તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Father Kills Lover Outside Mosque, Later Shoots Daughter; Brother Kills Sister's Lover At Home

મેરઠમાં 6 કલાકમાં 2 ઓનર કિલિંગ:પિતાએ મસ્જિદ બહાર પ્રેમીને અને બાદમાં દિકરીની ગોળી મારી હત્યા કરી;ભાઈએ બહેનના પ્રેમીને ઘરે જઈ માર્યો

મેરઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં છ કલ્લામાં ઓનર કિલિંગની બે મોટી ઘટના સામે આવી છે. ખરખૌદામાં શુક્રવારે રાત્રે 10 વાગે પિતાએ 15 વર્ષની દિકરીને ગોળી માર્યાં બાદ તેના 18 વર્ષના પ્રેમીની પણ હત્યા કરી નાંખી હતી. અન્ય એક ઘટનામાં શનિવારે બપોરે સદર બજાર વિસ્તારમાં એક યુવકે તેની બહેનના પ્રેમીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. ખરખૌદા પોલીસે છોકરીના પિતાની ધરપકડ કરી રિવોલ્વર જપ્ત કરી લીધી છે. બીજી બાજુ સદર બજાર પોલીસ આ ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે.

પ્રથમ ઘટનાઃ 4 વાગે બહેનના પ્રેમીના ઘરે પહોંચ્યો હત્યારો
સદર બજાર પોલીસ ક્ષેત્રના ભૂસા મંદી નિવાસી સલીમ (22) પુત્ર તેના ઘરેથી અડધા કિલોમીટર દૂર રહેતી 20 વર્ષની એક યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બન્ને લગ્ન કરવા ઈચ્છતા હતા. પણ યુવતીનો ભાઈ મોહસિન વિરોધ કરતો હતો. યુવતીના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ યુવતીને ઘરેથી નિકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ સાથે યુવતીના ભાઈએ એવી પણ ધમકી આપી હતી કે જો સલીમ પીછો છોડશે નહીં તો તે જીવ ગુમાવી દેશે.

નિવારે બપોરે 4 વાગે યુવતીનો ભાઈ મોહસીન સલીમના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં જઈને ઝઘડો કર્યો હતો. જ્યારે સલીમ તેના પરિવારના લોકો સાથે બહાર આવ્યો ત્યારે આરોપી મોહસીને સલીમ સાથે મારઝૂડ કરી હતી. ત્યારબાદ સલીમને ગોળી મારી દીધી હતી. તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.​​​​​​​

મોહસિને કહ્યું- બહેન સાથે મિત્રતા કરવાનો બદલો લીધો
હત્યા બાદ મોહસિને તમંચો લહેરાવતા મહોલ્લામાં જાહેરાત કરી કે જે મારી બહેન સાથે મિત્રતા કરશે. તેને આ પ્રકારનું પરિણામ ભોગવવું પડશે. સલીમને સમજાવ્યો હતો, પણ તે માન્યો નહીં. અને આજે સલીમને પરિણામ ભોગવવું પડ્યું છે. હત્યાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાના આરોપી મોહસિન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે યુવકના મૃતદેહને કબ્જામાં લઈ પોસ્પમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

બીજી ઘટનાઃ નમાઝ બાદ મસ્જિદથી બહાર નિકળી રહેલા યુવકને ગોળી મારવામાં આવી
ખરખૌદા વિસ્તારના બધોલી ગામના રહેવાસી આરિફ (18) તેના જ ગામની 15 વર્ષની છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. કેટલાક દિવસ અગાઉ છોકરીના પિતાને કેટલાક દિવસ અગાઉ આ અંગે અંદાજ આવી ગયો હતો. ત્યારબાદ છોકરીના પિતા તૌસીને દિકરીને ધમકી આપી હતી કે જો તે ઘરની બહાર નિકળશે તો તેનું પરિણામ સારું નહીં આવે. શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે આરિફ ગામમાં જ મસ્જિદમાં નમાઝ માટે ગયો હતો. જેવો આરિફ નમાઝ બાદ મસ્જિદની બહા નિકળ્યો તો તે સમયે અગાઉથી ત્યાં ઉભેલા છોકરીના પિતા તૌસીને તમંચામાંથી ગોળી ચલાવી હતી. પહેલી ગોળી આરિફની છાતી પર લાગી હતી, લોહીથી લથપથ આરિફ જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ આરોપીએ તમંચામાંથી બીજી ગોળી ચલાવી હતી. તેને પગલે આરિફનું મોત નિપજ્યું હતું.

પ્રેમીની હત્યા બાદ દિકરીને પણ મારી નાંખી
હત્યાના આરોપી તૌસીનના માથે હત્યાનું ઝૂનુન સવાર થયેલું હતું. આરિફની હત્યા કર્યાં બાદ આરોપી તૌસીને પોતાના ઘરે પહોંચ્યો હતો. તેણે ધમકી આપતા કહ્યું તે પોતાની દિકરીને પણ જીવિત નહીં છોડે. જ્યાં સુધી પરિવારના લોકો કંઈ સમજી શકે તે અગાઉ જ 15 વર્ષની દિકરી સોનીને પણ તેણે બે ગોળી મારી દીધી હતી. ઘટના બાદ આરોપી ધમકી આપીને ઘરેથી જતો રહ્યો હતો. શુક્રવારે રાત્રે મેડિકલ કોલેજમાં છોકરી સોનીએ અંતિમ શ્વાસ લીધા હતા.

અભ્યાસની ઉંમરમાં પ્રેમ કરવો ભારે પડ્યો
આરિફે કેટલાક સમય અગાઉ અભ્યાસ છોડી દીધો હતો. પરિવાર તેની ઉપર નોકરી માટે સતત દબાણ કરી રહ્યા હતા. જોકે આરિફનું કહેવું હતું કે તેને અભ્યાસમાં મન લાગતુ ન હતું. તેની ઉંમર ફક્ત 18 વર્ષ હતી. પોલીસનું કહેવું છે કે આરિફ શુક્રવારે જ જમાતમાંથી પરત ફર્યો હતો. રાત્રીના સમયે તે મસ્જિદમાં નમાઝ માટે ગયો હતો. પણ આરિફે તેની ગામની છોકરી સોની (15) ઘનિષ્ઠતા વધારવાની શરૂ કરી દીધી હતી. અને બન્ને લગ્ન કરવા ઈચ્છતા હતા. જોકે આરિફ અને તેની પ્રેમિકા સોનીને અંદાજ ન હતો કે થોડી ક્ષણોમાં જ તેમનો જીવ જતો રહેશે, અને આવું જ થયું. તૌસીને પોતાની શાન માટે પહેલા દિકરીના પ્રેમી આરીફને માર્યો અને ત્યારબાદ દિકરીની સોનીને મોતને ઘાટ ઉતારી હતી. ​​​​​​​

હત્યારા તૌસીનની પોલીસે ધરપકડ કરી લીધી છે
હત્યારા તૌસીનની પોલીસે ધરપકડ કરી લીધી છે

આરોપીએ રૂપિયા 2500માં ખરીદ્યો હતો તમંચો
આરોપીએ એમ પણ કહ્યું કે તેણે પોતાના મિત્ર પાસેથી રૂપિયા 2500માં તમંચો ખરીદ્યો હતો. તમંચો પણ એવો કે જેને જોઈ પોલીસને ભારે આશ્ચર્ય થયું હતું. આરોપીએ કહ્યું કે વિવિધ જગ્યાથી 10 કારતૂસ ખરીદ્યા. એક ગોળી માર્યા બાદ દાંતથી તમંચાનું ટ્રિગર ખેંચીને ખોખુ કાઢી નાંખતો હતો. એક પછી એક ગોળી મારતો હતો.