સિદ્ધુએ કોર્ટમાં કર્યું સરેન્ડર:પટિયાલા જેલમાં કેદ; રોડ રેજ કેસમાં એક વર્ષની સજા કાપશે

પટિયાલાએક મહિનો પહેલા
સરન્ડર કરવા જતા સિદ્ધુ.
  • પ્રિયંકા ગાંધીએ ફોન કરીને સિદ્ધુને હિંમત આપી

રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુને પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. તેઓ સાથે કપડાં ભરેલી બેગ લઈને ગયા છે. કોર્ટમાં સિદ્ધૂને સરેન્ડર કરવાની તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. સિદ્ધુનું માતા કૌશલ્યા હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું. જ્યાં સિદ્ધુએ ઘઉંથી એલર્જીની વાત કરી. તો તેમના પગમાં એક બેલ્ટ પણ બાંધ્યો છે, જેને લઈને પણ તેમના મેડિકલ રેકોર્ડની તપાસ કરવામાં આવી. પોલીસ તેમને પટિયાલા સેન્ટ્રલ જેલ લઈને પહોંચી ગઈ છે. આ તો જેલ છે જ્યાં સિદ્ધુના કટ્ટર વિરોધી વિક્રમ મજીઠીયા ડ્રગ્સ કેસમાં બંધ છે. જો કે સિદ્ધુ કેદી છે અને મજીઠિયા પર હજુ કેસ ચાલી રહ્યો છે.

સિદ્ધુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી. સરેન્ડર દરમિયાન સિદ્ધુએ કોઈની સાથે વાત ન કરી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ક્યૂરેટિવ પિટીશન તાત્કાલિક ધોરણે સાંભળવાનો ઈનકાર કરી દીધો. સિદ્ધુના વકીલને આશા હતી કે બપોર પછી સુપ્રીમ કોર્ટ અર્જન્ટ સુનાવણીની માગ કરશે. જો કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ન થઈ.

કોર્ટમાં સરેન્ડર કરવા જતા નવજોતસિંહ સિદ્ધુ
કોર્ટમાં સરેન્ડર કરવા જતા નવજોતસિંહ સિદ્ધુ

આ પહેલા સિદ્ધુના વકીલ અભિષેક મનુ સિંઘવીની પિટીશન પર જસ્ટિસ એ એમ ખાનવિલકરે કહ્યું કે અમે ચીફ જસ્ટિસની પાસે આ મામલાને મોકલી રહ્યાં છે, તેઓ જ આ મામલા પર ચુકાદો આપશે. સિદ્ધુએ સ્વાસ્થ્યનું કારણ આપીને કોર્ટ પાસે એક સપ્તાહનો સમય કોર્ટ પાસે માંગ્યો હતો. સિદ્ધુની અરજી પર જો આજે સુનાવણી ન થઈ તો તેણે 10 જુલાઈ સુધી રાહત મળશે નહિ. કારણ કે કોર્ટમાં 23 મેથી જુલાઈ 10 સુધી ઉનાળાનું વેકેશન છે. આ દરમિયાન માત્ર અરજન્ટ મેટર પર જ સુનાવણી થાય છે.

પંજાબમાં કોંગ્રેસના નેતાઓએ સિદ્ધુનો સાથ છોડી દીધો હતો. જોકે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જ સિદ્ધુને ફોન કર્યો છે. તેમણે સિદ્ધુને ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસ તેમની સાથે છે. તેમણે સિદ્ધુને મજબુત રહેવા માટે આશ્વાસન આપ્યું છે. સિદ્ધુને કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના નજીકના વ્યક્તિ કહેવામાં આવે છે.

ક્યૂરેટિવ પિટિશન શું હોય છે?
ક્યૂરેટિવ પિટિશન કોઈ પણ આરોપીને રાહત આપવાનો અંતિમ રસ્તો છે. તેમાં સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 142નો ઉપયોગ કરે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સપા નેતા આઝમ ખાનને ઈન્ટરીમ જામીન આપવા અને રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિતને છોડવા માટે આ આર્ટિકલનો ઉપયોગ કર્યો હતો. તેમાં સુપ્રીમ કોર્ટ કોઈ પણ વિચારાધીન મામલામાં પોતાની શક્તિનો ઉપયોગ કરીને ચુકાદો આપે છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સિદ્ધુની સજાને એક વર્ષ વધારી દીધી છે. બીજી તરફ, સિદ્ધુના સરન્ડરના સમયે સમર્થકોને બોલાવી લેવામાં આવ્યા છે. પટિયાલા જિલ્લા કોંગ્રેસના નેતા નરેન્દ્રપાલ લાલીએ પાર્ટી વર્કરોને આ બાબતનો મેસેજ પણ મોકલ્યો છે. સિદ્ધુ હાલ પોતાના પટિયાલાવાળા ઘરમાં છે, જ્યાં તેમના સમર્થક કોંગ્રેસનેતા પહોંચવા લાગ્યા છે.

હાઈકોર્ટથી સેશન કોર્ટ પહોંચશે ઓર્ડર
સુપ્રીમ કોર્ટે સિદ્ધુને કરેલી 1 વર્ષની સજાનો ઓર્ડર પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચશે. ત્યાંથી એને પટિયાલાની જિલ્લા અને સેશન કોર્ટમાં મોકલવામાં આવશે. સિદ્ધુ પોતે સરન્ડર કરશે તો બરાબર છે, નહિતર સંબંધિત પોલીસ સ્ટેશનને તેની ધરપકડ કરવા માટે કહેવામાં આવશે.

પીડિત પરિવારે કહ્યું- અમે સંતુષ્ટ છે
મૃતક ગુરુનામ સિંહના પરિવારે કહ્યું હતું કે તેઓ આ ચુકાદાથી સંતુષ્ટ છે. તેમની પત્ની પરવીન કૌરે કહ્યું હતું કે 34 વર્ષની લડાઈમાં ક્યારેય તેમનું મનોબળ તૂટ્યું નથી. તેમણે ક્યારેય સિદ્ધુ એક ક્રિકેટર કે નેતા છે એ બાબત પર ધ્યાન આપ્યું નથી. અમારું લક્ષ્ય માત્ર સિદ્ધુને સજા કરાવવાનું હતું. એમાં અમે સફળ રહ્યા છીએ.

સિદ્ધુને પંજાબ સરકારે 45 પોલીસકર્મચારીને સિક્યોરિટી આપી હતી. સજા જાહેર થયા બાદ એ પણ પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે તેણે ચુકાદાને લઈને માત્ર 'નો કોમેન્ટ્સ' કહ્યું. ટ્વીટની મદદથી તેમણે જરૂરથી પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે તેમને કોર્ટનો ચુકાદો માન્ય છે.

24 પાનાંના ઓર્ડરમાં સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સજાના 24 પેજના ઓર્ડર પર સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કર્યો.
“यथावयो यथाकालं यथाप्राणं च ब्राह्मणे।
प्रायश्चितं प्रदातव्यं ब्राह्मणैर्धर्धपाठकै:।।
येन शुद्धिमवाप्रोति न च प्राणैर्विज्युते।
आर्ति वा महती याति न चचैतद् व्रतमहादिशे।।''
જેનો અર્થ થાય છે 'પ્રાચીન ધર્મશાસ્ત્ર પણ કહે છે કે પાપીને તેની ઉંમર, સમય અને શારીરિક ક્ષમતા મુજબ સજા આપવી જોઈએ. સજા એવી પણ ન હોય કે તે મરી જાય, પણ દંડ તો તેને સુધારવા અને તેના વિચારોને શુદ્ધ કરનારા હોય. પાપી કે ગુનેગારના પ્રાણને સંકટમાં નાખનારી સજા ન આપવી યોગ્ય છે.' સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એમ પણ કહ્યું હતું કે એમાં 2 વિચાર સંભવ નથી. સામાન્ય સજા ગુનાના પીડિતને અપમાનિત અને નિરાશ કરે છે. SCએ કહ્યું હતું કે સિદ્ધુને માત્ર દંડ કરવો અને સજા ન આપવી એવી દયા દેખાડવાની જરૂર નથી.

સુનાવણી સમયે સિદ્ધુ હાથીની સવારી કરી રહ્યા હતા
આ મામલે જે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સજા સંભળાવવામાં આવતી હતી એ સમયે સિદ્ધુ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. સિદ્ધુએ હાથી પર બેસીને પ્રદર્શન કરી રહ્યાહતા. સપ્ટેમ્બર 2018માં તેમણે સજા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

27 ડિસેમ્બર 1988ના રોજ વૃદ્ધ સાથે ઝઘડો થયો હતો
સિદ્ધુ વિરુદ્ધ રોડ રેજનો મામલો વર્ષ 1988નો છે. સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સેશન કોર્ટે નિર્દોષ છોડ્યો, હાઈકોર્ટે કરી સજા
એ પછીથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને પુરાવાનો અભાવ હોવાનું કહીને 1999માં નિર્દોષ છોડ્યો હતો. એ પછીથી પીડિત પક્ષ સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ મામલામાં નવજોત સિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરી હતી.

સુપ્રીમ કોર્ટે દંડ કરીને છોડી દીધો હતો
હાઈકોર્ટે કરેલી સજા વિરુદ્ધ નવજોત સિંહ સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદા વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. એમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...