• Gujarati News
  • National
  • Find Out About The Family, Wealth And Political Journey Of NCP Leader Malik, Who Fought Against NCB's Samir Wankhede.

કોણ છે નવાબ મલિક:NCBના સમીર વાનખેડે સામે બાથ ભીડનાર NCPના નેતા મલિકના પરિવાર, સંપત્તિ અને તેમની રાજકીય યાત્રા વિશે જાણો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલિકે પોતાની રાજકીય યાત્રાની શરૂઆત મુલાયમની સમાજવાદી પાર્ટીથી શરૂ કરી હતી
  • નવાબ માલિક શરદ પવારના નજીકના નેતાઓમાં સામેલ છે

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી આબે NCP નેતા નવાબ મલિક NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે મોરચો માંડ્યો છે. અભિનેતા શાહરૂખખાન નો પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ વાનખેડે સતત નવાબ માલિકના નિશાન પર છે. આખરે કોણ છે નવાબ મલિક જેઓ સમીર વાનખેડે માટે માથાનો દુખાવો બની ગયા છે અને દરરોજ એક નવો આરોપ લગાવી રહ્યા છે?

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ આઘાડી સરકારમાં નવાબ મલિક કેબિનેટ મંત્રી છે. NCPનો મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે અને પાર્ટી અધ્યક્ષ શરદ પવારના નજીકના નેતાઓમાંના છે. ઉદ્દવ સરકારમાં NCP કોટાથી મંત્રી નવાબ મલિક મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. મલિકે પોતાની રાજકીય યાત્રાની શરૂઆત મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટીથી શરૂ કરી હતી અને બાદમાં શરદ પવારનો હાથ પકડીને NCPમાં જોડાઈ ગયા હતા.

મહારાષ્ટ્રમાં પાંચ વખતના ધારાસભ્ય નવાબ મલિકનો જન્મ 20 જૂને 1959ના રોજ ઉત્તર પ્રદેશના બલરામપૂર જીલ્લામાં ઉતરોલા ક્ષેત્રના ધુસવા ગામે થયો હતો. નવાબ માલિકનો પરિવાર 1970માં યુપીથી મુંબઈ શિફ્ટ થયો હતો. તેમણે મુંબઈની અંજુમન હાઈસ્કૂલમાંથી 10મુ અને પછી 1978માં બુરહાની કોલેજથી 12નો અભ્યાસ કર્યો હતો. 1979માં સ્નાતક પણ આ જ કોલેજથી કર્યું હતું.

આ છે તેમનો પરિવાર
નવાબના પરિવારની વાત કરીએ તો પરિવારમાં તેમના પત્ની મહઝબીન, પુત્ર ફરાઝ, આમિર અને પુત્રી નિલોફર અને સના છે. નવાબ મલિકના જમાઈનું નામ સમીર ખાન છે. સમીર ખાન નિલોફરનો પતિ છે. ગયા વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપુરની હત્યા કેસ બાદ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસમાં જેલમાં પણ જઇ આવેલો છે. નવાબ માલિકનો એક પુત્ર વકીલ છે. નવાબ મલિક NCPના મુંબઈ અધ્યક્ષ પણ છે.

માલિકના પરિવારમાં તેમના પત્ની મહઝબીન, પુત્ર ફરાઝ, આમિર અને પુત્રી નિલોફર અને સના છે.
માલિકના પરિવારમાં તેમના પત્ની મહઝબીન, પુત્ર ફરાઝ, આમિર અને પુત્રી નિલોફર અને સના છે.

નવાબ મલિક પાસે છે આટલી સંપત્તિ
નવાબ મલિક સામે કોઈપણ ગુનાહિત કેસ દાખલ નથી. વર્ષ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સોગંધનામામાં પોતાની સંપત્તિ 5 કરોડ 74 લાખ અને 69 હજાર રૂપિયા દર્શાવી છે. આ સિવાય પોતાની લગભગ 45 લાખની લોન પણ દર્શાવી છે. આ સિવાય નવાબ મલિક અને તેમના પત્ની મહઝબીન મલિક સ્ટીલ, ડાયમંડ, મલિક ઇન્ફ્રા અહિત અનેક ફર્મમાં તેમની ભાગીદારી છે.

આટલા ફ્લેટ અને જમીન છે મલિકના નામે
આ સિવાય મલિકના નામ પર સ્કોડા કાર રજિસ્ટર્ડ છે, જ્યારે તેમના પત્નીના માને એક મારુતિ કાર રજિસ્ટર્ડ છે. આ સિવાય તેમના અને તેમની પત્નીના નામ પર યુપીના બલરામ પૂર અને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં ખેતીની જમીન પણ છે. આ સિવાય નવાબ મલિક અને તેમની પત્ની મહઝબીનના માને મુંબઈના કુરલા વિસ્તારમાં એક-એક ફ્લેટ પણ છે.

આ રીતે આવ્યા રાજકારણના મેદાનમાં
નવાબ મલિકે પોતાની કારકિર્દીની શરૂઆત વેપારથી કરી હતી, પરંતુ આ દરમિયાન તેમની રુચિ રાજકારણમાં વધી તો તે રાજકારણના મેદાનમાં ઝંપલાવી દીધું હતું. નેવુના દાયકામાં દેશમાં રામ મંદિર આંદોલન શરૂ થયુ ત્યારે અયોધ્યામાં રમ મંદિર નિર્માણની સામે સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની લોકપ્રિયતા લઘુમતી સમુદાયમાં ઝડપી વધી હતી. 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી ગુંબજ ધ્વસ્ત કરવાની ઘટના સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. બાબરી મસ્જિદ ધ્વસ્તના કારણે દેશભરમાં લઘુમતી સમુદાય કોંગ્રેસથી ખૂબ જ નારાજ થયો હતો અને વિકલ્પ તરીકે મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને પસંદ કરી હતી.

મુલાયમ સિંહ યાદવની મુસ્લિમો વચ્ચેની લોકપ્રિયતાને જોતાં નવાબ મલિકે પણ રાજકીય સફર સપાથી શરૂ કરી હતી. નવાબ મલિકે મહારાષ્ટ્રના બાહુલ નહેરુનગર સબેઠક પરથી 1996માં ચૂંટણીમાં સપા ની ટિકિટ પર પોતાની નસીબ અજમાવ્યું અને જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ મુલાયમના નજીકના નેતાઓમાં ગણાવા લાગ્યા અને 1999માં વિધાનસભાની ચૂંટણી સપાની ટિકિટ પર નહેરુનગર બેઠક પરથી ફરી ચૂંટણી લડી અને જીત્યા.

2004ની લોકસભાની ચૂંટણી બાદ યુપીએ સરકારમાં કેન્દ્ર આવ્યા બાદ નવાબ મલિકે સપાથી છેડો ફાડીને શરદ પવારની NCPમાં જોડાયા હતા.
2004ની લોકસભાની ચૂંટણી બાદ યુપીએ સરકારમાં કેન્દ્ર આવ્યા બાદ નવાબ મલિકે સપાથી છેડો ફાડીને શરદ પવારની NCPમાં જોડાયા હતા.

શરદ પવારની NCPમાં એન્ટ્રી, મલિક શરદ પવારની ખૂબ નજીકના છે
નવાબ મલિક એનસીપી ચીફ શરદ પવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર ઘણી લાંબી હતી. 2004ની લોકસભાની ચૂંટણી બાદ યુપીએ સરકારમાં કેન્દ્ર આવ્યા બાદ નવાબ મલિકે સપાથી છેડો ફાડીને શરદ પવારની NCPમાં જોડાયા હતા. આ પછી નવાબ મલિક 2004ની વિધાનસભા ચૂંટણીમાં નેહરુ નગર સીટ પર એનસીપીની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા અને જીતની હેટ્રિક લગાવી. 2009માં મલિકે અણુશક્તિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા હતા. 2014માં પણ તેઓ અહીંથી જ ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 2019 વિધાનસભાની ચુંટણીમાં મલિકે ફરીથી અહીંથી જ ચૂંટણી લડી અને પાંચમી વખત ધારાસભ્ય બન્યા હતા. શિવસેના, કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થાવ પર નવાબ મલીકને NCPના કોટાથી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...