તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સ્થિતિને જોતા દિલ્હી અને બોર્ડર એરિયા પર CRPFની 10 કંપનીઓએ તહેનાતી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે દિલ્હીની સ્થિતિને લઈને બેઠક થઈ હતી. આ બેઠકમાં લગભગ બે કલાક સુધી ચાલી. બેઠક દરમિયાન IBના નિર્દેશક અને ગૃહ સચિવ સહિત તમામ ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં સ્થિતિની સમીક્ષા પછી અનેક સંવેદનશીલ સ્થાનો પર વધુ ફોર્સ તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ ગુપ્તચર એજન્સીઓને હજુ હિંસા થશે તેવી આશંકા છે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચમાં લાલકિલ્લા પર ખૂબ હોબાળો થયો છે. અહીં ખેડૂતોને લાલકિલ્લામાંથી બહાર કાઢવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. ત્યારપછી ખેડૂતોએ ઉપદ્રવ અને તોડફોડ શરૂ કરી દીધી હતી. તણાવ વધતા દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વધારે અફવા ન ફેલાય.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ્સ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે નિશાન સાહિબનો ઝંડો લહેરાવ્યો છે. ખેડૂતોનું એક ગ્રુપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું છે. લાલ કિલ્લા પર ચડાઈ કરી રહેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા છે. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાને કારણે એક ખેડૂતનું મોત થયું છે.
અપડેટ્સ
ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધી રહ્યો છે.
ટ્રેક્ટર પલટી ખાતા ખેડૂતનું મોત
ITO પાસે ટ્રેક્ટર પલટી થવાના કારણે એક ખેડૂતનું મોત થયું છે. પ્રદર્શનકારીઓએ મૃતદેહ રાખીને ધરણાં શરૂ કર્યા હતા. આ પહેલાં પ્રદર્શનકારી આંધ્રા એજ્યુકેશન સોસાયટીમાં ઘુસી ગયા અને ગાર્ડને બંધક બનાવી દીધો. પોલીસે જણાવ્યું કે, ખેડૂતોને સોસાયટીમાં સીસીટીવી લગાવ્યા હોવાની શંકા હતી. તેના કારણે તેમણે ગાર્ડને બંધક બનાવી દીધો હતો.
લાઠીચાર્જ, પથ્થરમારામાં ધણાં કિસાનો અને પોલીસકર્મીઓ ઘાયલ ITO પર પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો તો ખેડૂતોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઝપાઝપીમાં ઘણાં ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર દોડાવ્યા તો પોલીસે પીછેહટ પણ કરવી પડી. પોલીસકર્મી ભાગીને આજુબાજુની ઈમારતમાં ઘુસી ગયા અને ત્યાંથી તેમણે ખેડૂતો પર ટિયરગેસ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓએ એક પોલીસને ઘેરીને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. હોબાળાને ધ્યાનમાં રાખીને ITO મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.
#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ
— ANI (@ANI) January 26, 2021
નાંગલોઈમાં લાઠીચાર્જ, મુકરબા ચોક પાસે તોડફોડ
નિહંગોએ તલવારો કાઢી હોવાનો પોલીસોનો દાવો
ખેડૂતોએ દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
દિવસ દરમિયાનનું અપડેટ્સ
ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી દીધી હતી.
એક લાખ ટ્રેક્ટર પહોંચ્યાં હોવાનો ખેડૂતોનો દાવો
પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી હતી, પરંતુ માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.
આ રૂટ પર પોલીસે પરેડની મંજૂરી આપી હતી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.