તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fire 100 Meters Away From Sanctum Sanctorum In Vaishnodevi, Only Damage To Cash Counter

દુર્ઘટના:વૈષ્ણોદેવીમાં ગર્ભગૃહથી 100 મીટર દૂર આગ, માત્ર કેશ કાઉન્ટરને નુકસાન

જમ્મુ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સુરક્ષિત, યાત્રા પર અસર નહીં
  • મોટું નુકસાન થયું હોવાની ભીતિ

જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસેના કાઉન્ટર નજીક સાંજે ભીષણ આગ લાગી હતી. જો કે કોઈ જાનહાની થઈ નહોતી. અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

કાલિકા ભવન પાસેના કાઉન્ટર નજીક સાંજે ભીષણ આગ લાગી હતી. જો કે કોઈ જાનહાની થઈ નહોતી.
કાલિકા ભવન પાસેના કાઉન્ટર નજીક સાંજે ભીષણ આગ લાગી હતી. જો કે કોઈ જાનહાની થઈ નહોતી.

આગ લાગી ત્યાંથી ગુફાનું અંતર લગભગ 100 મીટર જેટલું છે. આગની જ્વાળા ભૈરો ઘાટી સુધી જોવા મળતી હતી. એવું કહેવાય છે કે વીઆઈપી ગેટ પાસે કાઉન્ટિંગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં અાગ લાગી હતી અને જોતજોતામાં તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઇમારતને ઘણું નુકસાન થયું છે. કેશ કાઉન્ટર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું.

મોટું નુકસાન થયાની ભીતિ
ઘટનાની જાણ થતા ફાયર વિંગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર અંકુશ મેળવી લેવાયો હતો. કુલ નુકસાન અંગે હજુ સુધી શ્રાઈન બોર્ડ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ સૂત્રોનાં અનુસાર, આ અગ્નિકાંડમાં લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ છે.