તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 Children Aged 2 To 8 Strangled To Death In Banswara, Rajasthan, Father's Body Found Hanging From A Tree

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક જ પરિવારના 5 લોકોના શબ મળ્યા:રાજસ્થાનના બાંસવાડામાં 2થી 8 વર્ષનાં 4 બાળકોની ગળું દબાવીને હત્યા, પિતાનું શબ ઝાડ પર લટકેલું મળ્યું

બાંસવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાને દારૂની લત હતી, એવો શક છે કે તેણે બાળકોની હત્યા કરીને પોતે પણ ફાંસી ખાધી હોય
  • ઘરમાં ઝઘડો થતાં પત્ની થોડા દિવસો પહેલાં ગુજરાત આવી ગઈ, પોલીસે પૂછપરછ માટે બોલાવી છે

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક જ પરિવારના 5 લોકોના શબ મળ્યા છે. આ ઘટના કુશલગઢના ડૂંગલાપાની ગામનો છે. ગામના બાબુલાલ(40)નું શબ સવારે 7.30 વાગ્યે ઘરની સામે ઝાડ પર લટકતું મળ્યું. લોકોએ ઘરની અંદર જઈને જોયું તો ચારેય પુત્ર રાકેશ(8), માંગીલાલ(6), વિક્રમ(4) અને ગણેશ(2)ની લાશ પડી હતી.

ઘરની બહાર ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા પિતા.
ઘરની બહાર ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા પિતા.

ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે બાળકની હત્યા કોઈ તાર જેવી વસ્તુથી ગળું દબાવીને કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી સુસાઈડ નોટ ન મળવાને કારણે શરૂઆતની તપાસના આધારે એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાબુલાલે બાળકોની હત્યા કર્યા પછી પોતે ફાંસી ખાઈ લીધી હોય.

FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

બાબુલાલને શરાબની લત હતી, પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી
બાબુલાલની પત્ની હાલ ગુજરાતમાં મજૂરી કરી રહી છે. પોલીસે તેને તપાસ માટે ગામમાં બોલાવી છે. તેની પૂછપરછ પછી આપણને મહત્ત્વની કડી મળી શકે છે. ગામના લોકોનું કહેવું છે કે બાબુલાલને શરાબની આદત હતી. આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝધડા થતા રહેતા હતા. બાબુલાલ પત્ની સાથે મારપીટ કરતો હતો. થોડા દિવસો પહેલાં પત્નીને ઘરેથી કાઢી મૂકવામાં આવી ગતી. એ પછી તે થોડા દિવસો સુધી તેના પિયરમાં રહી, પછી તે મજૂરી કરવા ગુજરાત જતી રહી.

ગામના સરપંચ પારસિંહે જણાવ્યું હતું કે બાબુલાલના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. માતા પહેલાં બાબુલાલની સાથે રહેતી હતી. જોકે તેની મારપીટથી કંટાળીને સંબંધીઓની પાસે રહેવા જતી રહી. સરપંચનું કહેવું છે કે બાબુલાલના પરિવારની કોઈની સાથે દુશ્મનાવટ ન હતી. આ સિવાય કોઈ વિવાદ પણ ન હતો.

બાબુલાલનું ઘર, જ્યાં બાળકોના શબ મળ્યા.
બાબુલાલનું ઘર, જ્યાં બાળકોના શબ મળ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો