તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPની હોસ્પિટલમાં દુર્ઘટના:કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, 2 દર્દીઓના મૃત્યુ; 147ને બચાવી લેવાયા

કાનપુર2 મહિનો પહેલા
  • મૃતક દર્દીઓમાં ઘાટમપુર નૌરંગા નિવાસી 80 વર્ષની રસલૂન બીબી અને હમીરપુર રાઠ નિવાસી ટેકચંદ્ર સામેલ છે

ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાર્ડિયોલોજી હોસ્પિટલના જનરલ વોર્ડમાં રવિવારે સવારે આગ લાગવાની ઘટનામાં 2 દર્દીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે અહીં 140 દર્દીઓ હતા. મૃતક દર્દીઓમાં ઘાટમપુર નૌરંગા નિવાસી 80 વર્ષની રસલૂન બીબી અને હમીરપુર રાઠ નિવાસી ટેકચંદ્ર સામેલ છે.

ટેકચંદ્ર વેન્ટિલેટર પર હતા અને આગ લાગતા જ ડોક્ટર્સે તેમને બહાર લઈ જવા માટે કહ્યું
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ટેકચંદ્ર વેન્ટિલેટર પર હતા અને આગ લાગતા જ ડોક્ટર્સે તેમને બહાર લઈ જવા માટે કહ્યું. તે પછી જણાવ્યું કે તેમનુ મૃત્યુ થઈ ચૂક્યું છે. રસૂલન બીબીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ શ્વાસના દર્દી હતા. રેસ્ક્યુ દરમિયાન વધુ ધુમાડાના કારણે તેમનુ મોત થયું હતું. આગ લાગ્યા પછી જનરલ વોર્ડના દર્દીઓને બારીના કાચ તોડીને બેડ સહિત બહાર કાઢવામાં આવ્યા. હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફાયર સર્વિસના લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે અંદર તો કોઈ ફસાયેલુ રહ્યું નથીને.

ગ્રાઉન્ડ ફલોરના તમામ દર્દીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા ​​​​​
ACP મહિન્દ્ર સિંહે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફલોરના તમામ દર્દીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. પ્રથમ માળે 9 દર્દી ફસાયા હોવાની માહિતી મળી, જોકે સ્થિતિ કાબુમાં કરી લેવામાં આવી છે. દર્દીઓ માટે બારીઓના કાચ તોડીને વેન્ટીલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘુમાડો ઓછો થવા પર ગ્રાઉન્ડ ફ્લોર ચેક કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોર પર હાલ કોઈ ફસાયેલુ હોવાની માહિતી નથી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ફલોર આવેલા સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હતી.

CMએ માંગી દુર્ઘટનાનો રિપોર્ટ, તપાસ માટે બનાવી કમિટી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબધિત અધિકારીઓ પાસે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેની સાથે જ હાઈ લેવલ કમિટી પણ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો છે કે પહેલાની જેમ તમામ હોસ્પિટલોમાં આગને ઓલવવા માટેની પુરતી વ્યવસ્થાની તપાસ કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો