• Gujarati News
  • National
  • Fighting Between ABVP And Left Coalition Students, 15 Injured; Accusations Leveled At Both Parties

JNUમાં ફરી હિંસા:વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી; વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને બબાલ, 15 ઘાયલ, ત્રણની હાલત ગંભીર

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • ABVP અને ડાબેરી ગઠબંધનના વિદ્યાર્થીઓ વચ્ચે રવિવારની રાત્રે ઘર્ષણ થયું
  • ઘાયલોની નવી દિલ્હી ખાતે આવેલી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના સભ્યો અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન(આઈસા) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા(SFI)ની વચ્ચે મારામારી થઈ હતી. એમાં લગભગ 12 વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે.

ઘટના યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં બની
સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યોના જણાવ્યા અનુસાર, મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની હાલ નવી દિલ્હી ખાતે આવેલી એઇમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગેની ફરિયાદ દિલ્હીમાં પોલીસમાં કરવામાં આવી છે. ઘટના લગભગ રવિવારે 10 વાગ્યે યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં થઈ હતી. બંને પક્ષોના સભ્યો એકબીજા પર હિંસા શરૂ કરવા અંગેના આરોપ લગાવી રહ્યા છે.

લેફ્ટ સંગઠનો પર પહેલાં પણ લાગ્યા છે મારપીટના આરોપ
ઉલ્લેખનીય છે કે JNUમાં આ કોઈ પ્રથમ વખત હિંસા થઈ નથી. JNUમાં પહેલાં પણ ઘણા વિવાદ થયા છે. આ પહેલાં 6 જાન્યુઆરી 2020ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના વિદ્યાર્થીઓએ લેફ્ટ સંગઠનોને મારામારી માટે જવાબદાર ઠેરવ્યા હતા. JNUમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ આવ્યા છે. આ તમામ ABVPના મેમ્બર્સ હતા. તેમણે લેફ્ટ સંગઠનો પર મારામારી કરવાના આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે લડાઈ વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે પીસ માર્ચના બહાના હેઠળ 700 લોકો(લેફ્ટ સંગઠનો) એકત્રિત થયા હતા અને તેમણે જ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી રજિસ્ટ્રેશનમાં વિલંબ થાય.

અન્ય સમાચારો પણ છે...