• Gujarati News
  • National
  • Father's Claim: If Daughter Was Killed By Beating, Police Tied Her To A Fan And Fled; The Cause Of Death Is Not Clear, The SP Said

પોલીસના દરોડામાં યુવતીના મોતનું સત્ય:પિતાનો દાવો- માર મારવાથી મોત થયું તો પંખાથી બાંધીને ભાગી ગઈ પોલીસ, SPએ કહ્યું- કારણ સ્પષ્ટ નથી

ચંદૌલી20 દિવસ પહેલા
  • યુવતીના પિતાએ કહ્યું, પોલીસ આ મામલે બધું ખોટું બોલી રહી છે.
  • પોલીસ ધારાસભ્યના દબાણમાં કામ કરી રહી છે.
  • પોલીસની ટીમે વેપારીના પરિવારને ખૂબ માર માર્યો હતો.

ઉત્તરપ્રદેશનાં ચંદૌલીમાં પોલીસના દરોડા દરમિયાન મૃત્યુ પામેલી યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જિલ્લાના SPએ જણાવ્યું કે, યુવતીનું ગળું અને ડાબા જડબાવા ભાગે ઈજાના નિશાન છે. મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. કોઈ આંતરિક ઈજા નથી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

બીજી તરફ, યુવતીના પિતાએ સોમવારે પોલીસના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "મારા પુત્રને કોટવાલ સાહેબે પકડીને લઈ ગયા હતા. તેને પોલીસ સ્ટેશનમાં જેલમાં બંધ કરી દીધો હતો બાદમાં બાદમાં પોલીસે ઘરે આવીને દીકરીઓને માર માર્યો હતો. જેમાં મોટી પુત્રીનું મોત થયું હતું. નાની દીકરીની હાલત ખરાબ છે."

પિતાએ કહ્યું- પોલીસ ખોટું બોલી રહી છે
યુવતીના પિતાએ કહ્યું, "અમને ખબર ન હતી કે પોલીસ ઘરે કેમ આવી હતી. પોલીસ આ મામલે બધું ખોટું બોલી રહી છે. પોલીસ મારા ઘરે આવી અને સીધી ઘરમાં જ ઘૂસી ગઈ, બંને દીકરીઓ ઘરમાં હતી. મોટી દીકરીની હત્યા કરી, નાની દીકરીની રૂમમાં બંધ કરીને મારી. જ્યારે મોટી દીકરી બેભાન થઈ ગઈ ત્યારે આ લોકોએ તેને પંખા સાથે બાંધી દીધી અને ભાગી ગયા હતા.

"મારી પુત્રી પર બળાત્કાર થયો નથી. અમે 302માં કેસ નોંધવાનું કહ્યું છે. અમે કોન્સ્ટેબલ શમશેર અને 4 મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. વહીવટીતંત્રએ અંતિમ સંસ્કાર માટે દબાણ કર્યું હતું. સમગ્ર મામલે વહીવટીતંત્ર જવાબદાર છે. જો પોલીસકર્મી દોષિત હોય તો તેને ફાંસીની સજા થવી જોઈએ. હજી મારી દીકરીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો નથી, પોલીસ પોતાની તરફથી બધું બોલી રહી છે.

ચંદૌલીમાં પોલીસના દરોડા દરમિયાન મારામારી પણ થઈ હતી. આ દરમિયાન જ્યારે ઈજાગ્રસ્ત યુવતી હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે રડી-રડીને તેની માતાની હાલત ખરાબ થઈ ગઈ હતી.
ચંદૌલીમાં પોલીસના દરોડા દરમિયાન મારામારી પણ થઈ હતી. આ દરમિયાન જ્યારે ઈજાગ્રસ્ત યુવતી હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે રડી-રડીને તેની માતાની હાલત ખરાબ થઈ ગઈ હતી.

પોલીસના દરોડામાં હોબાળો મચી ગયો હતો
રવિવારે રાત્રે ચંદૌલીમાં રેતીના ધંધાર્થીના ઘરે પોલીસના દરોડા દરમિયાન હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન વેપારીની એક પુત્રીનું મોત થયું હતું. સાંજે મૃતકના ભાઈએ મીડિયા સામે એવા આક્ષેપો થયા હતા કે એક કોન્સ્ટેબલે તેની બહેન પર પણ બળાત્કાર કર્યો હતો. બળજબરી અને મારના કારણે તેનું મૃત્યુ થયું હતું.

જૂનમાં તેના લગ્ન થવાના હતા. જ્યારે, અન્ય એક બહેન સાથે મારપીટ કરવામાં આવી છે. પીડિતાના ભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ધારાસભ્યના દબાણમાં કામ કરી રહી છે. જો કે, FIRમાં બળાત્કારનો કોઈ ઉલ્લેખ નથી. હત્યા અને મારપીટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ગામમાં તણાવભર્યું વાતાવરણ યથાવત
મનરાજપુરના કન્હૈયા યાદવની મૃત પુત્રી નિશા યાદવ ઉર્ફે ગુડિયાનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પછી પોલીસની સુરક્ષા વચ્ચે અંતિમ સંસ્કાર થયા હતા. ગામમાં તણાવનું વાતાવરણ હજુ પણ યથાવત છે. ગામના બે રસ્તાઓ પર પોલીસ અને પીએસીના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ગામના એક ભાગમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પોલીસ બંદોબસ્તને જોતા લોકો તેમના ઘરોમાં કેદ છે. કોઈ બહાર આવતું નથી.

પોલીસના દરોડા દરમિયાન એક કોન્સ્ટેબલ મુકેશ કુમાર પણ ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસના દરોડા દરમિયાન એક કોન્સ્ટેબલ મુકેશ કુમાર પણ ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ રવિવારે સાંજે મનરાજપુર ગામે ગઈ હતી
રવિવારે સાંજે પોલીસની એક ટીમ રેતીના વેપારીને પકડવા તેના ઘરે પહોંચી હતી. જો કે, વેપારી ઘરે મળી આવ્યો ન હતો. એવો આરોપ લગાવાયા છે કે પોલીસની ટીમે વેપારીના પરિવારને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન જ્યારે 19 વર્ષની દીકરી સામે આવી તો તેણે પણ તેને મારવાનું શરૂ કરી દીધું. આરોપ છે કે એક કોન્સ્ટેબલે તેની સાથે બળાત્કાર પણ કર્યો હતો. બળજબરી અને મારના કારણે તેનું મૃત્યુ થયું હતું. તેના લગ્ન જૂનમાં થવાના હતા.

પોલીસના દરોડા દરમિયાન રેતીના વેપારીની નાની પુત્રીને ગંભીર ઈજા થઈ હતી. પડોશીઓની મદદથી તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોલીસના દરોડા દરમિયાન રેતીના વેપારીની નાની પુત્રીને ગંભીર ઈજા થઈ હતી. પડોશીઓની મદદથી તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ડેપ્યુટી CMએ કહ્યું- તપાસની રાહ જોઈ રહ્યા છીએ
ડેપ્યુટી CM કેશવ મૌર્યએ આ ઘટના પર કહ્યું- કેસ નોંધવામાં આવ્યો છે, સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ થવા દો, તપાસ બાદ રિપોર્ટ આવશે, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આથી કેસ નોંધવામાં આવ્યો છે.

અખિલેશ યાદવના પોલીસને ખૂની કહેવાના આરોપ પર મૌર્યએ કહ્યું કે સપા અધ્યક્ષ અકળાઈ ગયા છે. તેણે કહ્યું, 'જો કોઈ પોલીસકર્મી ખોટું કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો પોલીસ ગુનેગારોને પકડવા ગઈ હોય અને આ પ્રકારની ઘટના બની હોય તો તે દુઃખદ છે. મને ચોક્કસપણે આનું દુખ છે અને પરિવારને સાંત્વના આપું છું. તપાસ કર્યા બાદ જો કોઈ ખામી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. પરિવારનો આરોપ ધ્યાનમાં છે, રિપોર્ટ આવવા દો.

પોલીસના દરોડા બાદ ગામમાં ભારે તમાવ છે. યુવતીના મોત બાદ ગ્રામજનોએ ભારે હોબાલો કર્યો હતો. વેપારીના ઘરે પણ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે.
પોલીસના દરોડા બાદ ગામમાં ભારે તમાવ છે. યુવતીના મોત બાદ ગ્રામજનોએ ભારે હોબાલો કર્યો હતો. વેપારીના ઘરે પણ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે.

ધારાસભ્યના દબાણમાં છે પોલીસ!
પીડિતાના ભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ધારાસભ્યના દબાણમાં કામ કરી રહી છે. જો કે, એફઆઈઆરમાં બળાત્કારનો કોઈ ઉલ્લેખ નથી. અપરાધ અને મારપીટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...