• Gujarati News
  • National
  • Filled To The Brim With Milk, The Whole House Swirled, Head Wandering Against The Wall

બિલાડીનું માથું બરણીમાં ફસાયું:દૂધ પીવા જતાં ભરાઈ ગઈ, આખાં ઘરમાં ઘુમરા માર્યા, દીવાલમાં માથાં ભટકાવ્યાં

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં એક ઘરમાં દૂધ પીવા માટે પ્રવેશેલી બિલાડીનું માથું સ્ટીલની બરણીમાં ફસાઈ જતાં મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. ત્યાર બાદ બિલાડી લાંબા સમય સુધી ઘરમાં ભટકતી રહી. મકાન માલિકે બિલાડીનું માથું બહાર કાઢતાં જ તે ખૂબ જ ઝડપથી દોડીને ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટના નર્મદાપુરમ શહેરના કોઠીબજાર વિસ્તારમાં રહેતા સંદીપ મિશ્રાના ઘરે બની હતી. બિલાડી દૂધની બરણીમાં માથું નાખીને દૂધ પી રહી હતી, તે દરમિયાન તેનું માથું અંદર ફસાઈ ગયું હતું. બિલાડીએ તેનું માથું બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે તેને બહાર કાઢી શકી નહોતી. જે પછી તે બરણી સાથે ઘરમાં માથું અથડાવીને રૂમની આસપાસ ફરતી હતી.

જ્યારે બરણીમાંથી બિલાડીનું માથું ન નીકળ્યું ત્યારે સંદીપ મિશ્રા અને તેના પાડોશીએ સમજણ બતાવીને તેનું માથું બહાર કાઢ્યું. ત્યાર બાદ બિલાડીએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ ઘરની બહાર દોડી ગઈ. આ દૃશ્યો જોવા માટે ઘરમાં લોકોની ભીડ જામી ગઈ હતી.