તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Find Out What We Lost And What We Gained In The Big Sector. A Look At All The Major Events .... Life Is Winning Against Corona's Fear

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:મોટા સેક્ટરમાં જાણો આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું? તમામ મુખ્ય ઘટનાઓ પર એક નજર.... કોરોનાના ડરની સામે જિંદગી જીતતી રહી છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રથમ વેક્સિન બ્રિટનમાં 90 વર્ષની કિનનને અપાઇ - Divya Bhaskar
પ્રથમ વેક્સિન બ્રિટનમાં 90 વર્ષની કિનનને અપાઇ

બિઝનેસ - સેન્સેક્સ 35% તૂટ્યો, 9 માસમાં 81% વધી 47000 પહોંચ્યો

દેશનો જીડીપી એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિકમાં માઈનસ 23.9% સુધી નીચે ગયો
દેશનો જીડીપી એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિકમાં માઈનસ 23.9% સુધી નીચે ગયો

શું ગુમાવ્યું...

  • દેશનો જીડીપી એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિકમાં માઈનસ 23.9% સુધી નીચે ગયો, આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ ઘટના.
  • IMF અનુસાર, ભારતમાં માથાદીઠ GDP 10.5% ઘટીને રૂ. 1.38 લાખ રહેવાની આશંકા છે, જે બાંગ્લાદેશના માથાદીઠ GDP રૂ.1.40 લાખના અનુમાનથી ઓછો છે.
  • વિશ્વ બેન્ક અનુસાર, વિદેશમાંથી ભારતમાં મોકલાતી રકમ 9% ઘટીને રૂ.5.5 લાખ કરોડ રહી ગઈ છે.
  • 2018 અને 19ના રિપોર્ટમાં ખામીને કારણે વિશ્વ બેન્કે 2020ની ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ અટકાવી દીધો.
  • લૉકડાઉનમાં હોટલ, ટૂરિઝમ, એવિએશન શૂન્ય પર આવ્યા. પ્રવાસનને રૂ.15 હજાર કરોડ, એવિએશનને રૂ.21 હજાર કરોડનું નુકસાન થયું. અર્થતંદ્ર સુધારવા માટે કેન્દ્રએ રૂ.20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

શું મેળવ્યું...

  • અર્થતંદ્ર સુધારવા માટે કેન્દ્રએ રૂ.20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. ખેડૂત, મજૂર, કોર્પોરેટ સેક્ટર તમામનું ધ્યાન રખાયું.
  • સેન્સેક્સ માર્ચમાં 35% ઘટી 25,981 પર હતો. 9 મહિનામાં 81% વધી 47,000ના સર્વોચ્ચ શિખરે.
  • ઓબીસી-અલાહાબાદ બેન્ક સહિત 10 બેન્કોનો વિલય. પીએનબી દેશની બીજી સૌથી મોટી બેન્ક બની.
  • લૉકડાઉનમાં આર્થિક મંદીને જોતાં રૂ.2 કરોડ સુધીની લોન પર કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ સરકારે ભર્યું.
  • માર્ચથી સપ્ટેમ્બર સુધી લોન મોરેટોરિયમ અપાયું. જે ઈએમઆઈ હોલીડે હતો. વ્યાજ સરકારે ભર્યું.
  • સ્ટાર્ટ-અપ ઈસોપ (એમ્પ્લોઈ સ્ટોક ઓનરશિપ) પર 5 વર્ષ પછી ટેક્સ ચુકવવાની સગવડ મળી.

હેલ્થ: દેશમાં કોરોના સંક્રમિત 1 કરોડ પાર, 1.47 લાખ મોત, એક્ટિવ કેસ 1%થી પણ ઓછા
સૌથી વધુ ઈનોવેશન હેલ્થમાં, પ્રથમ વખત 8 મહિનામાં વેક્સિન

શું ગુમાવ્યું - 10 કરોડ બાળકનું વેક્સિનેશન અટક્યું, 2.72 કરોડ સર્જરી ટળી

  • 31 ડિસેમ્બર, 2019ના રોજ ચીને કોરોનાની માહિતી આપી. અત્યાર સુધી 7.2 કરોડ સંક્રમિત થઈ ચુક્યા છે. કુલ 16 લાખ મોત, જેમાં સૌથી વધુ અમેરિકામાં 3.08 લાખ મોત થયાં.
  • દેશમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ વુહાનથી પાછી ફરેલી કેરળની વિદ્યાર્થીનીનો હતો. અત્યાર સુધી 1 કરોડથી વધુ કેસ અને 1.43 લાખ મોત થઈ ચુક્યા છે. ભારત બીજો સૌથી સંક્રમિત દેશ છે.
  • દુનિયાભરમાં 3 લાખથી વધુ હેલ્થ વર્કર સંક્રમિત છે. સપ્ટેમ્બર સુધી 7000થી વધુનાં મોત થયાં.
  • કોરોનાના ભયે હોસ્પિટલમાં ફૂટભોલ 80% સુધી ઘટાડી દીધો. દુનિયાભરમાં 2.72 કરોડ સર્જરી ટાળવી પડી.
  • એઈમ્સમાં દરરોજ 12 હજારથી વધુ દર્દી આવતા હતા, 80% ઘટી ગયા. 9 મહિનામાં ડૉક્ટરોએ માત્ર ઈમરજન્સી ઓપરેશન જ કર્યા.
  • વિશ્વ બેન્કના રિપોર્ટ મુજબ, 26.4 કરોડ લોકો તણાવમાં છે. દર 40 સેકન્ડે એક આત્મહત્યા.
  • કોરોનાથી જીતનારા 50% લોકો શ્વાસ ફુલાવો, દુ:ખાવો, નબળાઈનો સામનો કરી રહ્યા છે. દવાઓની સાઈડ ઈફેક્ટ પણ દેખાઈ.
  • કોરોનાના કારણે 330 કરોડ લોકોની આજીવિકા સંકટમાં મુકાઈ. 13.2 કરોડ લોકો ગરીબીમાં જતા રહ્યા.
  • દુનિયાભરમાં વેક્સિન પ્રોગ્રામ પ્રભાવિત થયા. WHOએ અછબડા અને પોલીયો જેવા રોગો પાછા ફરવાની ચેતવણી આપી છે.

શું મેળવ્યું - દેશની હોસ્પિટલોમાં બેડની સંખ્યા 1.7 લાખથી 15 લાખ થઈ

  • 1918માં ફ્લૂ ફેલાયો, પરંતુ વેક્સિન 1945માં બની શકી. પોલિયો સામે દુનિયા 1935થી લડતી હતી, વેક્સિન 20 વર્ષ પછી મળી. કોવિડ વેક્સિન વિક્રમી 8 મહિનામાં બનાવી લેવાઈ.
  • આઈપીએસઓએસ સરવેમાં 95% ડૉક્ટરોનું માનવું છે કે, તેમણે ટેલિફોન કે વીડિયો કોલ પર સલાહ આપી. મેકિન્જેના રિપોર્ટ મુજબ ટેલિમેડિસન પર નિર્ભરતા 21%થી વધી 43% થઈ ગઈ.
  • 2020માં કુલ ઈનોવેશનમાં 10%થી વધુ હેલ્થકેરમાં થયા. વોશેરા સ્માર્ટબેઝને ટાઈમે બેસ્ટ ઈનોવેશન માન્યું. તેનાથી હેલ્થકેર મેમ્બર વાઈસ કમાન્ડ પર વાતચીત કરે છે.
  • ડરહમ યુનિવર્સિટીના રિસર્ચર્સે વેક્યુમ મશીનને વેન્ટિલેટરમાં બદલી નાખ્યું. મર્સિડિઝના ફોર્મ્યુલા-1 એન્જિનિયરોએ બ્રીધિંગ ડિવાઈસ બનાવ્યું, જેનાથી ટ્યુબ વડે ઓક્સિજન અપાય છે.
  • આરોગ્ય સેતુ પ્રથમ એપ છે, જેને લોન્ચ થયાના 13 દિવસમાં 5 કરોડથી વધુ ડાઉનલોડ મળ્યા.
  • યોગ-આયુર્વેદ તરફ લોકો વળ્યા. યોગનું બજાર 9%ના દરે વધ્યું. 2027 સુધી તે રૂ.4.8 હજાર કરોડનું થઈ જશે.
  • દેશમાં પ્રથમ વખત કોઈ દર્દીના બંને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. દર્દીને કોરોના પણ હતો. હૈદરાબાદના ડૉક્ટરે આ પ્રત્યારોપણ કર્યું.
  • મે મહિનામાં ભારત સૌથી વધુ પીપીઈ કિટ બનાવનારો બીજો દેશ બની ગયો. દરરોજ 2 લાખ પીપીઈ કીટ બની રહી છે.
  • કોવિડના કારણે દેશમાં પથારીની સંખ્યા 1.47 લાખથી વધુ 15 લાખ થઈ ગઈ. આઈસીયુ બેડ 22 હજારથી 80 હજાર, વેન્ટીલેટરની સંખ્યા 30 હજારથી વધી 70 હજાર થઈ ગઈ. દેશમાં 10 કરોડથી વધુ નોકરીઓ ગઈ

રોજગાર - બેરોજગારીનો દર 27%, 21 યુનિકોર્ન સ્ટાર્ટઅપ મળ્યા

શું ગુમાવ્યું...

  • CMII અનુસાર, આ વર્ષે બેરોજગારીનો દર 27.1% પર પહોંચ્યો. સૌથી વધુ રોજગાર આપતા રિયલ એસ્ટેટ, ટેક્સટાઈલ, મેન્યુફે.- નાના ઉદ્યોગ પ્રભાવિત થયા.
  • નોમુરા ઈન્ડિયા અનુસાર, દેશમાં 10 કરોડથી વધુ નોકરીઓ ગઈ, 45% પરિવારની આવક ગત વર્ષની સરખામણીએ ઘટી.
  • 21 દિવસના લૉકડાઉનમાં અર્થતંત્રને દરરોજ રૂ.32000 કરોડનું નુકસાન થયું. આ દરમિયાન કુલ 12 લાખ કરોડની ખાધ.
  • ફિક્કી અનુસાર, 53% કારોબાર પ્રભાવિત થયા. રેડિયો કેબની રાઈડ 95% સુધી ઘટી ગઈ. પ્રથમ ત્રિમાસિકમાં સ્ટાર્ટઅપમાં ફન્ડિંગમાં પણ 45% સુધીનો ઘટાડો નોંધાયો. ભારતમાં એક અબજથી વધુ મૂલ્યવાળા યુનિકોર્નટ સ્તરના 21 સ્ટાર્ટઅપ્સ થઈ ગયા છે

શું મેળવ્યું...

  • કેન્દ્રએ 10 સેક્ટર માટે પીએલઆઈ જાહેર કરી છે. ઓટોમોબાઈલ્સ-કમ્પોનન્ટ્સમાં 5 વર્ષમાં 2 લાખ નોકરી મળશે. સરકાર 5 વર્ષમાં રૂ.57,042 કરોડનું ઈન્સેન્ટિવ આપશે.
  • ભારતમાં એક અબજથી વધુ મૂલ્યવાળા યુનિકોર્નટ સ્તરના 21 સ્ટાર્ટઅપ્સ થઈ ગયા છે. તેમનું કુલ મૂલ્ય રૂ.5.41 લાખ કરોડ છે. જેમાંથી લાખો રોજગાર મળવાની આશા છે.
  • એમએસએમઈ માટે ગેરન્ટી વગર રૂ.3 લાખ કરોડની લોન. 4 વર્ષ માટે લોન, પ્રથમ વર્ષે મૂળ ધન પણ ન ચકુવવાની છૂટ.
  • ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઈપીએફમાં ત્રણ મહિનાનું અંશદાન 12%થી ઘટાડી 10% કરાયું. પૂર્વ કેપ્ટન એમએસ ધોની, સુરેશ રૈના અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટને અલવિદા કહ્યું

સ્પોર્ટ્સ: 4.5 લાખ કરોડની રેવન્યુ ઘટી ગઈ, 76 વર્ષમાં પ્રથમ વખત ઓલિમ્પિક ટળી

શું ગુમાવ્યું... 47% ઈવેન્ટ ન યોજાઈ

  • સ્પોર્ટ્સ માર્કેટિંગ એજન્સી ટૂ સર્કિલ્સના રિપોર્ટ મુજબ, 2020માં શેડ્યુલ્ડ 48,800માંથી 47% યોજાઈ શકી નહીં. કમાણી પણ રૂ.4.5 લાખ કરોડ ઘટી. 76 વર્ષ પછી ઓલિમ્પિક ન યોજાઈ. આવું ઓલિમ્પિકના ઈતિહાસમાં છઠ્ઠી વખત થયું. ટી-20 વર્લ્ડ કપ પણ ટાળી દેવાયો.
  • પૂર્વ કેપ્ટન એમએસ ધોની, સુરેશ રૈના અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટને અલવિદા કહ્યું.
  • એશિયન ચેમ્પિયનશિપમાં 800મી. રેસમાં ગોલ્ડ જીતનારી જી. મારીમુથુનો મેડલ ડોપિંગને લીધે છીનવાયો.
  • ફી ન ભરવાના કારણે ભારતે પુરુષોની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021ની યજમાની ગુમાવી દીધી.

શું મેળવ્યું... ફોર્મ્યુલા-2 રેસ ભારત જીત્યું

  • જેહાન દારુવાલા સાખિર ગ્રાં પ્રી ફોર્મ્યુલા-2 રેસ જીતનારો અને પુલેલા ગોપીચંદ આઈઓસી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા. હોકી કેપ્ટન મનપ્રીત એફઆઈએચ પ્લેયર ઓફ ધ યર બન્યો.
  • રાફેલ નડાલે 13મી ફ્રેન્ચ ઓપન જીતી. આ તેની કારકિર્દીનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ હતું.
  • જેમ્સ એન્ડરસન 600 વિકેટ લેનારો પ્રથમ ફાસ્ટ બોલર. - ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ જીત્યો.
  • રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન, ઈશાંત, શિખર ધવન અને મહિલા ક્રિકેટર દીપ્તિને અર્જુન એવોર્ડ.
  • આં.રા. ક્રિકેટ માટે ખેલાડીઓની લઘુત્તમ ઉંમરની નીતિ લાગુ. લઘુત્તમ ઉંમર 15 વર્ષ જરૂરી.
  • US ઓપન મેન્સ સિંગલમાં 7 વર્ષ પછી આપણે મેચ જીતી. 200 દેશનાં 160 કરોડ બાળકો સ્કૂલ-કોલેજ જઈ શક્યા નહીં

શિક્ષણ: કેમ્બ્રિજ-હાર્વર્ડમાં ઘરે બેઠાં અભ્યાસ, 160 કરોડ બાળકો સ્કૂલે ન જઈ શક્યા, ઈ-લર્નિંગનો સમય આવ્યો

શું ગુમાવ્યું... - રીડિંગ લેવલ ઘટ્યું

  • યુએનના રિપોર્ટ અનુસાર, 200 દેશનાં 160 કરોડ બાળકો સ્કૂલ-કોલેજ જઈ શક્યા નહીં. આવું પ્રથમ વખત થયું. ભારતમાં 36 કરોડ બાળકોનો અભ્યાસ પ્રભાવિત થયો.
  • અમેરિકાના સ્ટડી મુજબ, બાળકો સ્કૂલે પાછા ફરશે તો રીડિંગ લેવલ પણ 30% સુધી ઘટી શકે છે અને બાળકો ગણિતમાં એક વર્ષ સુધી પાછળ રહી શકે છે.
  • બ્રિટનના હેપ રિપોર્ટ અનુસાર, મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીને 80-100% આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કાપનો સામનો કરવો પડ્યો. હાર્વર્ડ, કેમ્બ્રિજ જેવી સંસ્થાઓને રૂ.1000 કરોડનું નુકસાન થયું.
  • વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ, લૉકડાઉન દરમિયાન 3 મહિના સ્કૂલબંધી એક દાયકામાં 47% બાળકોને ‘લર્નિંગ પોવર્ટી’માં નાખી શકે છે.
  • એક અન્ય રિપોર્ટ અનુસાર, વર્તમાન સ્થિતિ સુધર્યા પછી પણ દેશમાં સ્કૂલ-કોલેજમાં 97 લાખ બાળકો પાછા ફરી શકશે નહીં. દુનિયાભરના સ્ટૂડન્ટ્સ માટે પોતાના 67 કોર્સ ઓનલાઈન ફ્રી કરી દીધા

શું મેળવ્યું... - નવી શિક્ષણનીતિ

  • યુનિસેફ-વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, દુનિયાએ ઓનલાઈન અને ઓફલાઈન અભ્યાસની નવી રીતો શોધી. શિક્ષકોએ યુ-ટ્યુબ પર લેસન અપલોડ કર્યા. આ ઉપરાંત ઓપન એક્ઝામ ચલણમાં આવી.
  • કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 2020-21 સત્ર ઓનલાઈન ચલાવવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત, હાર્વર્ડ યુનિ.એ દુનિયાભરના સ્ટૂડન્ટ્સ માટે પોતાના 67 કોર્સ ઓનલાઈન ફ્રી કરી દીધા. જેની ફી 2000થી અઢી લાખ રૂપિયા સુધી હોય છે.
  • દેશને નવી શિક્ષણ નીતિ મળી. નવી નીતિ એવી રીતે બનાવાઈ છે કે, દરેક બાળકમાં સ્કિલ ડેવલપ કરી શકાય. સરકાર આ દિશામાં જીડીપીના 6% ખર્ચશે. શિક્ષકો તૈયાર કરવા મોટો પડકાર છે.
  • પાંચમા ધોરણ સુધી માતૃભાષા અભ્યાસનું માધ્યમ રહેશે. બાળકોનું ત્રણ સ્તરે આકલન કરાશે. એક છાત્ર પોતે કરશે, બીજો સહાધ્યાયી અને ત્રીજો તેનો શિક્ષક. દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં 24 ફેબ્રુઆરીએ તોફાનો થયા હતા

સમાજ: લોકાચારમાં ઓનલાઈન સિસ્ટમ આવી, સૌથી મોટું લૉકડાઉન, શરમજનક રમખાણો
શું ગુમાવ્યું... વિશ્વાસનું પલાયન થયું

  • દેશમાં 25 માર્ચના રોજ દુનિયાનું સૌથી મોટું લૉકડાઉન લગાવાયું. 130 કરોડની વસતી ઘરોમાં કેદ. તે 30 મે સુધી ચાલ્યું, પરંતુ આ દરમિયાન 67 દિવસોમાં તંત્ર પરથી પણ ભરોસો ઉઠી ગયો. 3 કરોડ લોકો અહીંથી તહીં થયા.
  • દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં 24 ફેબ્રુઆરીએ તોફાનો શરૂ થયા. 8 કિમીમાં ફેલાયેલા આ તોફાનોમાં 53નાં મોત થયા. તોફાનોની શરૂઆત જાફરાબાદમાં થઈ, જ્યાં નાગરિક અધિકાર કાયદા વિરુદ્ધ લોકો ધરણાં પર બેઠા હતા.
  • સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પછી બેંગલુરુમાં હિંસાની આગ એવી ભડકી કે તોડ-ફોટ અને આગ લગાડવાની ઘટનામાં 3નાં મોત થયા અને 60થી વધુ પોલીસ કર્મચારી ઘાયલ થયા.

શું મેળવ્યું... પરિવાર માટે સમય મળ્યો

  • 130 કરોડ લોકોએ 23 માર્ચના રોજ ‘જનતા કરફ્યૂ’ પાળ્યો. સાંજે 5 કલાકે 5 મિનિટ સુધી કોરોના વોરિયર્સનો આત્મવિશ્વાસ વધારવા તાળી, થાળી, ઘંટડી, શંખ વગાડ્યા. 9 એપ્રિલની રાત્રે 9 કલાકે 9 મિનિટ દીવા સળગાવાયા, એકજૂથતાતનો સંદેશો આપ્યો.
  • ભારતે 15 માર્ચના રોજ સાર્ક દેશોના ઓનલાઈન સંમેલનનું આયોજન કર્યું. પ્રથમ વખત અમિત શાહે ઓનલાઈન રાજકીય રેલી 7 જુનના રોજ કરી. લગ્નો, બેસણું-તેરમું જેવા આયોજનોમાં પણ ઓનલાઈનનો સિલસિલો ચાલુ થયો.
  • જીવનની ભાગદોડમાં અનેક વખત સામાન્ય લોકો પોતાના પરિજનોને પુરતો સમય આપી શકતા ન હતા, પરંતુ કોરોના કાળમાં લોકોને પરિવારની નજીક આવવાની તક મળી. આ ઉપરાંત, જુના મિત્રો અને છુટી ગયેલા સગા-સંબંધીઓને યાદ કરવા માટે ફોન- મેસેજિંગનો ઉપયોગ કરાયો.
  • પૂરે આસામના 33માંથી 30 જિલ્લાને ઝપટમાં લીધા

પર્યાવરણ અને હવામાન - સૃષ્ટિ હરિયાળી બની, હજારો માઈલ દૂરથી હિમાલય દર્શન

શું ગુમાવ્યું...

  • જુલાઈમાં પૂરે આસામના 33માંથી 30 જિલ્લાને ઝપટમાં લીધા. 70 લાખ લોકો પ્રભાવિત. 125નાં મોત. પૂરે કાઝીરંગા નેશનલ પાર્કમાં 9 ગેંડા સહિત 110 પ્રાણીનાં પ્રાણ લીધા.
  • 20 મેના રોજ અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશા તર પર તબાહી મચાવી. બંગાળમાં 5 હજારથી વધુ ઘરને નુકસાન અને અસંખ્ય વૃક્ષો ઉખડી ગયા. 118 લોકોનાં મોત.
  • તુર્કીમાં 30 ઓક્ટોબરના રોજ ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતા. તુર્કીના ત્રીજા મોટા શહેર ઈજમિરની 20 ઈમારતો તૂટી ગઈ. તુર્કીમાં 116 લોકોનાં મોત અને 1034 ઘાયલ થયા. જાલંધરથી ધોલાધર રેન્જ અને આસામથી કંચનજંઘા અને સહરાનપુરથી હિમાલયના શિખરો દેખાયા

શું મેળવ્યું...

  • લૉકડાઉનમાં 25 માર્ચથી 25 એપ્રિલ દરમિયાન 67 મુખ્ય શહેરોમાં એક્યુઆઈ 50થી ઓછો રહ્યો. ગયા વર્ષે આ દરમિયાન કોઈ શહેરનો એક્યુઆઈ 50થી ઓછો ન હતો. દિલ્હીમાં મધ્યમ શ્રેણીની હવા રહી.
  • જુલાઈમાં કર્ણાટકના કાબિની જંગલમાં દુર્લભ બ્લેક પેન્થર દેખાયો. સ્પીતિ વેલીમાં વિલુપ્ત થઈ ગયેલો હિમાલય સીરો દેખાયો. ઉત્તરાખંડમાં 50 વર્ષ પછી સોંબર જેટ પ્રજાતિના ચામાચિડિયા જોવા મળ્યા.
  • લૉકડાઉન દરમિયાન હવામાન સ્વચ્છ થતાં અસંખ્ય કિલોમીટર દૂરથી હિમાલય દર્શન થયા. જાલંધરથી ધોલાધર રેન્જ અને આસામથી કંચનજંઘા અને સહરાનપુરથી હિમાલયના શિખરો દેખાયા. સુશાંત કેસમાં રિયાની ધરપકડથી ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું.

