પટનાના અગમકુઆ વિસ્તારના એક ઘરમાં સાસુ-વહુની વચ્ચે જોરદાર મારામારી થઈ. આ મારામારીની ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાંથી મળેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે ઘરના રસોડા અને ફળિયામાં સાસુ-વહુ વચ્ચે મારામારી થઈ હતી. વહુએ સાસુને એ હદે મારી કે તે ચક્કર ખાઈને જમીન પર પડી જાય છે. સાસુને થોડીવારમાં ભાન આવ્યું તો ફરી બન્ને બાખડી પડી અને વહુએ વધુ એક વખત માર માર્યો.
વહુ સાસરીમાં રહીને છૂટાછેડાનો કેસ લડી રહી છે
પ્રાપ્ત માહિતી મૂજબ અગમકુઆ વિસ્તારમાં સૌરવ કુમાર નામનો સોફ્ટવેર એન્જિનિયર રહે છે. વર્ષ 2018માં તેના લગ્ના રજની કુમારી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. વાત વણસી તો છૂટાછેડા સુધી પહોંચી ગઈ. હાલમાં તે સામે થઈને સાસરીમાં રહે છે છૂટાછેડાનો કેસ લડી રહી છે. તેના સાસુ-સસરા એજ મકાનમાં ઉપર-નીચે રહે છે.
સાસુ-વહુ વચ્ચે સંપત્તિને લઈ વિવાદ ચાલે છે
વીડિયો ગત 1 માર્ચના દિવસનો છે. વહુ બળજબરીથી સાસુ કવિતા દેવીના રસોડામાં ઘૂસી સામન લેવા લાગી. આ દરમ્યાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ. બન્ને પક્ષોએ પોત પોતાના ફલોર CCTV પર લગાવેલા છે. આ ઘટના બાદ સાસુએ અગમકુઆ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. પોલીસ અધિકારી અભિજીત કુમારે બતાવ્યું કે સાસુ-વહુની વચ્ચે સંપત્તિને લઈ ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સાસુએ પોતાની વહુ વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.