તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા કેવી રીતે થઈ? એની તપાસ માટે દિલ્હી પોલીસ લાલકિલ્લા પર સીન રી-ક્રિએટ કરાવશે. હિંસાને પ્રોત્સાહન આપવાના આરોપમાં દીપ સિદ્ધુ અને ઈકબાલ સિંહ વિશે દિલ્હી પોલીસ શનિવારે તેમને એ રસ્તા પર લઈ ગઈ, જ્યાંથી ઉપદ્રવીઓ લાલકિલ્લા સુધી પહોંચ્યા હતા. આ પહેલાં દીપ સિદ્ધુ અને ઈકબાલ સિંહની ચાણક્યપુરીમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ પર એક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે લાલકિલ્લા હિંસા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.
8 ફેબ્રુઆરીએ થઈ હતી દીપ સિદ્ધુની તપાસ
દીપ સિદ્ધુની પોલીસે હિંસાના 15 દિવસ પછી 8 ફેબ્રુઆરીએ સોમવારે રાતે 10.40એ કરનાલ બાયપાસ પાસેથી ધરપકડ કરી હતી અને મંગળવારે તેની ધરપકડની જાહેરાત કરી હતી. બે દિવસ પહેલાં જ આ કેસમાં અન્ય મુખ્ય આરોપી ઈકબાલ સિંહની ધરપકડ હોશિયારપુરથી કરવામાં આવી હતી. ત્રણ ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહ પર એક-એક લાખ અને જગબીર સિંહ, બુટાસિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ પર 50-50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. ઈકબાલ સિંહ ગ્રંથી છે.
#WATCH Delhi: 26th January violence accused Iqbal Singh and Deep Sidhu being taken from Delhi Police Crime Branch, Chanakyapuri. pic.twitter.com/9IZfThL8Hn
— ANI (@ANI) February 13, 2021
સિદ્ધુ પર લાલકિલ્લામાં ઉપદ્રવ ફેલાવવાનો આરોપ છે. ઉપદ્રવીઓએ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ઝંડો લગાવ્યો હતો અને હિંસા પણ કરી હતી.
અમેરિકાથી વીડિયો પોસ્ટ કરાવતો હતો સિદ્ધુ
પોલીસનું કહેવું છે કે 26 જાન્યુઆરીથી ઘટના પછી કોઈએ સિદ્ધુને નથી જોયો. જોકે તેના વીડિયો સતત સામે આવતા હતા. થોડા દિવસ પહેલાં પણ તેનો એક વીડિયો સામે આવ્યો હતો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આરોપી વીડિયો પોસ્ટ કરવા તેની ગર્લફ્રેન્ડ અને તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. તેનું ફેસબુક આઈડી ઘણા મોબાઈલ ફોનમાં ખુલ્લું રહેતું હતું. પોલીસ તપાસમાં ખબર પડી કે તે પહેલાં વીડિયો બનાવીને તેની ગર્લફ્રેન્ડને કેલિફોર્નિયા વ્હોટ્સએપથી મોકલતો હતો અને ત્યાર પછી તેની ગર્લફ્રેન્ડ મોબાઈલથી એને પોસ્ટ કરતી હતી.
કોણ છે દીપ સિદ્ધુ?
દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. તેણે લૉ સુધીનો અભ્યાસ કર્યો છે. તે એક મોડલ અને અભિનેતા છે. કિંગફિશર મોડલ હંટ સહિત દીપે ઘણી મોડલિંગ સ્પર્ધાઓ જીતી છે. એક્ટિંગની દુનિયામાં તેણે ફિલ્મ રમતા જોગીથી પ્રવેશ કર્યો છે. આ ફિલ્મને પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રના બેનર વિજેતા ફિલ્મ્સમાં બનાવાઈ હતી. એ સાથે જ દીપ લીગલ એડવાઇઝર પણ છે. દીપે રાજકારણમાં 2019માં પ્રવેશ કર્યો અને ગુરદાસપુરથી ભાજપનેતા સની દેઓલ માટે પ્રચાર કર્યો હતો. જ્યારે ખેડૂત આંદોલન શરૂ થયું ત્યારે દીપે આંદોલનમાં ભાગ લીધો ત્યારે તેના પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો, જોકે આ આરોપ દીપે નકારી દીધો હતો.
ખેડૂત આંદોલન સાથે કેવી રીતે જોડાયો દીપ સિદ્ધુ
અમુક એક્ટિવિસ્ટો અને કલાકારોએ શંભુ બોર્ડર (દિલ્હી-હરિયાણા)માં ચાલતા ખેડૂત આંદોલનને 15 સપ્ટેમ્બરે સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. દીપ સિદ્ધુ પણ તે કલાકારોમાંથી એક હતા, જેમણે ખેડૂતો સાથે ધરણાં પર બેસવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી તેમણે સ્થાયી રીતે ધરણાંમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. દીપ સિદ્ધુએ તેમના સોશિયલ મીડિયા પર પ્રશંસકોને ખેડૂતોની સમસ્યા ઉઠાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન ઘણા ખેડૂતોએ દીપ સિદ્ધુની ખેડૂત આંદોલનમાં ભાગીદારીનો વિરોધ કર્યો હતો. દીપની નરેન્દ્ર મોદી અને સની દેઓલ સાથેની તસવીરના આધારે તેને આરએસએસ અને ભાજપનો એજન્ટ પણ કહ્યો હતો. જોકે દીપ સિદ્ધુ દ્વારા આવો કોઈપણ આરોપ હોવાની વાત નકારવામાં આવી છે.
ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ કેવી રીતે લાગ્યો
ખેડૂત સંગઠનોની પોલીસ સાથે વાતચીત થઈ રહી હતી અને તેઓ નક્કી કરેલા રૂટથી જ ટ્રેક્ટર રેલી કાઢવાના હતા, પરંતુ આરોપ લગાવવામાં આવ્યો છે કે એક રાત પહેલાં જ દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરથી નેતા બનેલા લક્ખા સિધાના અમુક ખેડૂતોને મળ્યા અને તેમને ઉશ્કેર્યા કે ખેડૂત સંગઠનો સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ નીકળતો નથી. બે મહિના થઈ ગયા. આ લોકો સરકારની વાત માની રહ્યા છે. વાતચીતથી કઈ થવાનું નથી, આપણે દિલ્હીમાં ઘૂસીશું અને લાલકિલ્લા પર જઈશું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.