તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fear Of Vaccines Hid In The House Like An Ex child, The Legislator Also Had To Be Persuaded

સોયનો ડર:વેક્સિનના ડરથી માજી બાળકની જેમ ઘરમાં છૂપાઈ ગયા, ધારાસભ્યએ પણ મનામણા કરવા પડ્યા

19 દિવસ પહેલા

આ વીડિયો ઉત્તર પ્રદેશના ઇટાવાના ચાંદપુરનો છે. જુઓ આ વૃદ્ધા કેવી રીતે બાળકોની જેમ ડ્રમની પાછળ છુપાયેલા છે. પરિવારજનો તેમને બોલાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પણ વૃદ્ઘા બહાર નીકળતા નથી. આ વૃદ્ધા સોઈથી ડરી રહ્યા છે, તેમને એવો ડર છે કે, વેક્સિન આપવાથી તાવ આવી જશે. આ વૃદ્ધાને વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે આવી હતી. આ ટીમ સાથે ખુદ ધારાસભ્ય પણ આવ્યા હતાં. પણ, વૃદ્ધાને વેક્સિન લેવી જ નથી. કેમ કે, વૃદ્ધાને ડર છે વેક્સિન લીધા પછી તેમને તાવ આવી ગયો તો? મહત્ત્વનું છે કે, આ ગામમાં ધારાસભ્ય દ્વારા વેક્સિનેશન કરાવવામાં આવી રહ્યું છે. મહિલા ધારાસભ્ય આરોગ્યની ટીમ સાથે લોકોના ઘરે જઈ વેક્સિનેશન કરાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...