મધ્યપ્રદેશ:બેરોજગારીથી કંટાળીને પિતાએ 8 વર્ષના એકના એક દીકરાને નદીમાં ડૂબાડ્યો, ચોકીએ જઇને કહ્યું- વંશ ખતમ કરવા દીકરાનો જીવ લીધો

બાલાઘાટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાએ ગુનો કબૂલ્યો ત્યારબાદ પોલીસે નદીમાંથી તેના દીકરાનો મૃતદેહ કબજે કર્યો હતો - Divya Bhaskar
પિતાએ ગુનો કબૂલ્યો ત્યારબાદ પોલીસે નદીમાંથી તેના દીકરાનો મૃતદેહ કબજે કર્યો હતો
  • દીકરીના જન્મદિવસ પર કેક લેવાના બહાને દીકરાને સાથે લઇને ઘરેથી નિકળ્યો હતો, નદીએ લઇ જઇને ડૂબાડી દીધો
  • આરોપી પિતાએ પોલીસને કહ્યું- બાળકોનો ઉછેર કરવા માટે મારી પાસે કંઇ નથી

બાલાઘાટ મધ્યપ્રદેશના બાલાઘાટમાં શુક્રવારે કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. બેરોજગારીથી કંટાળીને એક પિતાએ વંશ ખતમ કરવા માટે 8 વર્ષના એકના એક દીકરાને વેનગંગા નદીમાં ડૂબાડીને મારી નાખ્યો. ત્યારબાદ આરોપી ઘરે ગયો અને આ ઘટના વિશે પત્નીને જણાવ્યું અને પોલીસ ચોકીએ સરેન્ડર કરવા પહોંચી ગયો. 

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પિતાનું નામ સુનીલ જાયસવાલ છે. તે સરસ્વતીનગર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. સુનીલે ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેની પાસે કોઇ કામ ધંધો ન હતો તેથી પરિવારનું ગુજરાન ચલાવી શકતો ન હતો. તેથી દીકરાને ખતમ કરી નાખ્યો. પોલીસે નદીમાંથી તેના દીકરા પ્રતિકનો મૃતદેહ કબજે કરી લીધો છે. 

આરોપી પિતા
આરોપી પિતા

દીકરીનો બર્થ ડે હતો , કેક લેવા દીકરાને સાથે લઇ ગયો
પોલીસ ચોકી ઇન્ચાર્જ વિજયસિંહ પરસ્તે પ્રમાણે ઘટના પાછળ આરોપીની બેરોજગારીનું કારણ સામે આવ્યું છે. પરિવારજનોના કહ્યા પ્રમાણે કામ ન મળવાના લીધે આરોપી ટેન્શનમાં રહેતો હતો. શુક્રવારે તેની દસ વર્ષની દીકરીનો જન્મદિવસ હતો. તેના માટે કેક લેવાની વાત કહીને તે દીકરાને ઘરેથી લઇ ગયો હતો. 

અન્ય સમાચારો પણ છે...