તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલીમાં યુવરાજ:SC/ST એક્ટ હેઠળ હરિયાણામાં FIR દાખલ, ગત વર્ષે ચહલ પર જાતિગત ટિપ્પણી પછી વિવાદમાં આવ્યા હતા

હાંસી(હરિયાણા)11 દિવસ પહેલા
યુવરાજ સિંહે ગત વર્ષે 2 જૂને ક્રિકેટર રોહિત શર્મા સાથે લાઈવ ચેટ દરમિયાન યુજવેન્દ્ર ચહલ પર ટિપ્પણી કરી હતી(ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવરાજ સિંહે ગત વર્ષે 2 જૂને ક્રિકેટર રોહિત શર્મા સાથે લાઈવ ચેટ દરમિયાન યુજવેન્દ્ર ચહલ પર ટિપ્પણી કરી હતી(ફાઈલ તસવીર)

હરિયાણાના હાંસીમાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ધ SC/ST એક્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવરાજ પર આ કેસ નેશનલ એલાયન્સ અને દલિત હ્યૂમન રાઈટ્સના સંયોજક રજત કલસનની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. યુવરાજે ક્રિકેટર રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ પર જાતિગત ટિપ્પણી કરી હતી. લગભગ 8 મહિના જૂના કેસમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.

અરજદાર કલસને જણાવ્યું કે, યુવરાજ વિરુદ્ધ કેસ કરવામાં પોલીસે 8 મહિના લગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, ગત વર્ષે 2 જૂને પોલીસે તેની ફરિયાદ કરી હતી. એ વખતે પોલીસે કેસ નહોતો નોંધ્યો. ત્યારપછી 11 જૂને હિસાની SC/ST કોર્ટમાં અરજી કરી. આ અંગે જજ વેદપાલ સિરોહીએ પોલીસને કેસ નોંધવાના આદેશ આપ્યા. આ ઉપરાંત હાંસીના પૂર્વ પોલીસ સ્ટેશન પ્રભારી અને DSP વિરુદ્ધ પણ તપાસના આદેશ આપ્યા છે.

યુવરાજે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી
યુવરાજે યુજવેન્દ્ર વિરુદ્ધ ટિપ્પણી અંગે મામલો વેગ પકડતા સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, હું દરેક વ્યક્તિનું સન્માન કરું છું. હું મારા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો અને એ વખતે મારી વાતને ખોટી રીતે લેવાઈ, જે ખોટું હતું. યુવરાજે કહ્યું કે, એક જવાબદાર ભારતીય હોવાની રીતે હું કહેવા માંગું છું કે, અજાણતા જો મારી વાતોથી કોઈને મારી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે માફી માંગું છું.

2011 વનડે વર્લ્ડ કપ જીતાડવામાં યુવરાજનું મહત્વનું યોગદાન
2011માં વનડે વર્લ્ડ કપમાં યુવરાજે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ટ્રોફી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યાં હતા. યુવરાજે ભારત માટે 304 વનડેમાં 36.56ની સરેરાશથી 8701 રન બનાવ્યા, 40 ટેસ્ટમાં 33.93ની સરેરાશથી 1900 રન બનાવ્યા. 58 T-20માં તેમણે 28.21ની સરેરાશથી 1177 રન બનાવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો