મૂસેવાલાને પિતાએ આપી ભાવુક વિદાઈ:સિદ્ધુ મૂસેવાલાની સિગ્નેચર સ્ટાઈલમાં બાલકૌરે જાધ પર હાથ માર્યો, ફેન્સ થયા ભાવુક

અમૃતસરએક મહિનો પહેલા

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધ મૂસેવાલાના મૃત્યુ પછી મંગળવારે ફેન્સે તેમને વિદાઈ આપી હતી. સિદ્ધુ મૂસેવાલાના પિતા બાલકૌર સિંહે પુત્રને તેની જ સ્ટાઈલમાં સેલ્યુટ કરી હતી. બલકૌર સિંહે જાધ પર હાથ માર્યો, પછીથી ફેન્સની સામે એક હાથ ઉચો કર્યો. આ જોતા જ ફેન્સની આંખોમાં આંસૂ આવી ગયા અને તેઓ એક સાથે બોલી ઉઠ્યા સિદ્ધુ મૂસેવાલા અમર રહે.

માતા ચરણ કૌર અને પિતા બાલકૌર સિંહ માટે જવાન પુત્રની અર્થ ઉઠાવવી તે સૌથી મુશ્કેલ સમય હતો. ફેન્સની સ્થિતિ ભાવુક કરનારી હતી. પોતાના પ્યારા સિંગરને જોવા માટે જેના જ્યાં જગ્યા મળી, ત્યાં ગોઠવાઈ ગયા હતા.

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના તેમના જ ખેતરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂસેવાલાની અંતિમ યાત્રામાં તેમના પ્રશંસકોની ભારે ભીડ ઉમટી હતી, જે તેમની એક છેલ્લી ઝલક જોવા માંગતી હતી. મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને મા ચરણ કૌરે પોતાના સ્ટાર સિંગર પુત્રને વિદાઈ આપવા પહોંચેલા હજારો ફેન્સનો બે હાથ જોડીને આભાર માન્યો હતો. પિતાએ પોતાની પાધડી ઉતારીને પ્રશંસકોનો આભાર માન્યો હતો.

છેલ્લી વખત માતાએ વાળ ઓળ્યા, પિતાએ પાધડી પહેરાવી
મૂસેવાલાની માતાએ અંતિમયાત્રા પહેલા આજે અંતિમ વખત પુત્રના વાળ ઓળ્યા હતા. જ્યારે પિતાએ પાધડી પહેરાવી હતી. મૂસેવાલાના માથા પર પાધડી પહેરાવામાં આવી. સિદ્ધૂ મૂસેવાલાની આગામી 11 જૂને 29મી બર્થ-ડે હતી અને જૂનમાં જે તેમના લગ્ન થવાના હતા.

મૂસેવાલાની સ્ટાઈલ જાંધ પર હાથ મારવો
સિદ્ધૂ મૂસેવાલાએ પોતાની આખી જિંદગી એક જીવતા રેસલરની જેમ જ જીવી છે. આ કારણે તે આખી દુનિયામાં ફેન્સના દિલ પર રાજ કરે છે. પોતાના દરેક સ્ટેજ શોમાં પરફોર્મન્સના સમયે સિદ્ધુ મૂસેવાલા જાંધ પર હાથ મારતા અને આંગળીને હાવામાં ઉભી કરતા હતા. આ તેમની સ્ટાઈલ હતી. પોતાના પિતા તરફથી અંતિમ વિદાઈમાં આવી સેલ્યુટ એક લેજન્ડ પિતા જ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...