તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Father And Son Crushed As Tractor trolley Full Of Sand Falls, Dies As Soon As They Take A Turn

ભયાવહ CCTV:રેતી ભરેલાં ટ્રેક્ટરની ટ્રોલી પડતાં પિતા-પુત્ર દબાયા, ટર્ન લેતાં જ મોતનો ભેટો થયો

3 મહિનો પહેલા

આ કમકમાટીભર્યાં CCTV ફૂટેજ મધ્યપ્રદેશના છે. અહીં ભિંડમાં ફુલ સ્પીડમાં આવતાં ટ્રેક્ટરે ટર્ન લેતી વખતે બેલેન્સ ગુમાવ્યું. આ દરમિયાન ટ્રેક્ટર પલટી જતાં ઝપેટમાં બાઇકસવાર રામલખન શર્મા અને દીલિપ નામના પિતા-પુત્ર આવી ગયાં હતાં. આ અકસ્માત રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં જોઈ શકાય છે કે, રોડની સામેની સાઇડથી એક રેતી ભરેલું ટ્રેક્ટર ફુલ સ્પીડમાં આવી રહ્યું છે. તો બીજી તરફથી બાઇકસવાર પિતા-પુત્ર આવી રહ્યાં છે. બાઇકચાલક અને ટ્રેક્ટર બંને એક સાથે ટર્ન લે છે. આ દરમિયાન ટ્રેક્ટરચાલક બેલેન્સ ગુમાવે છે અને રેતી ભરેલી ટ્રોલીને લીધે પલટી ખાઈ જાય છે. ટ્રોલીની નીચે પિતા-પુત્ર દટાઈ જાય છે. જેમાં દિલીપનું ઘટના સ્થળે મોત થયું હતું અને તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...