસ અધિકારી પોતાની ફરજ નિભાવી રહ્યાં હતા, ત્યારે એક કાર્યકર્તાએ તેમની પાસે ફટાકડો ફોડ્યો.

કોલકાતાના કાલીઘાટમાં મમતા બેનર્જીના ઘરની સામે જીતનો જશ્ન મનાવતા TMC સપોર્ટર
કોલકાતાના કાલીઘાટમાં મમતા બેનર્જીના ઘરની સામે જીતનો જશ્ન મનાવતા TMC સપોર્ટર

UP: કાઉન્ટિંગ સેન્ટર પર 4 કર્મચારી પોઝિટિવ નીકળ્યા

ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોરોના નિયમ તોડતા લોકોની આ ફોટો યુપીના હાથરસની છે.
ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોરોના નિયમ તોડતા લોકોની આ ફોટો યુપીના હાથરસની છે.

​​​​​​​ઉત્તરપ્રદેશના હાથરસમાં પંચાયત ચૂંટણીના કાઉન્ટિંગ દરમિયાન પરેશાન કરનારી એક તસવીર સામે આવી છે. અહીં હજારોની ભીડ કાઉન્ટિંગ હોલમાં ઘુસવાનો પ્રયાસ કરતી જોવા મળી. દીવાલ તો હતી તો લોકોને તે કૂદીને અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો. કોરોનાની લહેરમાં એક ઉપર એક ચડેલા આ લોકો સુપર સ્પ્રેડર બની શકે છે. પહેલાંથી સ્વાસ્થ્ય સેવાઓની મુશ્કેલીનો સામનો કરી રહેલાં ઉત્તર પ્રદેશની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ઉત્તરપ્રદેશના બનારસમાં કાઉન્ટિંગ સેન્ટર બહાર જોવા મમળતી પાર્ટી કાર્યકર્તાઓની ભીડ.
ઉત્તરપ્રદેશના બનારસમાં કાઉન્ટિંગ સેન્ટર બહાર જોવા મમળતી પાર્ટી કાર્યકર્તાઓની ભીડ.

યુપીમાં પંચાયત ચૂંટણી 2021નું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. આજે 75 જિલ્લામાં જિલ્લા પંચાયત સભ્ય, ક્ષેત્ર પંચાયત સભ્ય, ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયત સભ્ય પદ માટે 12,89,830 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે. આ વચ્ચે હાથરસના મુરસાનમાં આવેલા મતગણના કેન્દ્ર પર 4 મતગણતરી કરનારા કર્મચારી સંક્રમિત મળી આવ્યા છે. હાથરસના સાદાબાદમાં પણ મતગણના કેન્દ્રની બહાર લાંબી-લાંબી લાઈન જોવા મળી રહી છે. તો અયોધ્યામાં પણ મતગણતરી કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ઉમેદવાર અને તેમના સમર્થકોની ભીડ સવારથી જ રસ્તા પર એકઠી થવાની શરૂ થઈ ગઈ હતી.

ચેન્નાઈમાં પાર્ટી કાર્યાલયની બહાર કાઉન્ટિંગ વચ્ચે જશ્ન મનાવતા DMK સપોર્ટર.
ચેન્નાઈમાં પાર્ટી કાર્યાલયની બહાર કાઉન્ટિંગ વચ્ચે જશ્ન મનાવતા DMK સપોર્ટર.

કોરોના પ્રોટોકોલ પર હાઈકોર્ટે ફટકાર લગાવી હતી
કોરોનાની બગડતી જતી સ્થિતિને લઈને મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. ચીપ જસ્ટિસે તો ત્યાં સુધી કહી દિધું હતું કે કોરોનાની બીજી લહેર માટે ચૂંટમી પંચ જવાબદાર છે. પંચના અધિકારી પર તો સંભવતઃ હત્યાનો કેસ ચાલવો જોઈએ. તેઓએ પંચને ચેતવણી આપી હતી કે 2 મેનાં રોજ કાઉન્ટિંગના દિવસે કોવિડ પ્રોટોકોલનું પાલન થવું જોઈએ. એવું નહીં થાય તો અમે કાઉન્ટિંગ શેડ્યૂલને રોકવા માટે મજબૂર બની જશું.

કાઉન્ટિંગને લઈને હાઈકોર્ટની 6 ટિપ્પણીઓ
​​​​​​​
1. તમે તે વાત સુનિશ્ચિત કરો કે કાઉન્ટિંગના દિવસે કોવિટ પ્રોટોકોલ પર અલવારી થાય.

2. કોઈ પણ કિંમતે રાજકીય કે બિ રાજકીય કારણે કાઉન્ટિંગના દિવસે કોરોનાના કેસ વધારવા માટે જવાબદારી ન થવું જોઈએ.

3. કાં તો કાઉન્ટિંગ યોગ્ય રીતે થાય કે તેને ટાળી દેવામાં આવશે.

4. લોકોના સ્વાસ્થ્ય સૌથી મહત્વના છે. આ વાત પરેશાન કરે છે કે પ્રશાસનને આ વાતની યાદ અપાવી પડે છે.

5. જ્યારે નાગરિક જીવતા રહેશે, ત્યારે તેઓ તે અધિકારીઓનો ઉપચોગ કરી શકશે, જે તેમને આ લોકતાંત્રિક ગણરાજ્યમાં મળ્યા છે.

6. આજની સ્થિતિ જીવતા રહેવા અને લોકોને બચાવી રાખવા ્ટાે છે, બીજી અન્ય વાતતેની પછી આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો