• Gujarati News
  • National
  • Fauji Gave The Terrorist A Chance To Save His Life, Convinced Him To Surrender On Video Call, Killed Him If He Did Not Believe.

આ છે આપણી જિંદાદિલ આર્મી VIDEO:ફૌજીએ આતંકીને જીવ બચાવવાનો મોકો આપ્યો, વીડિયો કોલ પર શરણાગતિ માટે સમજાવ્યો, ન માન્યો તો ઠાર કર્યો

2 મહિનો પહેલા

કાશ્મીરના કુલગામ જિલ્લાના અહવાતુમાં મંગળવારે સાંજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જવાનોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. ખાસ વાત એ છે કે એન્કાઉન્ટર દરમિયાન સેનાના જવાને આતંકીને બોલાવીને સમજાવ્યું અને તેને સરેન્ડર કરવા કહ્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક જવાન આતંકીને સમજાવી રહ્યો છે અને તેને સરેન્ડર કરવા માટે કહી રહ્યો છે. તેની આસપાસ બીજા સૈનિકો ઉભા છે. તે જ સમયે, આતંકવાદી કહી રહ્યો છે કે તે ભારતીય સેનાનું ઘણું સન્માન કરે છે. સેના કાશ્મીરને ખૂબ સમર્થન આપે છે. તેણે કહ્યું- હું મૃત્યુની ખૂબ નજીક છું અને આત્મસમર્પણ કરવા માટે રાજી નથી. તેના થોડા સમય બાદ એન્કાઉન્ટરમાં આતંકી માર્યો ગયો હતો.

આતંકી સાથે 35 સેકન્ડનો વીડિયો કોલ કર્યો હતો
આતંકી સાથે 35 સેકન્ડનો વીડિયો કોલ કર્યો હતો

માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક વિદેશી છે
આતંકીની ઓળખ કુલગામના રહેવાસી મોહમ્મદ આસિફ તરીકે થઈ છે. તે જ સમયે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં એક વિદેશી આતંકવાદી પણ હતો. આ આતંકીઓ પાસેથી બે AK-47, એક પિસ્તોલ, ગ્રેનેડ સહિત અનેક હથિયારો મળી આવ્યા છે. એડીજીપી વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ કાશ્મીરમાં અનેક ઘટનાઓમાં સામેલ હતા.
પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોએ કુલગામના અહવાતુ વિસ્તારને ઘેરી લીધો અને મંગળવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો અને એન્કાઉન્ટર શરૂ થયું. આ મહિનામાં જ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 5 એન્કાઉન્ટર થયા છે, જેમાં 10 આતંકીઓ માર્યા ગયા છે.
કુલગામમાં એક આતંકી ઠાર, સેનાનો એક જવાન ઘાયલ
આ પહેલા સોમવારે રાત્રે કાશ્મીરના કુલગામ જિલ્લાના વેસ બાટપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણમાં સેનાનો એક જવાન અને બે નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી અબુ હુરૈરા તરીકે કરવામાં આવી છે, જે A કેટેગરીનો આતંકવાદી હતો.

અન્ય સમાચારો પણ છે...