તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fierce Fire At Sanitizer Factory In Pune, Killing 8 Women Workers; Many People Are Trapped

મહારાષ્ટ્રમાં અગ્નિકાંડ:પુણેની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 15 મહિલા સહિત 17 કર્મચારીનાં મોત; 20 લોકોને બચાવાયા

પુણે18 દિવસ પહેલા
ફેક્ટરીમાંથી નીકળી રહેલો ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો.
  • આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, બચાવ કામગીરી ચાલી રહી છે
  • આ ઘટના બન્યા બાદ ફેક્ટરીનો માલિક ભાગી ગયો

પુણેના પિરંગુટ MIDC વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી એક ફેક્ટરીમાં સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગને લીધે ફેક્ટરીમાં ફસાયેલી 37 પૈકી 15 મહિલા કર્મચારી સહિત 17 લોકોના મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેક્ટરમાંથી નિકળેલો ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર SVS નામની આ કેમિકલ ફેક્ટરીમાં ક્લોરિન ડાયોક્સાઈડ બનાવવામાં આવતું હતું. કોરોના સંક્રમણ દરમિયાન સેનિટાઈઝરનું પ્રોડક્શન કરાઈ રહ્યું હતું. દુર્ઘટના પછી માલિક ફરાર થઈ ગયો છે.

બચાવ કાર્યવાહી હાથ ધરાઈ
ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. SVS કેમિકલ્સ નામની ફેક્ટરીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે બચાવની કાર્યવાહીમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધુમાડાના સંપર્કમાં આવેલો મજૂર ફેક્ટરીની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

ફેક્ટરીમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે
ફેક્ટરીમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે

જોકે, આગ કેવી રીતે લાગી તે અંગે સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. જોકે એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટ એક મોટું કારણ હોઈ શકે છે.

ફેક્ટરના અનેક ભાગોને તોડી ફાયર બ્રિગેડે કર્મચારીઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો
ફેક્ટરના અનેક ભાગોને તોડી ફાયર બ્રિગેડે કર્મચારીઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો

ક્લોરીન ડાયોક્સાઈડ શું હોય છે?
ક્લોરીન ડાયોક્સાઈડને ડિસ્ટિલ વોટરમાં સોડિયમ ક્લોરાઈડ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ સાફ-સફાઈનું કામ હાથ ધરાયું છે. નામ જોવા જઈએ તો આ ક્લોરીન અને બ્લીચની આસપાસ જણાઈ રહ્યું છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ એક જંતુનાશક છે, જેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. આનો વપરાશ ખાવા-પીવામાં કરવામાં આવતો નથી. ક્લોરીન ડાયોક્સાઈડને જો પીવામાં આવે તો ગંભીર આડઅસરો થઈ શકે છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...