તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Filed Another FIR Against Twitter Indiana MD; UP Police Reached The Supreme Court Against The Relief Granted By The High Court In The Last Case

ટ્વિટર સામે વિવાદ વધ્યો:ટ્વિટર ઈન્ડિયાના MD સામે બીજી FIR દાખલ; ગયા કેસમાં હાઇકોર્ટથી મળેલી રાહત સામે UP પોલીસ સુપ્રીમ કોર્ટ પહોંચી

3 મહિનો પહેલા
  • ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં બજરંગ દળના નેતાએ ટ્વિટર ઇન્ડિયાના એમડી સામે ફરિયાદ નોંધાવી
  • ટ્વિટરે પોતાના નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દેશમાં દર્શાવ્યા હતા

ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરી સામે ઉત્તરપ્રદેશમા વધુ એક FIR નોંધાવવામાં આવી છે. ટ્વિટરની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો દર્શાવવા બાબત અંગે બુલંદ શહેરમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે વિવાદ વધતો જોઈને ટ્વિટરે સોમવારે પોતાની ભૂલ સુધારી દીધી હતી, પરંતુ આ પહેલાં દર્શાવવામાં આવેલા નકશામાં તેણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દેશમાં બતાવ્યા હતા.

ટ્વિટર ઈન્ડિયાના MD સામે વધુ એક FIR
મનીષ માહેશ્વરી સામે UPના બુલંદ શહેરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે બજરંગદળના નેતા પ્રવીણ ભાટી તરફથી ફરિયાદ કરવામાં આવી છે. નવા IT નિયમો બાબતે પહેલેથી જ ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્વિટર સામે ઉત્તરપ્રદેશમાં આ મહિને આ બીજી FIR નોંધાઈ છે. આ પહેલાં નોંધાયેલા એક કેસમાં માહેશ્વરીને ગયા સપ્તાહે કર્ણાટક હાઇકોર્ટ દ્વારા રાહત મળી ગઈ હતી, પરંતુ UP પોલીસે તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ પહેલાં ગાઝિયાબાદ પોલીસે માહેશ્વરીને 17 જૂને નોટિસ ફટકારીને 7 દિવસની અંદર રજૂ થવા માટે સમન્સ પાઠવ્યું હતું. આ કેસ એક મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્ર વર્તન સંબંધિત હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ માહેશ્વરી સહિત 9 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ તમામ પર આરોપ છે કે ઘટનાને ખોટી રીતે રજૂ કરી સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.

જોકે આ મામલે માહેશ્વરીને ગયા અઠવાડિયે કર્ણાટક હાઈકોર્ટથી રાહત મળી છે. કોર્ટે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બેંગલુરુમાં રહેતા માહેશ્વરીને UP જવાની જરૂર નથી. જો UP પોલીસ તેમની પૂછપરછ કરવા માગે છે તો તેઓ એ વર્ચ્યુઅલ રીતે કરી શકે.

હવે UP પોલીસ અને ટ્વિટર સામ-સામે
કર્ણાટક હાઇકોર્ટના આ આદેશને UP પોલીસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ સાથે જ માહેશ્વરી પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ નોંધાવી કહ્યું છે કે UP સરકારની પિટિશન લિસ્ટ કરતા સમયે તેમના પક્ષને પણ સાંભળવો જોઈએ.

ટ્વિટરે ગયા અઠવાડિયે IT મંત્રીનું હેન્ડલ બ્લોક કર્યું હતું
​​​​​​​ટ્વિટરે આઈટીમંત્રી રવિશંકર પ્રસાદના હેન્ડલને શુક્રવારે સવારે એક કલાક માટે બોલ્ક કરી દીધું હતું. આનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે પ્રસાદે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. જોકે બાદમાં ટ્વિટરે ચેતવણી આપતાં રવિશંકર પ્રસાદનું હેન્ડલ ફરીથી ખોલ્યું હતું. આ મુદ્દે સરકાર અને ટ્વિટર વચ્ચે પણ તકરાર સામે આવી હતી.