ભોપાલના B.Techનાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો:પિતાને મેસેજ મળ્યો- ગુસ્તાખ-એ-નબીની એક માત્ર સજા, ખાલી ધડ જ રહેશે...

ભોપાલ21 દિવસ પહેલા
નિશાંકે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર 'વન ડે આઇ એમ ગોઇંગ ટુ ડાઇ...' ગીત સાથે બાઇક રાઇડિંગનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

ભોપાલ-નર્મદાપુરમ રેલ્વે ટ્રેક પરથી રવિવારે રાત્રે બીટેકના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. તેની સ્કુટી અને મોબાઈલ પણ પોલીસને મીડઘાટ બરખેડા નજીકથી મળી આવ્યા છે. તે જ રાત્રે, તેના પિતા અને મિત્રોના વોટ્સએપ પર વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સ્ક્રીનશોટ આવ્યો. તેના પર એક વિદ્યાર્થીનો ફોટો છે. આ ફોટા પર લખ્યું છે- ગુસ્તાખ-એ-નબીની માત્ર એક જ સજા, માથું શરીરથી જુદુ…. જેને લઈને અનેક અટકળો થઈ રહી છે.

ટીટી નગર ટીઆઈ ચૈન સિંહ રઘુવંશીએ જણાવ્યું કે, મૂળ સિવની માલવાના રહેવાસી ઉમાશંકર રાઠોડનો પુત્ર નિશાંક રાઠોડ (20) ભોપાલની ઓરિએન્ટલ કોલેજમાં B.Tech 5મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. વિદ્યાર્થી વિશે માહિતી મળી કે તે શેરબજારમાં રોકાણ કરતો હતો. એવી આશંકા છે કે તેને નુકસાન થયું હોવું જોઈએ અને તે તણાવમાં આવી ગયો હશે. જો કે, હાલ પીએમ રિપોર્ટ સહિત અન્ય હકીકતો અંગેની માહિતી એકત્ર કર્યા બાદ જ તેમના મૃત્યુનું કારણ બહાર આવશે. તમામ પાસાઓથી તપાસ કરી રહ્યા છે.

સુસાઇડ નોટ મળી નથી
મેસેજ મળતાં જ તેના મિત્રો ટીટી નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઈ દરમિયાન રાયસેન પોલીસને વિદ્યાર્થીનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી. કોઈપણ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ એ શોધી રહી છે કે વિદ્યાર્થીના મોત બાદ તેનો મોબાઈલ કોણ ઓપરેટ કરી રહ્યું હતું. વિદ્યાર્થી બે બહેનમાં એકમાત્ર ભાઈ હતો. મૃતકના મિત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીના મોબાઈલ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક આઈડીની માહિતી તેનો એક મિત્ર પ્રખરને હતી. પોલીસ પ્રખરની પૂછપરછ કરી રહી છે. પોલીસ તેને આત્મહત્યા માની રહી છે.

નિશાંક તેની ફેસબુક પ્રોફાઇલમાં પોતાને નોઇડામાં સોફ્ટવેર ડેવલપર તરીકે વર્ણવે છે. પોલીસના જણાવ્યા અનુસાર નિશાંક બે વર્ષ સુધી ઈન્દ્રપુરીમાં હોસ્ટેલમાં રહ્યો હતો. તાજેતરમાં હોસ્ટેલ છોડીને જવાહર ચોક શાસ્ત્રીનગરમાં મિત્રો સાથે રૂમ રાખીને રહેતો હતો.

CCTVમાં એકલો જતો જોવા મળ્યો, રસ્તામાં પેટ્રોલ ભરાવ્યું હતુ
પોલીસે ભોપાલથી રાયસેન સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. નિશાંક એકલો સ્કૂટી પર જતો જોવા મળે છે. પોલીસ મંડીદીપ સુધીના ફૂટેજ ચેક કર્યા, જેમાં તે એકલો જતો હતો. ટીટી નગર ટીઆઈ ચૈન સિંહ રઘુવંશીએ જણાવ્યું કે રસ્તામાં તેણે 450 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતુ, ત્યારે પણ તે એકલો હતો.

3 વાગ્યા પછી ફોન રીસીવ કરવાનું બંધ થયું
નિશાંકના પિતરાઈ ભાઈ શશાંકે જણાવ્યું કે તેણે રવિવારે બપોરે 12 વાગ્યે તેના મિત્ર રાજ સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેણે તેના પિતા સાથે વાત કરી હતી. શશાંકનું કહેવું છે કે અમે મોડી સાંજે ફોન કર્યો તો રિસીવ થયો ન હતો. આવું મોડી રાત સુધી ચાલ્યું હતું. જ્યારે ખબર પડી કે તેનો મૃતદેહ રાયસેનમાં મળ્યો છે ત્યારે તેનો ફોન ચાલુ હતો.

વિદ્યાર્થીના નામે ઉશ્કેરણીજનક પોસ્ટ
વિદ્યાર્થીના ગુમ થવાને લઈને બે મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એકમાં નિશાંક રાઠોડના સ્ટેટસ પર ધાર્મિક પોસ્ટિંગ શેર બતાવી રહ્યું છે. બીજી પોસ્ટમાં નિશાંકના ગુમ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ભાસ્કર આ બંનેને પોસ્ટ બાબતની પુષ્ટિ કરતું નથી.

480 રૂપિયા પ્રતિ દિવસ ભાડે લીધી હતી બાઈક
રાયસેનમાં બરખેડા પોલીસ ચોકી પહોંચેલા નિશાંકના સંબંધીઓએ જણાવ્યું કે તેને ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ હતો. એવામાં પિતાએ વાહન ઘરમાં રખાવી દીધું હતુ. પોતાનો શોખ પૂરો કરવા માટે તે ભોપાલમાં દરરોજ 480 રૂપિયામાં ભાડે બાઈક લેતો હતો. જેની પિતાને ખબર નહતી.

અન્ય સમાચારો પણ છે...