• Gujarati News
  • National
  • Firecrackers And Heavy Fireworks On Diwali Poisoned The Air, Making It Difficult For People To Breathe

દિલ્હી-NCRમાં વધ્યું પ્રદૂષણ:દિવાળી પર ફટાકડા અને ભારે આતશબાજીથી હવામાં ભળ્યું ઝેર, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ સ્તર ખતરનાક સ્તરને પાર

દિવાળી પર ફટાકડા ન ફોડવા પર લગાવેલા પ્રતિબંધ હોવા છતાં દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. લોકોએ મન ભરીને ફટાકડા ફોડયા, કેટલાક પોતાના આનંદ માટે તો કેટલાક નિયમોની મજાક ઉડાવવા માટે. પરંતુ આજે સવારે ફટાકડા ફોડવાની અસર સ્પષ્ટ જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ સ્તર ખતરનાક સ્તરને પાર કરી ગયું છે. લોકોને ગળામાં બળતરા અને આંખોમાંથી પાણી નીકળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, રવિવાર સુધી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.

શુક્રવારે સવારે દિલ્હીના જનપથમાં હવાની ગુણવત્તા ભયજનક સ્તરે માપવામાં આવી હતી. PM 2.5નું સ્તર 655.07 પર પહોંચી ગયું છે. સરકારી ધારાધોરણો મુજબ પીએમ 2.5નું સ્તર 380થી ઉપર પહોંચે તે ગંભીર માનવામાં આવે છે. દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ લોકોએ નિયમોની અવગણના કરીને રસ્તાઓ પર ફટાકડા ફોડ્યા હતા.

ગઈકાલથી દિલ્હીમાં હવા ખરાબ હતી
દિવાળીની રાતથી જ ફટાકડા ફોડતાં અને આતશબાજી પહેલા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની અસર દેખાવા લાગી હતી. ગુરુવારે સવારથી જ આકાશ વાદળછાયું હતું. દિલ્હીમાં હવાનું સ્તર ખરાબ થઈને 363 AQI પર પહોંચી ગયુ. હવામાન અને પ્રદૂષણ વિશે જણાવતી સંસ્થા સફરે જણાવ્યું હતું કે આ વખતે દિલ્હીના લોકોએ 2019ની સરખામણીમાં અડધી માત્રામાં આતશબાજી કરી તો રાજધાનીમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની નક્કી છે.

પ્રદૂષણને કારણે થતા સામાન્ય રોગો

શ્વાસ લેવામાં મુશ્કેલી આંખ અને નાકમાં બળતરા વાળ ખરવા ચક્કર આવવા અને માથાનો દુખાવો ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ ફેફસાં, હૃદય અને નર્વસ સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે

અન્ય સમાચારો પણ છે...