દિલ્હી:માત્ર 20 રૂપિયા માટે દીકરાની નજર સામે જ પિતાની હત્યા

અમદાવાદએક વર્ષ પહેલા

વિડિયો ડેસ્કઃ રાજધાની દિલ્હીમાં માત્ર 20 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો છે. અહીંના બુરાડી વિસ્તારમાં સલૂનમાલિકે 20 રૂપિયા માટે કસ્ટમરને મોતને ઘાટ ઉતાર્યો છે. હેર કટિંગ માટે આવેલા રૂપેશ નામના કસ્ટમરે 50 રૂપિયા આપવાના હતા, જોકે 30 રૂપિયા આપી 20 રૂપિયા પછી આપશે તેવું જણાવ્યું હતું. જોકે સલૂનમાલિક માન્યા નહીં અને રૂપેશ પર પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કરી દીધો. આ દરમિયાન રૂપેશનો 13 વર્ષનો દીકરો પહોંચી ગયો અને પિતાને ન મારવા આજીજી કરી. જોકે સલૂનમાલિક માન્યા નહીં અને રૂપેશને લોહીલુહાણ કરી દીધો અને થોડી વારમાં જ રૂપેશનું મોત થઈ ગયું.

અન્ય સમાચારો પણ છે...