તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Fazilka's Lawyer Ate The Place On The Tiki Border On The 32nd Day Of The Dharna, Wrote PM Remained Like A Few People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદા વિરુદ્ધ આક્રોશ:ખેડૂતોના સમર્થનમાં પંજાબના વકીલે આત્મહત્યા કરી, લખ્યું- PM અમુક લોકોના જ થઈને રહી ગયા છે

ફાજિલ્કા/બહાદૂરગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ફાજિલ્કા જિલ્લાની લાધૂકા મંડીના રહેવાસી તરીકે થઈ છે
 • રવિવારે સવારે દિલ્હી-હરિયાણા બોર્ડરથી લગભગ 6 કિમી દૂર પકૌડા ચોક પર ઝેર ખાધું, રોહતક PGIMSમાં અંતિમ શ્વાસ લીધો.

કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતો 32 દિવસથી દિલ્હી બોર્ડર પર છે. પંજાબના સિનિયર એડવોકેટ અમરજિત રાયે દિલ્હીમાં આત્મહત્યા કરી હતી. તેઓ પંજાબના ફઝિલ્કા જિલ્લાના રહેવાસી છે. ટીકરી બોર્ડરથી 5 કિમી દૂર જઈ તેમણે ઝેર ખાઈ લીધું હતું. ઝેર પીને તેમણે તેના ક્લાર્કને માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્રના કૃષિ કેન્દ્રના વિરોધમાં ખેડૂતોના દેખાવને ટેકો આપવા તેઓ જીવ આપી રહ્યાં છે જેથી સરકાર તેમનો અવાજ સાંભળે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હરિયાણાના સંતબાબા રામસિંહે પણ ગોળી મારી આપઘાત કર્યો હતો.

ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી વકીલ અમરજીત સિંહ રાય ધરણામાં સામેલ સાથીઓ સાથે(ફાઈલ)
ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી વકીલ અમરજીત સિંહ રાય ધરણામાં સામેલ સાથીઓ સાથે(ફાઈલ)

આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી અમરજીત સિંહ રાયના રૂપમાં થઈ છે. તે ખેડૂત હોવાની સાથે સાથે વકીલ પણ હતા અને જલાલાબાદ બાર એસોસિએશનના સભ્ય હતા. છેલ્લા એક સપ્તાહથી તે ધરણામાં સામેલ હતા.અમરજીત સિંહ રાયે રવિવારે સવારે દિલ્હી-હરિયાણા બોર્ડરથી લગભગ 6 કિમી દૂર પકોડા ચોક પાસે ઝેર ખાઈ લીધું. સ્થિતિ બગડતા વકીલને રોહતક PGIMS રેફર કરવામાં આવ્યા, પણ ત્યાં તેમનું મોત થઈ ગયું. જેની પુષ્ટી ખેડૂત યૂનિયનના જિલ્લા અધ્યક્ષ સતપાલ કંબોજે કરી, જે રોહતક હોસ્પિટલમાં તેમની સાથે હતા.

વકીલ અમરજીત સિંહ રાય તરફથી અંગ્રેજીમાં ટાઈમ કરવામાં આવેલો વડાપ્રધાનના નામે પત્ર. જેમાં ન્યાય પાલિકાના વિશ્વાસને ગુમાવી ચૂક્યાં હોવાની વાત હાથ વડે લખવામાં આવી છે.
વકીલ અમરજીત સિંહ રાય તરફથી અંગ્રેજીમાં ટાઈમ કરવામાં આવેલો વડાપ્રધાનના નામે પત્ર. જેમાં ન્યાય પાલિકાના વિશ્વાસને ગુમાવી ચૂક્યાં હોવાની વાત હાથ વડે લખવામાં આવી છે.

ટાઈપ કરીને લઈને આવ્યા હતા વડાપ્રધાનના નામે પત્ર
મૃતક વકીલ અમરજીત સિંહે મોતને ગળે લગાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક પત્ર પણ લખ્યો છે. જેમાં અમરજીતે ત્રણ કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા છે. તેમણએ ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમનું બલિદાન આપવાની વાત લખી. વકીલે લખ્યું છે કે વડાપ્રધાન અમુક લોકોના જ થઈને રહી ગયા છે. ત્રણ કૃષિ બિલ ખેડૂત, મજૂર, અને સામાન્ય માણસનું જીવન બરબાદ કરી નાંખશે. ખેડૂત,મજૂર અને સામાન્ય માણસની રોજી રોટી ન છીનવો. મળતી માહિતી પ્રમાણે, પીડિત વકીલ વડાપ્રધાનના માટે આ પત્ર પહેલાથી ટાઈપ કરીને લાવ્યા હતા. જો કે, આ પત્રમાં હાથથી લખવામાં આવ્યું છે કે, ન્યાય પાલિકૈા પણ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.

આ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે

 • કૃષિ કાયદાના વિરુદ્ધ આંદોલનકાર ખેડૂત ગત 26 નવેમ્બરે સોનીપતાન સિંધુ બોર્ડર પર તો 27 નવેમ્બરે બહાદૂરગઢના ટીકરી બોર્ડર પર આવી ગયા હતા. ત્યારપછીથી બન્ને જગ્યાએ મોતનો સિલસિલો યથાવત છે.
 • 28 નવેમ્બરે બહાદૂરગઢના બાઈપાસ પર સહાયક મેકેનિક જનકરાજનું ગાડીમાં જીવતા સળગી જવાથી મોત થયું છે.
 • 28 નવેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ચહલાંવાલી ખ્યાલીના ધન્ના સિંહનું દિલ્હી જતી વખતે રોડ અકસ્માતમાં મોત થઈ ગયું.
 • 29 નવેમ્બરની રાતે તબિયત લથડવાથી ગજ્જનસિંહ, મેવા સિંહનું મોત થયું.
 • 2 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ બચ્છોઆનાના ખેડૂત ગુરજંટ સિંહનું બિમારીના કારણે મોત થયું
 • 5 ડિસેમ્બરે પણ એક ખેડૂતનું મોત થયું હતું, પણ તેની ઓળખ થઈ શકી નથી.
 • 6 ડિસેમ્બરે સિરસાના ડબવાલી વિસ્તારમાં આવેલા ખુઈયાં મલકાના ટોલ પ્લાઝા પાસે છ સાથીઓ સાથે દિલ્હીથી પાછા આવેલ કમલદીપ સિંહ બસમાંથી ઉતરતાની સાથે ચક્કર ખાઈને પડી ગયા. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ નિધન થયું.
 • 8 ડિસેમ્બરે દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં TDI સિટીના સામે સોનીપત જિલ્લાના ગામ બરોદાના રહેવાસી અજય(32)નું મોત ઠંડીના કારણે થયું.
 • 10 ડિસેમ્બરની સવારે ભઠિંડા જિલ્લાના લગભગ 37 વર્ષના જય સિંહનું હાર્ટઅટેકથી મોત થયું
 • 12 ડિસેમ્હર ભઠિંડા જિલ્લાના ગામ લાલેઆનાના ખેડૂત લખવીર સિંહનું હાર્ટઅટેકના કારણે મોત થઈ ગયું
 • 16 ડિસેમ્બરે કરનાલ જિલ્લાના સિંઘડાના રહેવાસી 65 વર્ષીય સંત બાબા રામ સિંહે ગોળી મારીને આપઘાત કરી લીધો.
 • 17 ડિસેમ્બર 2020ની સવારી ભઠિંડા જિલ્લાના ગામ તુંગવાલીના રહેવાસી ખેડૂત જય સિંહનું હાર્ટઅટેકથી મોત
 • 17 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ફતા મલોકાના નવયુવાન ખેડૂત જતિંદર સિંહનું રોડ એક્સિડન્ટમાં મોત.
 • 20 ડિસેમ્બરે ભઠિંડાના રામપુરા ફુલમાં ગુરલાભ સિંહે ઝેર ખાઈ લીધું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ટિકરી બોર્ડર પર ધરણામાંથી પાછા આવ્યા પછી 2 દિવસથી પરેશાન હતા. તેમના છેલ્લા બોલ હતા-ખબર નહીં શું થશે ખેડૂતોનું
 • 24 ડિસેમ્બરે ટીકરી બોર્ડરના ધરણામાં સામેલ કૈથલ જિલ્લાના ગામ સરધાના એક યુવકને હાર્ટ અટેક આવ્યો. પાછા જતા સફીદો પાસે તેને અંતિમ શ્વાસ લીધા.
 • 25 ડિસેમ્બર 2020ની મોડી રાતે ભઠિંડા જિલ્લાના ગામ ભાગીવાંદરના ખેડૂત ગુરપ્યારનું ઠંડીના કારણે મોત થયું.
 • 26 ડિસેમ્બરે આંદોલનથી પાછા આવેલા હોશિયારપુર જિલ્લાના ગામ રડાના ભૂપિંદર સિંહ પુત્ર મોહન સિંહ(48)નું ઘરે પાછા ફરતી વખતે હાર્ટ અટેકથી મોત.
 • 26 ડિસેમ્બરે ગુરદાસપુરના ગામ ગિલ્લાવાલીના રહેવાસી 75 વર્ષીય અમરીક સિંહનું મોત થયું. હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 • આ ઉપરાંત પંજાબ-હરિયાણાના 10 વધુ ખેડૂતોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યાં છે, સાથે હવે ફાજિલ્કાના વકીલ અમરજીત સિંહ રાયે આત્મહત્યા કરી લીધી.
21 ડિસેમ્બરે ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરનાર તરનતારનથી સિંધુ બોર્ડર પહોંચેલી 75 વર્ષના ખેડૂત નિરંજન સિંહ એમ્બ્યુલન્સમાં(ફાઈલ તસવીર)
21 ડિસેમ્બરે ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરનાર તરનતારનથી સિંધુ બોર્ડર પહોંચેલી 75 વર્ષના ખેડૂત નિરંજન સિંહ એમ્બ્યુલન્સમાં(ફાઈલ તસવીર)

થથરતા ખેડૂતોને જોઈને રડી જવાય છે.. લખીને ખેડૂતે ઝેર ખાધું
આ બધાની વચ્ચે 21 ડિસેમ્બરે તરનતારનથી સિંધુ બોર્ડર પહોંચેલા 75 વર્ષના ખેડૂત નિરંજન સિંહે ઝેર ખાઈને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. ખિસ્સામાંથી મળેલી નોટમાં લખ્યું છે, ખેડૂતોને થથરતા જોઈને રડી જવાય છે. સરકાર સાંભળતી નથી અને ખેડૂતોના જીવ જઈ રહ્યાં છે. કુરબાની આપવા માંગું છું. સંયોગથી રોહતક PGIMSમાં તેમનો જીવ બચી ગયો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો