તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Film Shooting Is Like 5G Trial, 'Cow' Instead Of Camera, 'Volunteer' Instead Of Actor

ભાસ્કર વિશેષ:ફિલ્મ શૂટિંગ જેવી હોય છે 5જી ટ્રાયલ, કેમેરાની જગ્યાએ ‘કાઉ’, કલાકારની જગ્યાએ ‘વૉલેન્ટિયર’

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સ્કન્દ વિવેક ધર
  • કૉપી લિંક
  • ટેલિકોમ કંપનીઓ દેશમાં કેવી રીતે કરી રહી છે નવી ટેક્નિકના ટ્રાયલ
  • આકરી પરીક્ષા: ગરમી હોય કે ઠંડી દરેક ઋતુમાં નેટવર્કની ગુણવત્તા ચકાસાશે

દેશમાં 5જી સર્વિસની ટ્રાયલ ચાલી રહ્યાં છે. શું તમે જાણો છો કે, આ ટ્રાયલ ક્યાં થાય છે? કેવી રીતે થાય છે? દેશમાં ચાલતી 5જી ટ્રાયલ સાથે સંકળાયેલી ટેલિકોમ કંપનીઓના અધિકારીઓએ નામ જાહેર નહીં કરવાની શરતે ભાસ્કરને આ માહિતી આપી હતી. આવો જાણીએ, 5જી ટ્રાયલ સાથે સંકળાયેલી માહિતી, જે અત્યાર સુધી ફક્ત કંપનીઓ સુધી સીમિત હતી. આ ટ્રાયલ અને ફિલ્મ શૂટિંગમાં ફર્ક એટલો જ છે કે, શૂટિંગનો દાયરો અમુક મીટરનો હોય છે, જ્યારે 5જીનો દાયરો એક કિ.મી. સુધીનો. કંપની ટ્રાયલ માટે અડધાથી એક કિ.મી. સુધીના વ્યાસનો વિસ્તાર ચિહ્નિત કરે છે.

શું છે કાઉ... તે એક પ્રકારની ટ્રક છે, જેના પર મોબાઈલ ટાવર લાગ્યા હોય છે. તે નક્કી કરેલા વિસ્તારમાં જુદા જુદા સ્થળે લઈ જવાય છે.

રસ્તાથી લિફ્ટ સુધી ઉપયોગ
કાઉ લગાવ્યા પછી જે તે વિસ્તારમાં વાસ્તવિક દુનિયા ઊભી કરાય છે. વોલેન્ટિયર પાસે 5જી સિમ ધરાવતા ફોન હોય છે. હકીકતમાં કંપનીઓ ટ્રાયલ વખતે એ જોવા ઈચ્છે છે કે, 5જી સર્વિસનો જે પણ સંભવિત ઉપયોગ થવાનો છે, તેમાં મુશ્કેલી ના આવે.

આખરે કેમ આવો માહોલ બનાવાય છે
પરીક્ષણ કરાતું હોય એવા વિસ્તારમાં આશરે 100 ડિવાઈઝ હોય છે. તેમાં ગરમી, ઠંડી, વરસાદ વગેરમાં નેટવર્કની ગુણવત્તા પારખવાની હોય છે. શહેર, ગામ અને કસબાના વાતાવરણમાં પણ 5જી પરીક્ષણ કરાય છે, જેથી દરેક પરિસ્થિતિમાં 5જી સર્વિસના પ્રમાણિક પુરાવા મળી શકે. એ પછી કોમર્શિયલ લૉન્ચિંગની મંજૂરી મળે છે.અન્ય સમાચારો પણ છે...