તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Farmers Protest Twitter Suspends Over 500 Accounts In India After Government Warning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની નોટિસ પર ટ્વિટરનું એક્શન:ખેડૂત આંદોલન દરમિયાન 500 અકાઉન્ટ્સ હંમેશાં માટે સસ્પેન્ડ, વિવાદાસ્પદ કન્ટેન્ટવાળાં હેશટેગની વિઝિબિલિટી ઘટાડી

22 દિવસ પહેલા

ખેડૂત આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા વિશે સરકારના કડક વલણને કારણે ટ્વિટરે 500 અકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દીધાં છે. સરકારે ટ્વિટરને ઘણાં વિવાદાસ્પદ અકાઉન્ટ્સ અને હેશટેગ હટાવવાની નોટિસ આપી હતી. એના જવાબમાં ટ્વિટરે પગલાં લીધાં છે. સોશિયલ મીડિયા કંપનીએ બુધવારે આ માહિતી આપી છે. ટ્વિટરે જણાવ્યું છે કે જે અકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે એ કંપનીની પોલિસીનું વાયોલેશન કરતી હતી.

ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે ગયાં સપ્તાહોમાં થયેલી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિવાદાસ્પદ કન્ટેન્ટવાળાં હેશટેગની વિઝિબિલિટી ઓછી કરી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં પોતાના નિયમો લાગુ કરવા જે પગલાં લેવામાં આવ્યાં છે એના વિશે રેગ્યુલર અપડેટ આપવામાં આવી રહ્યું છે.

પત્રકાર, પોલિટિશિયનનાં અકાઉન્ટ્સ પર એક્શન નહીં
ટ્વિટરે એવું પણ જણાવ્યું છે કે અમુક અકાઉન્ટ્સ એવાં પણ છે, જેમને ભારતમાં બ્લોક કરવામાં આવ્યાં છે, પરંતુ એ અન્ય દેશમાંથી ઓપરેટ કરી શકાશે. એ સાથે જ કહ્યું છે કે ન્યૂઝ મીડિયા, પત્રકાર, એક્ટિવિસ્ટ અને પોલિટિશિયન સાથે જોડાયેલા કોઈપણ અકાઉન્ટ સામે પગલાં લેવામાં આવ્યાં નથી.

સરકારે ઉશ્કેરણી કરે એવાં અકાઉન્ટ્સ હટાવવા કહ્યું હતું
ન્યૂઝ એઝન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે 2 દિવસ પહેલાં ટ્વિટરને 1178 પાકિસ્તાની અને ખાલિસ્તાની અકાઉન્ટ્સ હટાવવા કહ્યું હતું. સરકારનું કહેવું હતું કે આ અકાઉન્ટ્સ દ્વારા ખેડૂત આંદોલન સાથે જોડાયેલી માહિતી અને ઉશ્કેરણીવાળી કમેન્ટ્સ ફેલાવવામાં આવી રહી છે.
ટ્વિટરે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી તરફથી ઘણા આદેશ મળ્યા હતા, જેમાં વિવાદાસ્પદ અકાઉન્ટ્સ બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. એ સાથે જ ટ્વિટરે કહ્યું હતું કે ઓપન ઈન્ટરનેટ અને ફ્રી એક્સપ્રેશનને મજબૂતી આપતી વેલ્યુઝ માટે સમગ્ર દુનિયામાં જોખમ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો