• Gujarati News
  • National
  • Fear Of Congress Splitting Within The Party, Preparations To Take Some Candidates From Bihar To Rajasthan

રાજનીતિ:કોંગ્રેસને પાર્ટીની અંદર ગાબડાં પડવાનો ડર, બિહારના કેટલાક ઉમેદવારોને રાજસ્થાન લઈ જવાની તૈયારી

પટનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલા સતત કરી રહ્યા છે મોનિટરિંગ. - Divya Bhaskar
કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલા સતત કરી રહ્યા છે મોનિટરિંગ.
  • રાજસ્થાનના બે મંત્રી રાજેન્દ્ર યાદવ અને રઘુ શર્મા પટના પહોંચી ચૂક્યા છે, ઝારખંડના મંત્રી પન્ના ગુપ્તા પણ બિહારમાં છે.
  • બીજી પાર્ટીમાથી આવેલા ઉમેદવારો પર કોંગ્રેસની નજર

કોંગ્રેસને તે વાતની આશંકા છે કે તેના ઘણાં નેતા ચૂંટણી પરિણામ આવતા જ નવી રમત રમી શકે છે, અથવા તો વિરોધીઓની રાજનીતિના શિકાર થઈ શકે છે. આ બાબતનો ખ્યાલ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ છે. આ માટે પાર્ટીએ પહેલા રાષ્ટ્રીય મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલા અને ચૂંટણી સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડેની બિહારમાં તૈનાત કરી રાખ્યા છે.

બીજી પાર્ટીમાંથી આવેલા નેતાઓ પર નજર
હવે અંદરથી સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનના 15 નેતાઓને બિહારની કમાન સોંપવામાં આવી છે અને બિહારના 10થી 15 નેતાઓને મતગણતરી કેન્દ્ર પરથી જ ઉઠાવી લેવાનું પ્લાનિંગ છે. આ નેતાઓને બિહારથી ગણા દૂર રાજસ્થાન લઈ જવાનું પ્લાનિંગ છે. કોંગ્રેસની નજર આમ તો 10-15 નેતાઓ પર છે, જે બીજી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. બિહારમાં ઝારખંડના મંત્રી પન્ના ગુપ્તા, રાજસ્થાનના બે મંત્રી રાજેન્દ્ર યાદવ અને રઘુ શર્મા, ઉત્તરાખંડના હરિદ્વારના ધારાસભ્ય કાજી નિજમુદ્દીન અને પંજાબના ધારાસભ્ય ગુરજીત કોઠારી બિહાર પહોંચી ચૂક્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલના તારણ બાદ કોંગ્રેસ જ નહીં આરજેડી પણ પોતાની પાર્ટીને એકજુથ રાખવા માટે વ્યસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...