તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Fight Between AAP And BJP Corporators, Shoes And Slippers In East Delhi Municipal Corporation Office

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદા પર ખાસડાં વોર:AAP અને ભાજપના કોર્પોરેટર વચ્ચે મારામારી, પૂર્વી દિલ્હી નગર નિગમની ઓફિસમાં ફેંકાયા જૂતાં-ચંપલ

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પૂર્વી દિલ્હી નગર નિગમની ઓફિસમાં હોબાળા દરમિયાન AAPના કોર્પોરેટર મોહની જીનવાલ હાથમાં ચંપલ પકડીને જોવા મળી. - Divya Bhaskar
પૂર્વી દિલ્હી નગર નિગમની ઓફિસમાં હોબાળા દરમિયાન AAPના કોર્પોરેટર મોહની જીનવાલ હાથમાં ચંપલ પકડીને જોવા મળી.

પૂર્વી દિલ્હીની નગર નિગમની ઓફિસમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કોર્પોરેટરે જોરદાર હોબાળો કર્યો. બંને પક્ષ વચ્ચે ખાસડાં એટલે જૂતાં-ચંપલ ઉછળતા જોવા મળ્યાં. ન્યૂઝ એજન્સી મુજબ કોર્પોરેટ ફંડની હેરાફેરી અને કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યાં હતા. ત્યારે તેમની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. રિપોટ્સ મુજબ કોર્પોરેટ પર ગૃહની કાર્યવાહીને ખોરંભતા એકશન લેવામાં આવ્યા છે.

વીડિયોમાં કેટલાંક કોર્પોરેટર હાથમાં ચંપલ તો કેટલાંક જૂતાં લહેરાવતા હતા. ભાજપના કોર્પોરેટરે 'કેજરીવાલ શરમ કરો અને નિગમના પૈસા રિલીઝ કરો'ના સૂત્રોચ્ચારો લગાવ્યા હતા.

AAPએ લગાવ્યો કૌભાંડનો આરોપ
મીડિયા રિપોટ્સ મુજબ ભાજપ શાસિત ઉત્તરી નગર નિગમમાં કથિત રીતે 2500 કરોડ રૂપિયાની હેરાફેરીને લઈને AAP કોર્પોરેટર હોબાળો કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ ઓફિસમાં બેનર દેખાડી રહ્યાં હતા અને સૂત્રોચ્ચારો પણ કરી રહ્યાં હતા. તેમની માગ છે કે સમગ્ર કેસની CBI તપાસ કરાવવામાં આવે.

ભાજપે લગાવ્યો કર્મચારીઓને પગાર ન આપવાનો આરોપ
ભાજપના કોર્પોરેટર્સે દિલ્હી સરકાર પર નિગમના કર્મચારીઓને સેલેરી ન આપી હોવાનો આરોપ લગાવ્યો. તેઓએ જણાવ્યું કે દિલ્હી સરકાર નિગમ કર્મચારીઓની સેલેરીના પૈસા રિલીઝ નથી કરી રહ્યાં. ભાજપના કોર્પોરેટર્સે પણ દિલ્હી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે મારામારી પણ થઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો