• Gujarati News
  • National
  • Farmers Will Stop Trains From 10 A.m. To 6 P.m.; Demand For Dismissal And Arrest Of Union Minister Ajay Mishra

ખેડૂતોનું રેલ રોકો આંદોલન:અમૃતસરમાં રેલવે ટ્રેક પર બેઠા ખેડૂતો, મુઝફ્ફરનગર અને ગાઝિયાબાદમાં ટ્રેનો રોકવામાં આવી; યુપીમાં 4 ટ્રેનના રુટ બદલવામાં આવ્યા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કિસાન મોરચાએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે

લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચાનું આજે (સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી) દેશભરમાં રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. મોરચાની માંગણી છે કે લખીમપુર કેસમાં નિષ્પક્ષ તપાસ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવામાં નહીં આવે. સંગઠનના નેતાઓએ માંગ કરી છે કે મિશ્રાને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ તેમની પણ ધરપકડ પણ કરવામાં આવે. મોરચાએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે. અમૃતસરમાં ખેડૂતો રેલવે ટ્રેક પર જ ધરણા કરી રહ્યા છે.

અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતોના ધરણામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ છે.
અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતોના ધરણામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ છે.

આંદોલનને કારણે જે રેલવે સ્ટેશન અને તેની આસપાસ જ્યાં સેવાઓને સૌથી વધુ અસર થવાની ધારણા છે તેમાં દિલ્હીથી રોહતક, પાનીપત, સોનીપત, કુરુક્ષેત્ર, કૈથલ, બહાદુરગઢ, અંબાલા, જલંધર, લુધિયાણા, ચંડીગઢ, અમૃતસર, જમ્મુ, મેરઠ, ગાઝિયાબાદ, શામલી, સહારનપુર, મુરાદાબાદ અને કેટલાક અન્ય સેક્શન સામેલ છે. આ પહેલા પણ ઘણી વખત ખેડૂતો આ માર્ગો પર જુદી જુદી જગ્યાએ રેલવે ટ્રેક જામ કરી ચૂક્યા છે.

અમૃતસરમા સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા.
અમૃતસરમા સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા.

આંદોલનનું પશ્ચિમી UPમાં વધુ અસર
આ પ્રદર્શનની સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં વધુ જોવા મળી રહી છે. ખેડૂતોએ મુઝફ્ફરનગરમાં રેલવે ટ્રેક જામ કર્યો છે. આ કારણે અનેક ગાડીઓ મોડી ચાલી રહી છે. આ તરફ ગાઝિયાબાદમાં પણ ખેડૂતોએ ટ્રેનો રોકી છે.

મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર બેસેલા ખેડૂતો.
મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર બેસેલા ખેડૂતો.

રોક રોકો આંદોલન પશ્ચિમ યુપીમાં વધુ અસર
આ પ્રદર્શનની અસર ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં વ્યાપકપણે જોઇ શકાય છે. ટ્રેન રોકવાની જાહેરાત બાદથી પોલીસ-વહીવટીતંત્ર એલર્ટ પર છે. રેલવે અધિકારીઓએ રવિવારે રાત સુધી આ અંગે વિચાર -વિમર્શ કરતાં રહ્યા હતા. ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે આંદોલનને જોતા 44 કંપની PAC અને 4 કંપની અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ યુપીથી 14 સંવેદનશીલ જીલ્લામાં સીનિયર IPS ની તૈનાતી પહેલેથી જ છે.

ખેડૂતોના રેલ રોકો આંદોલનને ધ્યાનમાં લેતા મુરાદાબાદ રેલવે સ્ટેશન પર તહેનાત પોલીસ જવાનો.
ખેડૂતોના રેલ રોકો આંદોલનને ધ્યાનમાં લેતા મુરાદાબાદ રેલવે સ્ટેશન પર તહેનાત પોલીસ જવાનો.

આંદોલનને કારણે યુપીમાં આ 4 ટ્રેનોના રૂટ બદલાયા

  • 05086 લખનઉ-મૈલાની સ્પેશિયલ ટ્રેન લખનૌ જંકશનથી સીતાપુર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
  • 05085 મૈલાની-લખનઉ સ્પેશિયલ ટ્રેન સીતાપુરથી દોડાવવામાં આવશે.
  • 05009 ગોરખપુરથી ચાલતી ગોરખપુર-મેલાની સ્પેશિયલ ટ્રેન લખનઉ ખાતે ટૂંકાગાળા માટે બંધ કરવામાં આવી હતી.
  • 05010 મૈલાની-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન જે મૈલાનીથી રવાના થાય છે તેને લખનઉ જંકશનથી ડાયવર્ટ કરવામાં આવશે.
મથુરામાં ખેડૂત નેતાઓને શાંતિ જાળવી રાખવા માટે સમજાવતા પોલીસ અધિકારી.
મથુરામાં ખેડૂત નેતાઓને શાંતિ જાળવી રાખવા માટે સમજાવતા પોલીસ અધિકારી.

યુપીમાં આ 4 ટ્રેનો રદ કરવામાં આવી હતી
બહરાઇચ-નાનપરા સ્પેશિયલ ટ્રેન, નાનપરા-બહરાઇચ સ્પેશિયલ ટ્રેન, બહરાઇચ-મૈલાની સ્પેશિયલ ટ્રેન અને મૈલાની-બહરાઇચ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે.

જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવશે
સંયુક્ત કિસાન મોરચાએ માહિતી આપી હતી કે લખીમપુર ખેરી ખેડૂત હત્યાકાંડના શહીદોની અસ્થિ સાથે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં શહીદ કલશ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે રેલ રોકો આંદોલન બાદ પણ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ બાબતે દેશભરના ખેડૂત નેતાઓ મળશે અને ભવિષ્ય માટે વ્યૂહરચના બનાવશે.

શું થયું હતું લખીમપુર ખેરીમાં?
3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના વિરોધમાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક જીપે ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેના કારણે 4 ખેડૂતોના મોત થયા હતા. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં ખેડૂતોએ ડ્રાઈવર સહિત ચાર લોકોને માર માર્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા સહિત 14 લોકો સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.

લખીમપુરમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીનો વિરોધ કરતાં સમયે 4 ખેડૂતોને જીપ નીચે કચડી નાંખવામાં આવ્યા હતા.
લખીમપુરમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીનો વિરોધ કરતાં સમયે 4 ખેડૂતોને જીપ નીચે કચડી નાંખવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...