• Gujarati News
  • National
  • Fire In Engine Due To Bird Strike; For 10 Minutes 185 Passengers Were Trapped In The Air, Safe Landing

પટનાથી ઉડાન ભરતાં જ વિમાનમાં આગ લાગી:પક્ષી અથડાવાને કારણે એન્જિનમાં આગ; 10 મિનિટ સુધી 185 મુસાફરો હવામાં ફસાયા હતા, સુરક્ષિત લેન્ડિંગ

પટના2 મહિનો પહેલા
  • વિમાન પટનાથી દિલ્હી જઈ રહ્યું હતું.

રવિવારે પટના એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-725ના એન્જિનમાં આગ લાગી હતી. વિમાન પટનાથી દિલ્હી જઈ રહ્યું હતું. આગ લાગ્યા બાદ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આગને કારણે એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.

વિમાને રવિવારે બપોરે 11.55 કલાકે ઉડાન ભરી હતી. 12.20 વાગ્યે વિમાનમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. 10 મિનિટ બાદ પાયલટે સમજણપુર્વક વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.

DGCAએ કહ્યું કે પક્ષી અથડાયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. આ પછી પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

કોઈ મુસાફરને ઈજા નહીં
ફ્લાઇટમાં 185 મુસાફરો સવાર હતા. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. હાલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અધિકારીઓનું કહેવું છે કે એન્જિનમાં આગ કયા કારણે લાગી તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

10 મિનિટ સુધી 185 મુસાફરો વિમાનમાં ફસાયા હતા.
10 મિનિટ સુધી 185 મુસાફરો વિમાનમાં ફસાયા હતા.

જોરદાર અવાજ સાથે આગ લાગી, ધુમાડો નીકળવા લાગ્યો
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. અવાજ એટલો જોરદાર હતો કે બધા ચોંકી ગયા હતા. પછી આગની જ્વાળાઓ વધવા લાગી. આ ઘટનાથી અફરા-તફરી મચી ગઈ હતી

અધિકારીઓએ કહ્યું- બર્ડ હિટિંગનો મામલો હોઈ શકે છે
ઘટના બાદ તરત જ પટનાના તમામ વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. SSP માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે વિમાનની એક પાંખમાં આગ લાગી હતી. ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે આ બર્ડ હિટનો મામલો હોઈ શકે છે, હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

પાયલટે કહ્યું- પરિસ્થિતિ કાબૂમાં છે, ત્યારે જીવમાં જીવ આવ્યો
ફ્લાઈટમાં બેઠેલા મુસાફરે કહ્યું કે બારીમાંથી ધુમાડો નીકળતો દેખાતો હતો. અમે બારી પાસે બેઠા હતા. આગનો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. આ દરમિયાન પાયલોટે કહ્યું- પરિસ્થિતિ કાબૂમાં છે, ત્યારે જીવમાં જીવ આવ્યો હતો.

મહિલા પેસેન્જરે કહ્યું- થોડીવાર માટે ખૂબ જ ડરી ગઈ હતી
મહિલા પેસેન્જરે જણાવ્યું કે, ટેકઓફના 10-15 મિનિટ પછી તે સમજી ગઈ કે કંઈક ગડબડ થઈ છે. ફ્લાઇટમાં ખુબ જ અવાજ આવી રહ્યો હતો. વિમાન ક્યારેક જમણે તો ક્યારેક ડાબે વળતું હતું. તે થોડીવાર માટે ખૂબ જ ડરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...