9 વર્ષથી પિતા આચરી રહ્યો હતો દુષ્કર્મ:પત્નીની સામે દીકરી સાથે પાપલીલા આચરતો હતો પિતા, માતા-દીકરી વિરોધ કરતાં તો મારી નાખવાની ધમકી આપતો

ભોપાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતીકાત્મક તસવીર)
  • પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

ભોપાલમાં એક પિતા તેની દીકરી પર છેલ્લાં 9 વર્ષથી પણ વધારે સમયથી દુષ્કર્મ આચરતો હોવાની આઘાતજનક ઘટના સામે આવે છે. આરોપી પિતા 17 વર્ષની આ સગીરા સાથે 9 વર્ષથી પણ વધારે સમયથી શારીરિક સંબંધ ધરાવતો હતો. સમગ્ર ઘટનાને દબાવી દેવા માટે દીકરી અને તેની પત્ની સાથે નિર્દયતાપૂર્વક મારઝૂડ કરતો હતો. તે પત્નીની સામે જ આ પાપલીલા આચરતો હતો. અત્યાચારોથી તંગ આવેલી દીકરીએ 9 વર્ષ બાદ પિતા સામે ફરિયાદ કરવાની હિંમત કરતાં આ ઘટના પ્રકાશમાં આવી છે.

17 વર્ષની સગીર દીકરી પિતાનાં કરતૂતોને લીધે અગાઉથી જ અભ્યાસ છોડી ચૂકી છે. પોતાની માતા સાથે તે ભોપાલના છોલા પોલીસ સ્ટેશન પહોંચી પિતા સામે દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈ પણ છે.

સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પિતા તેની સાથે 9 વર્ષથી ખરાબ કામ કરી રહ્યો છે. માતાની સામે જ તે દુષ્કર્મ આચરતો હતો. કંઈ કહેવાના સંજોગોમાં તેની સાથે મારઝૂડ કરે છે. માતાને પણ તે ખૂબ માર મારે છે. આ પ્રતિકૂળ સ્થિતિમાં તેનો અભ્યાસ તેમ જ લોકો સાથે વાત કરવું સદંતર બંધ થઈ ગયું. તેને ઘરમાં જ રાખવામાં આવતી હતી.

બે દિવસ અગાઉ પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પણ આ વખતે નક્કી કરી લીધું હતું તે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવશે. શુક્રવારે જેવા તેના પિતા કામ પર નીકળ્યા તે સાથે માતા સાથે તે તૈયારી કરી લીધી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ હતી.

મોં ખોલવાના સંજોગોમાં જાનથી મારી નાખવાની ધમકી
પિતા સતત ધમકી આપતો હતો કે કોઈ સંબંધી, પડોશી અથવા તો પોલીસને આ અંગે જાણ કરશે તો જાનથી મારી નાખશે. પિતાની ધમકી અને સતત મારને લીધે માતા કે હું કંઈ જ કહી શકતા ન હતા. પિતાએ પ્રથમ વખત વર્ષ 2012માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ સમયે તેની ઉંમર ફક્ત 9 વર્ષની હતી. ગુરુવારની રાત્રે પણ તેણે દુષ્કર્મ આચર્યું હતું. માતાએ વિરોધ કર્યો તો તેની સાથે પણ ખૂબ જ ઝઘડો થયો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.