તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Find Out Why Petrol diesel Prices Are Rising, How Much Tax Is Levied By The Center States And What Is The Situation Internationally

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા પાછળની હકીકત:પેટ્રોલ-ડીઝલની કિંમતો શા માટે વધી રહી છે, કેન્દ્ર-રાજ્યો કેટલો કર વસૂલ કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું સ્થિતિ છે તે જાણો

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશમાં સતત 11માં દિવસને ઈંધણની કિંમતોમાં વધારો થયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત રૂપિયા 100ને પાર થઈ છે. રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ રૂપિયા 100 પાર થયા બાદ વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. શ્રીનગરમાં બ્રાન્ડેડ પેટ્રોલ રૂપિયા 103.59 તો ડીઝલ પ્રતિ લીટર રૂપિયા 96.50 પહોંચ્યું છે. દેશમાં છેલ્લા 10 મહિનામાં કિંમતમાં આશરે રૂપિયા 17 ભાવ વધારો થઈ ચુક્યો છે. આ ભાવ વધારો થવા પાછળના કારણ કેન્દ્રના કરવેરા, રાજ્યો દ્વારા લગાવવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) તથા આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો પ્રતિ બેરલ 65 ડોલર આસપાસ છે. આ ભાવ એપ્રિલ,2020માં પ્રતિ બેરલ 19 ડોલર હતા. કોરોનાની વિકટ સ્થિતિમાં માંગ ઘટવાને લીધે રશિયા સહિત ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝ (OPEC)એ મે,2020માં દૈનિક 9.7 મિલિયન બેરલ જેટલું ઉત્પાદન કાપ કર્યું હતું.

23 વખત કિંમતો વધી
આ વર્ષે 23 વખત કિંમતોમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 23 દિવસ દરમિયાન કિંમતોમાં વધારો થયો છે. છેલ્લા 10 મહિનામાં પેટ્રોલમાં રૂપિયા 17 ભાવ વધારો થયો છે.

દેશમાં વિવિધ રાજ્યોમાં ભાવ શા માટે અલગ-અલગ
ઈંધણની કિંમતો રાજ્યો પ્રમાણે અલગ-અલગ છે. તેની પાછળનું કારણ રાજ્યો દ્વારા લગાવવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલ કરવામાં આવે છે. આ રાજ્યમાં પેટ્રોલ પર 36 ટકા અને ડીઝલ પર 26 ટકા વેટ છે.

ભારતમાં ઈંધણ પર કેટલો ટેક્સ વસુલ કરવામાં આવે છે
દેશમાં પેટ્રોલની બેઝ વેલ્યુ પ્રતિ લીટર પેટ્રોલ રૂપિયા 31.82 અને ડીઝલ રૂપિયા 33.46 છે. પેટ્રોલનું વહન ભાડુ 28 પૈસા અને ડીઝલ પર 25 પૈસા છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ પર રૂપિયા 32.90 અને ડીઝલ પર રૂપિયા 31.80 છે. ત્યારબાદ ડીલરનું કમિશન કે જે પ્રતિ લીટર પેટ્રોલ પર રૂપિયા 3.68 અને ડીઝલ રૂપિયા 2.51 છે. ત્યારબાદ અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા વેટ વસુલ કરવામાં આવે છે.

5 વર્ષમાં કમાણીમાં નોંધપાત્ર વધારો થયો

 • વર્ષ 2014-15માં પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઈઝ ડ્યુટીને લીધે કેન્દ્રને રૂપિયા 1.72 લાખ કરોડની આવક મળતી હતી
 • વર્ષ 2019-20માં આ આંકડો વધીને રૂપિયા 3.34 લાખ કરોડ થયો હતો.
 • છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાજ્યોએ વેટ લગાવી તેમની આવકમાં 43 ટકાનો વધારો કર્યો છે.
 • વર્ષ 2014-15માં રૂપિયા 1.37 લાખ કરોડ અને વર્ષ 2019-20માં રૂપિયા 2 લાખ કરોડની આવક થઈ
 • ગયા વર્ષે રાજ્યોએ લોકડાઉનમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન વેટ મારફતે રૂપિયા 78 હજાર કરોડની આવક મેળવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો