તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન આંદોલનને 120 દિવસ:ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તાઓ બ્લોક કરશે ખેડૂતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે લગભગ 12 કલાક સુધી ભારત  બંધનું આહ્વાન - Divya Bhaskar
સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે લગભગ 12 કલાક સુધી ભારત બંધનું આહ્વાન
  • કિસાન નેતાએ કહ્યું- તમામ વેપારીઓ, ટ્રાંસપોર્ટ યુનિયનનું સમર્થન
  • ચૂંટણીવાળા રાજ્યોમાં બંધની કોઈ અસર જોવા નહીં મળે

છેલ્લાં 4 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એવામાં સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચ એટલે કે આવતીકાલે ભારત બંધનું એલાન કર્યું છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે લગભગ 12 કલાક સુધી ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેશભરમાં તમામ રસ્તા, રેલ વ્યવહાર, બજાર અને અન્ય સાર્વજનિક સ્થાનોને બંધ રાખવામાં આવશે. 12 કલાક દરમિયાન દેશમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ, આવો જાણીએ.

સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા મુજબ, ખેડૂત આંદોલનને 120 દિવસ પૂરાં થઈ રહ્યાં છે, જે અંતર્ગત વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કર્યું છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી સરહદ પર નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યાં છે. ત્યારે આ બંધને કોંગ્રેસ, લેફ્ટ સહિત અનેક વિપક્ષી દળોએ સમર્થન આપ્યું છે.

ભારત બંધની અસર ક્યાં જોવા મળશે?
સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા મુજબ 26 માર્ચે સંપૂર્ણ રૂપથી ભારત બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે જે રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી થવાની છે, ત્યાં બંધની કોઈ જ અસર જોવા નહીં મળે. ગત વખતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને છૂટ આપવામાં આવી હતી. આ વખતે ખેડૂત નેતાનો દાવો છે કે 26 માર્ચે દિલ્હીની અંદર પણ ભારત બંધની અસર જોવા મળશે. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે, 'અમે દેશના લોકોને આ ભારત બંધને સફળ બનાવવા અને અન્નદાતાનું સન્માન કરવાની અપીલ કરીએ છીએ.' આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ પાર્ટી YSR કોંગ્રેસે પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. પાર્ટી વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણનો કેન્દ્રના નિર્ણયનો વિરોધ આ પ્રદર્શન દરમિયાન કરશે.

બંધ દરમિયાન શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે?
શુક્રવારના ભારત બંધ દરમિયાન રેલ અને માર્ગ વ્યવહારને બંધ કરાવવાની યોજના છે. આ ઉપરાંત દુકાન અને ડેરી જેવી જગ્યાઓ બંધ રાખવામાં આવશે. સાર્વજનિક સ્થળોને પણ બંધ રાખવામાં આવશે. ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ કોઈ કંપની કે ફેક્ટરીને બંધ કરાવવામાં નહીં આવે. પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર જેવી જરૂરિયાતની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.

બંધને અનેક રાજકીય પક્ષોનું સમર્થન
બંધને અનેક રાજકીય પક્ષોનું સમર્થન છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે તેઓએ કહ્યું કે અમે 26 માર્ચે ભારત બંધના આહ્વાનનું સમર્થન કરીએ છીએ.

11 તબક્કાની મંત્રણ છતાં કોઈ પરિણામ નહીં
સરકારની સાથે 11 તબક્કાની મંત્રણાનું કોઈ જ પરિણામ આવ્યું નથી. જે બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે ડેડલોક જોવા મળી રહ્યું છે. બંને જ પક્ષો વચ્ચે અંતિમ વખત મંત્રણા 22 જાન્યુઆરીએ થઈ હતી. કિસાન તરફથી આ બંધનું આયોજન ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાનના ઠીક એક દિવસ પહેલાં રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો