• Gujarati News
  • National
  • Fellow Passengers Rescue Passengers Trapped Under Train Wheels, Forget Their Own Pain And Run To Help Others

જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનાની VIDEO સ્ટોરી:ટ્રેનનાં પૈડાં નીચે ફસાયેલા યાત્રિકોને સાથીઓએ બચાવ્યા, પોતાનું દર્દ ભૂલીને બીજાની મદદ કરવા દોડ્યા

12 દિવસ પહેલા

જલપાઈગુડીમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યારસુધીમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં યાત્રી એકબીજાની મદદ કરતા જોવા મળે છે. રેસ્ક્યૂ ટીમ પણ સતત બચાવકાર્યમાં વ્યસ્ત છે.

દુર્ઘટનાનો એક વીડિયો રૂંવાડાં ઊભાં કરી દેતો છે, જેમાં ટ્રેનનાં પૈડાં નીચે ફસાયેલા એક યાત્રિકને બીજા યાત્રિક ખેંચીને બહાર કાઢી રહ્યા છે. એ બાદ પણ એક યાત્રિક ફસાયેલો રહે છે. રિપોટ્સ મુજબ ડબ્બામાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટે ગેસ-કટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

વાંચોઃ બંગાળના જલપાઈગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી; અનેક યાત્રિકો ફસાયા, અંધારું હોવાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી

VIDEOમાં જોવા મળ્યા અનેક ગંભીર રીતે ઘાયલ
એક અન્ય વીડિયોમાં રેસ્ક્યૂ ટીમનો એક મેમ્બર ડબ્બા પર જોવા મળ્યો. આ ઉપરાંત અનેક યાત્રી પણ બારી અને દરવાજાના રસ્તે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. ટ્રેનના મોટા ભાગના યાત્રી દુર્ઘટનાની જગ્યાએ પોતાના સામાનની સાથે બેઠેલા જોવા મળ્યા. વીડિયોમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ દેખાયા.

2 ડબ્બા તળાવમાં પણ પડ્યા
દુર્ઘટના જલપાઈગુડીના દોમોહોની અને મૈનાગુડી વચ્ચે ઘટી હતી. નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયરના અધિકારી ગુનીત કૌરે જણાવ્યું હતું કે 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા, જેમાંથી 2 જેટલા ડબ્બા તળાવમાં પણ પડી ગયા હતા. રેસ્ક્યૂમાં રેલવે પોલીસ, NDRF અને સ્થાનિક પોલીસ ઉપરાંત સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...