મનોરંજન: કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’એ ઓસ્કર જીત્યો, દેશમાં ઓટીટી એવોર્ડ્સ શરૂ
સિનેમા ઉદ્યોગને 5 હજાર કરોડનું નુકસાન; ઓટીટીનું ચલણ વધ્યું

શું ગુમાવ્યું.... ટીઆરપી અને ડ્રગ્સ જેવા મુદ્દાએ છબી પર ડાઘ લગાવ્યો

  • ફિલ્મ ટ્રેડ સાથે જોડાયેલા વિશેષજ્ઞોનો દાવો છે કે, લૉકડાઉનથી હિન્દી ફિલ્મ ઉદ્યોગને રૂ.5,000 કરોડથી વધુનું નુકસાન થયું.
  • વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગની કમાણી ગયા વર્ષની સરખામણીએ 66% સુધી ઘટી.
  • મનોરંજન જગતમાં TRP કૌભાંડથી દર્શકોનો વિશ્વાસ તૂટ્યો. કેટલીક ચેનલો પર આરોપ લાગ્યો કે તેઓ પૈસા આપીને ઘરમાં બાર-ઓ-મીટર લગાવ્યા. મુંબઈ પોલીસે 6 ઓક્ટોબરે કેસ નોંધી 13 લોકોની ધરપકડ કરી.
  • સિનેમા જગત સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓનાં ડ્રગ કેસમાં નામ આવતા છબીને નુકસાન. મોબ લિન્ચિંગ જેવા વિવાદ પણ છવાયેલા રહ્યા.
  • ભારતમાં 9600 સ્ક્રીન્સ છે. જેના બંધ થવાથી રૂ.9000 કરોડના નુકસાન થવાની આશંકા. ગયા વર્ષે 153 કરોડ ટિકિટ વેચાઈ હતી, આ વર્ષે 90% સુધીનો ઘટાડો.
  • આઈએનએસના રિપોર્ટ મુજબ, ફિલ્મ મેકર્સે એક વર્ષ માટે કામ રોકી દીધું છે. સાથે જ હવે બધું સામાન્ય થવામાં બીજા બે વર્ષ લાગી જશે.
  • ફિલ્મો માટે માર્કેટ બિલકુલ બંધ છે. આથી ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઉપરાંત, જુનિયર આર્ટિસ્ટ માટે આગામી દિવસોમાં તકો વધુ ઘટવાની આશંકા છે.

શું મેળવ્યું... રામાયણ-મહાભારતથી વધી દૂરદર્શનના ટીઆરપી

રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલે પણ રામાયણ જોયું હતી.
રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલે પણ રામાયણ જોયું હતી.
  • નવી પેઢીએ ‘રામાયણ’, ‘મહાભારત’ જેવી 1980-90ની ધારાવાહિકો જોઈએ. જેનું પ્રસારણ 29 માર્ચથી શરૂ થયું.
  • ‘રામાયણ’નો 16 એપ્રિલ, 2020નો એપિસોડ તો વિક્રમી 7.7 કરોડ લોકોએ જોયો.
  • લૉકડાઉનમાં ‘ઓવર ધ ટોપ’(ઓટીટી)નું ચલણ અનેક ગણું વધી ગયું. કેપીએમજી અનુસાર, 30 નવેમ્બર સુધી દેશમાં જ ઓટીટી સબસ્ક્રાઈબર્સ 47% સુધી અને કમાણી 26% સુધી વધી છે.
  • દક્ષિણ કોરિયાની ફિલ્મ ‘પેરાસાઈટ’એ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર જીત્યો. આ દુનિયાની પ્રથમ બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મ રહી. ફિલ્મ કોરિયન ભાષામાં છે. ‘પેરાસાઈટ’એ સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક, પટકથા સહિત કુલ ચાર શ્રેણીમાં ઑસ્કર જીતીને અંગ્રેજી-ભાષાની ફિલ્મોના વર્ચસ્વને તોડી નાખ્યું.
  • વર્ષ 2020નો ફિલ્મફેર એવોર્ડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટને મળ્યો.
  • નવાઝુદ્દીન સિદ્દીકીને પ્રથમ ફ્લિક્સ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ મળ્યો. ઓટીટી ઓરિજનલ ફિલ્મ ‘રાત અકેલી હૈ’ માટે એવોર્ડ અપાયો. નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. ‘પંચાયત’ને બોસ્ટ કોમેડી સીરિઝનો એવોર્ડ મળ્યો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો