તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંડિતજીની ચોટલી કપાઈ, વાળંદ સામે FIR:દેહરાદુનમાં હેર કટિંગ દરમિયાન વાળંદે પંડિતજીની ચોટલી કાપી નાંખી, ન્હાતી વખતે ખ્યાલ આવ્યો તો કેસ નોંધાવ્યો

દેહરાદૂનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંડિતજી રવિવારે ભાવેશ સલુનમાં વાળ કપાવવા માટે ગયા હતા
  • વિવાદ વધ્યા પછી સલુનના સંચાલકે માંફી પણ માંગી હતી

ઉત્તરાખંડના દેહરાદુનમાં વાળ કપાવવા ગયેલા પંડિતજીની ચોટલી પણ કપાઈ ગઈ હતી. આ વાતથી નારાજ થઈને તેમણે વાળંદની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પાલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.

દેહરાદુનના નવાદા વિસ્તારમાં રહેનાર પંડિત શિવાનંદ કોટનાલા રવિવારે ભાવેશ સલુનમાં વાળ કપાવવા માટે ગયા હતા. અહીં તેમણે તેમના વાળમાં કલર પણ કરાવ્યો અને ઘરે જતા રહ્યાં પરંતુ જ્યારે તેઓ ન્હાવા માટે ગયા તો તેમને ખ્યાલ આવ્યો કે તેમની ચોટલી કપાઈ ગઈ છે.

બોલાચાલી પછી નોંધાવી FIR
પંડિત શિવાનંદ કોટનાલાને જેવો ખ્યાલ આવ્યો કે તેમની ચોટલી કપાઈ ગઈ છે. તેઓ તાત્કાલિક ભાવેશ સલુન પર પહોંચ્યા. અહીં સલુન સંચાલક અને પંડિતજીની વચ્ચે વિવાદ શરૂ થયો. વિવાદ વધ્યો તો સંચાલકે શિવાનંદની માંફી માંગી, જોકે તેમણે તેને માંફ કરવાથી ઈન્કાર કર્યો. બંને વચ્ચે ખૂબ જ મોડે સુધી બોલાચાલી ચાલી. તે પછી શિવાનંદ નેહરું કોલોની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સલુન સંચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

કલર સુકાયા પછી ખ્યાલ આવ્યો
નહેરુ કોલોની પાલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પંડિત શિવાનંદ કોટનાલા વાળ કપાવીને ઘરે પહોંચ્યા. તેમણે 1 કલાક સુધી માથા પર લાગાવવામાં આવેલા કલરને સુકાવવા દીધો. તે પછી ન્હાતી વખતે જ્યારે તેમણે માથા પર હાથ ફેરવ્યો તો તેમને ચોટલી ગુમ મળી. તે પછી તે સીધા જ સલુન પહોંચ્યા અને ત્યાંથી ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા.

પોલીસે ઘણી કલમો લગાવી
નેહરુ કોલોની પોલીસ સ્ટેશનના ચીફ રાકેશ ગુસાઈએ ભાસ્કરને જણાવ્યું કે પંડિત શિવાનંદ કોટનાલાએ સલુન સંચાલક ભાવેશની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાવ્યો છે. આ સિવાય તેમાં જાનથી મારવાની ધમકી આપવાની, મારામારી કરવાની અને ગાળો આપવાની કલમો પણ જોડવામાં આવી છે. પોલીસ આગળ પણ કાર્યવાહી કરી રહી છે.

નૈનીતાલમાં પણ પ્રકાશમાં આવ્યો હતો આવો કેસ
આ પહેલા 24 નવેમ્બર 2020ના રોજ ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ આ પ્રકારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અહીં 21 વર્ષના બાર્બર ઈફ્તેકારને 56 વર્ષના વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિષંબર દત્ત પલાદિયાની ચોટલી કાપવાના મામલામાં જેલ ભેગો કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો કેસ નોંધ્યો હતો.