ફટાકડાના ધડાકા પહેલાં નેતાજી ધડામ!:ફૂટબોલ મેચના ઉદ્ઘાટનમાં ફટાકડા ફોડવામાં ઉંધા માથે પટકાયા

એક મહિનો પહેલા

બિહારનાં છપરામાં એક ફૂટબોલ મેચનાં ઉદ્ધાટન સમયે એક પૂર્વ ઘારાસભ્ય ફટાકડામાં આગ લગાડી ભાગતા સમયે પડી જાય છે. જોકે કોઈની મદદ વગર જ પોતે ઉભા પણ થઈ જાય છે. એક ફૂટબોલ મેચનાં કાર્યક્રમનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ભૂતપુર્વ ધારાસભ્ય છપરાનાં સોનપુરથી ધારાસભ્ય હતા, અને બિહારનાં ભૂતપુર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીને હરાવીને ચર્ચામાં આવ્યા હતા. વિનય સિંહ પોતે પણ ફૂટબોલ અને વોલીબોલનાં ખેલાડી રહી ચૂક્યા છે, અને હાલમાં એ બિહારમાં ભાજપનાં અનુશાસન સમિતિનાં અધ્યક્ષ છે.

અન્ય સમાચારો પણ છે...