ધારમાં એક વૃદ્ધના નિધન પછી તેમને અનોખી અંતિમ વિદાય આપવામાં આવી છે. અંતિમ યાત્રામાં સામેલ લોકોએ ઢોલ-નગારાં વગાડીને નાચતાં નાચતાં મુક્તિધામ સુધી પહોંચ્યા હતા. જેમણે અર્થીને કાંધ આપી હતી તેઓ પણ ડાન્સ કરતા હતા. અંતિમસંસ્કારની આ પરંપરા ધાર જિલ્લાના તિરવા બ્લોકના ભુંવાદા ગામની છે. અહીં ગામમાં વૃદ્ધોના નિધનની ઉજવણી કરવામાં આવે છે.
ગામના 103 વર્ષના વૃદ્ધ જામુ ભંવરનું રવિવારે નિધન થયું છે. થોડા દિવસ પહેલાં એક બળદે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થવાને કારણે ઉંમરવાળા જામસિંહને રિકવરી ના આવી. ઘરે જ તેમનું નિધન થયું. આ વૃદ્ધની અંતિમ યાત્રા ગામથી કાઢવામાં આવી હતી. સ્મશાન ઘાટ સુધીની અંતિમ યાત્રામાં ઢોલ-નગારાં વગાડવામાં આવ્યાં હતાં.
વૃદ્ધની ઉંમરના નિધનની ઉજવણી કરાય છે
સામાજિક કાર્યકર્તા વિજય ચોપડાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની આ ઐતિહાસિક પ્રથા છે. સમાજ ઉંમરવાળી વ્યક્તિ પંચતત્ત્વમાં વિલીન થતાં તેની ઉજવણી કરે છે. આ પ્રથા વર્ષોથી ચાલે છે. અંતિમ યાત્રા વખતે ઘરમાંથી અનાજ, કુહાડી, તાંબાની થાળી, લોટો અને ચાંદીના દાગીના અર્થીમાં મુકવામાં આવે છે.
આ રીતે મૃતકને બંધનોમાંથી મુક્ત કરાય છે
અગ્નિસંસ્કાર સમયે ચાર ઊંધા ફેરા લઈને દરેક ગાઢને કુહાડીથી કાપવામાં આવે છે અને આ રીતે મૃતકને દરેક બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે. અગ્નિસંસ્કાર સંપૂર્ણ રીતે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે. અગ્નિસંસ્કાર પછી તીરથ ભોજન કરાવાય છે. એ લોટ અને ગોળમાંથી બનાવવામાં આવે છે.
મહુવાના અર્કની ધાર કરીને અંતિમ વિદાય
ચોપડાના જણાવ્યા પ્રમાણે નુક્તા ઘાટા (મરણ પછીનું ભોજન) લોકો તેમની સુવિધા પ્રમાણે કરે છે. 12 દિવસમાં કે 12મા દિવસે જ કરવાનો કોઈ ચોક્કસ રીત-રિવાજ નથી. તે ગમે ત્યારે કરી શકાય છે. અહીં વૃદ્ધના મરણમાં મહુવાના અર્કની ધાર કરીને અંતિમ વિદાય આપવામાં આવે છે. સમાજની મહિલાઓ દ્વારા જીવ વાલ્વનાની આખા ગાથાનું મૌખિક ગીતો દ્વારા વર્ણન કરવામાં આવે છે, એનું વર્ણન દુનિયાના કોઈ પુસ્તકમાં મળશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.