તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farooq Abdullah Dancing At Capt Amarinder Singh’s Granddaughter’s Wedding News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફારુક-અમરિંદરનો ડાન્સ વાઇરલ:ગુલાબી આંખે જો તેરી દેખી... ગીત પર જોરદાર ઠૂમકા માર્યા ફારુક અબ્દુલ્લાએ, ડાન્સ કરતાં કરતાં અમરિંદરને પણ ખેંચી લાવ્યા

એક મહિનો પહેલા
  • પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રી સહરઇંદ્ર કૌરના લગ્ન ગત રવિવારે નવી દિલ્હીમાં થયા હતા
  • ફારુકની જિંદાદિલી જોઈને લગ્નમાં હાજર અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આમ તો રાજકીય નિવેદનોને કારણે હંમેશાં ચર્ચા રહે છે, પરંતુ દિલ્હીમાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારુક ફિલ્મી ગીત પર જોરદાર ઠૂમકા લગાવ્યા હતા. નાચતાં નાચતાં ફારુક કેપ્ટનનો પણ હાથ પકડીને લાવ્યા અને તેમની સાથે ડાન્સ કરવા લાગ્યા. ફારુકનો ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે.

અમરિંદરની પૌત્રીના લગ્નમાં પહોંચ્યા હતા ફારુક
પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રી સહરઈંદ્ર કૌરના લગ્ન ગત રવિવારે નવી દિલ્હીમાં થયા હતા. કાર્યક્રમમાં કેપ્ટનના પરિવારના સભ્યોની સાથે સાથે અનેક નેતા પણ સામેલ થયા હતા. લગ્નમાં સંગીત કાર્યક્રમ દરમિયાન જ્યારે ગુલાબી આંખે જો તેરી દેખી... ગીત વાગ્યું તો ફારુક અબ્દુલ્લાએ ઠૂમકા મારવાના શરૂ કર્યા. જે બાદ જ્યારે આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે.. ગીત વાગ્યું તો તેઓ ડાન્સ કરતા કરતા અમરિંદરને પણ ખેંચી લાવ્યા. બ્લુ શેરવાનીમાં ફારુક અબ્દુલ્લા ઘણો સમય ડાન્સ કરતા રહ્યાં. લગ્નમાં હાજર લોકોને તેમનો વીડિયો બનાવ્યો હતો.

ફારૂકની જિંદાદિલી પર ફિદા થયા મહેમાન
ફારુક અબ્દુલ્લા પર અનેક સર્જરી થઈ છે. તેમની ઉંમર પણ ઘણી વધારે છે. તેમ છતાં ફારુકની જિંદાદિલી જોઈને લગ્નમાં હાજર અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો. કેપ્ટન અમરિંદર સિંહે પણ ફારુકના ડાન્સ દરમિયાન પરિવારના કેટલાંક લોકોને તેમનો સાથ આપવા માટે બોલાવ્યા. તમામે તાળીઓ વગાડીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો