તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે શનિવારે પાંચમી બેઠક યોજાઈ, પરંતુ તેમાં પણ કશું પરિણામ ના આવ્યું. આ બેઠક પછી નિર્ણય લેવાયો કે, ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે હવે નવમી ડિસેમ્બરે બેઠક યોજાશે. વિજ્ઞાન ભવનમાં આયોજિત બેઠકમાં ખેડૂતોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને પાછલી બેઠકનો લેખિત જવાબ આપવાનું કહ્યું હતું, જે મુદ્દે સરકારે સંમતિ આપી દીધી છે. આ બેઠકમાં કૃષિ મંત્રીએ અપીલ કરી કે, દેખાવોના સ્થળે હાજર વૃદ્ધો અને બાળકોને ઘરે મોકલવામાં આવે.
આઠમીએ ભારત બંધનું એલાન કર્યું
ખેડૂત નેતાઓએ કહ્યું કે, ‘તેઓ છેલ્લાં ઘણાં દિવસથી રસ્તા પર છે. જો સરકાર ઈચ્છે છે કે, તેઓ રસ્તા પર જ રહે તો અમને કોઈ મુશ્કેલી નથી. અમે કોર્પોરેટ ખેતી નથી ઈચ્છતા. આ કાયદાથી સરકારને ફાયદો છે, ખેડૂતોને નહીં.’ આ બેઠક અંગે ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યું કે, ‘હવે સરકાર એક ડ્રાફ્ટ તૈયાર કરીને અમને આપશે. ટેકાના ભાવ મુદ્દે પણ અમે વાતચીત કરી, પરંતુ અમારી માંગ છે કે આ કાયદા રદ કરો અને તેને પાછા લેવા મુદ્દે વાત કરો.’ આ દરમિયાન આઠમી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરાઈ છે. ઑલ ઈન્ડિયા કિસાન સભાના મહા સચિવે કહ્યું કે, અમે બેઠકની શરૂઆતમાં જ કહ્યું હતું કે, ખેડૂતો કાયદામાં ફેરફાર નહીં, પરંતુ તે સંપૂર્ણપણે રદ થાય એવું ઈચ્છે છે.
ખેડૂતોના દેખાવોમાં ગાયક દિલજીત પણ પહોંચ્યો
ખેડૂતોના મુદ્દાને લઈને કંગના રણૌત સાથે સોશિયલ મીડિયામાં સામસામે આવી ગયા પછી પંજાબી ગાયક દિલજીત દોસાંજ ખેડૂત આંદોલનના સમર્થનમાં સિંઘુ સરહદે પહોંચ્યો હતો. તેણે મંચ પરથી કહ્યું કે, હું સરકારને કહેવા માંગુ છું કે, ખેડૂતોના મુદ્દા આડા પાટે ના ચડાવવામાં આવે. અહીં ખેડૂતોના હિત સિવાય બીજી કોઈ વાત નથી થઈ રહી. સરકાર ખેડૂતોની માંગો સ્વીકારે અને સોશિયલ મીડિયા પર અફવા ના ફેલાવે.
ભારતમાં ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવોનો અધિકાર: યુએન પ્રવક્તા
યુનાઈટેડ નેશન્સે પણ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટિફન ડુજારિકે કહ્યું છે કે, અમે લોકોને પોતાના માટે અવાજ ઉઠાવતા જોવા માંગીએ છીએ. ભારતમાં ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવોનો હક છે. તંત્રએ પણ તેમને એ માટે મંજૂરી આપવી જોઈએ.
36 બ્રિટીશ સાંસદોએ ભારત પર દબાણ વધારવા પત્ર લખ્યો
લેબર પાર્ટીના તનમનજીત સિંહ ઘેસીના નેતૃત્વમાં બ્રિટનના 36 સાંસદનું એક પ્રતિનિધિમંડળ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યું છે. તેમણે બ્રિટીશ વિદેશ સચિવ ડોમિનિક રેબને આ મુદ્દો નવી દિલ્હીમાં ઉઠાવવાની અપીલ કરી છે. સાંસદોએ રેબને હાલમાં જ લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ ભારત પર દબાણ વધારવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમણે વિદેશ સચિવને પંજાબ અને વિદેશોમાં શીખ ખેડૂતોના સમર્થન થકી ભારત સરકાર સાથે વાતચીત કરવાનો પણ આગ્રહ કર્યો છે.
બેઠક પછી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે વાટાઘાટો સારા માહોલમાં થઈ. અમે કહ્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈસની વ્યવસ્થા ચાલુ રહેશે. તેને કોઈ જોખમ નથી. તેના પર શંકા કરવી ખોટી છે. છતા પણ કોઈના મનમાં શંકા હોય તો સરકાર સમાધાન કરવા તૈયાર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે APMC એક્ટ રાજ્યનો છે અને રાજ્યના આ માર્કેટને પ્રભાવિત કરવાનો અમારો હેતું નથી. કાયદાની રીતે પણ તે પ્રભાવિત નહીં થાય. APMC મજબૂત થાય તે માટે સરકાર પ્રયાસ કરવા તૈયાર છે. તેના પર ગેરસમજ હોય તો પણ સરકાર તેના સમાધાન માટે તૈયાર છે. સરકાર તમામ મુદ્દા પર વિચાર કરી રહી છે અને અમારી કોશિશ છે કે સમાધાનનો માર્ગ શોધીએ.
તોમરે કહ્યું હતું કે તમે મોદીજીના છ વર્ષના કામને જોશો તો ખેડૂતોની આવકમાં વધારો થયો છે. MSP વધી છે. ખેડૂતો ટેક્નોલોજી સાથે જોડાય શકે તે માટે પણ મોદી સરકારે ઐતિહાસિક રીતે કામ કર્યું છે. હિન્દુસ્તાન એ વાતનું સાક્ષી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા એક વર્ષમાં અમે 75 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં મોકલીએ છીએ.
બેઠકમાં ખેડૂતો ગુસ્સે થયા, કહ્યું માંગ પૂરી કરો
આ પહેલા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી મીટિંગમાં 40 ખેડૂતોએ ભાગ લીધો હતો. સરકાર સાથે ચર્ચા સમયે ખેડૂતો ભડકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર માગણીઓ પૂરી કરે, અન્યથા તેઓ બેઠક છોડી જતા રહેશે. ખેડૂતોએ કહ્યું કે હવે તેઓ વાતચીત ઈચ્છતા નથી, સરકાર ઉકેલ શોધે. લંચ બ્રેક સમયે ખેડૂતોએ આજે પણ સરકારી ભોજન લીધુ ન હતું, પણ તેમનું ભોજન લઈને આવ્યા હતા. તેઓ પાણી પણ સાથે લઈને આવ્યા હતા. આ અગાઉ ગુરુવારની બેઠકમાં પણ ખેડૂતો ભોજન લઈને આવ્યા હતા.
#WATCH Delhi: Farmer leaders, present at the fifth round of talks with Central Government, have food that they had carried to the venue.
— ANI (@ANI) December 5, 2020
A Kar Sewa vehicle that carried food for them arrived here earlier today. They'd got their own food even during 4th round of talks on Dec 3. https://t.co/hDP8cwzSGJ pic.twitter.com/XSR6m2lljS
સરકારે ગત બેઠકનો લેખિત જવાબ સોંપ્યો
સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂત સાથે વાતચીત કરી રહ્યા છે. ખેડૂતોની માંગ પર સરકારે ગત મીટિંગના દરેક મુદ્દાના લેખિત જવાબ સોંપ્યા છે.
સરકાર MSP ની લેખિત ગેરંટી આપવા રાજી, ખેડૂત કયદો પાછો ખેંચવા અડગ
ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ખેડૂતોને ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (MSP) યથાવત રાખવા માટે લેખિત ગેરંટી આપે અને ખેડૂત વિધેયકોની જે જોગવાઈ પર ખેડૂતોને વાંધો છે તેમા સુધારા કરવા તૈયાર છે. પણ ખેડૂત ત્રણેય કાયદાને પરત ખેંચવાની માંગ પર અડગ છે. બેઠકમાં ખેડૂતોએ કહ્યું- કૃષિ કાયદામાં ફેરફાર કરવાથી કામ નહીં ચાલે, સરકારે ત્રણેય કાયદાને પાછાં ખેંચવા જોઈએ.
આ અગાઉ ખેડૂતોના મુદ્દે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત તેમના 4 મંત્રીઓ સાથે ચર્ચા કરી. PM મોદીના નિવાસસ્થાને આશરે 2 કલાક ચાલેલી બેઠકમાં અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્ય
#WATCH Delhi: Farmer leaders, present at the fifth round of talks with Central Government, have food that they had carried to the venue.
— ANI (@ANI) December 5, 2020
A Kar Sewa vehicle that carried food for them arrived here earlier today. They'd got their own food even during 4th round of talks on Dec 3. https://t.co/hDP8cwzSGJ pic.twitter.com/XSR6m2lljS
ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલુ રાખવાની લેખિત ગેરેંટી આપવા અને કૃષિ બિલના જે પ્રોવિજન્સ પર ખેડૂતોને વાંધો છે, તેમાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. પણ ખેડૂતો ત્રણ કાયદા પાછા લેવાની માગ પર અડગ છે.
અપડેટ્સ
કાજુ-બદામના લંગર.. મનોરંજન માટે ટ્રેક્ટર પર DJ
આંદોલનમાં જોડાયેલા ખેડૂતો માટે હોશિયારપુર જિલ્લા કબડ્ડી એસોસિયેશનના સભ્યોએ બદામનું લંગર લગાવ્યું. એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે તેમને દોઢ ક્વિન્ટલ બદામ, કાજુ અને અખરોટ આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને વહેંચ્યા. તો આ તરફ સિંધુ બોર્ડર પર ગત રાતે ખેડૂત ટ્રેક્ટર પર DJ લગાવીને નાચતા જોવા મળ્યા. તેમનું કહેવું છે કે મનોરંજનની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રેક્ટર પર મ્યુઝિક સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી છે.
#WATCH | A tractor with DJ system was spotted at Delhi-Haryana border during farmers' protest in Singhu last night.
— ANI (@ANI) December 5, 2020
"For the past few days, we have been here & there is no source of entertainment for us so we have this tractor installed with a music system," a farmer said. pic.twitter.com/p2r3Ec9Dwb
ખેડૂતોએ કહ્યું- આજે માત્ર કાયદો રદ કરવાની વાત થશે
ખેડૂતોની મીટિંગ પહેલાં કહ્યું હતું કે સરકાર વારંવાર તારીખ જોઈ રહી છે. એવામાં તમામ સંગઠનોએ નિર્ણય કર્યો છે કે આજે વાતચીતનો છેલ્લો દિવસ છે. ખેડૂત સંયુક્ત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું હતું કે આજે આરપારની લડાઈ કરીને આવીશું, રોજ રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઈ બીજી વાત નહીં થાય, માત્ર કાયદાને રદ કરવા માટે વાત જ થશે.
170થી વધુ ખેડૂત બીમાર, કોરોના ટેસ્ટ માટે તૈયાર નથી
ટીકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી છે. અહીં લાગેલા કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહ્યા છે. અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્રણ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યાં છે. સમર્થન આપવા પહોંચેલા ધારાસભ્ય બલરાજ કુંડુ કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણા ભાકિયુના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે. જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે. લગભગ એક હજાર ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.
ખેડૂતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
અરજદારે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવાના આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી.
કેનેડાના PMના નિવેદનથી વિદેશ મંત્રાલય નારાજ
ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે. ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું હતું કે સ્થિતિ ચિંતાજનક છે. તેઓ હંમેશાં શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.
MSPથી ઓછી કિંમતે ખરીદનારને જેલની સજા કરો
ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા ખેડૂતોનું ઉત્પાદન એમએસપીથી ઓછી કિંમતે ખરીદનારા લોકોને કેદની સજા કરવાની બંધારણીય જોગવાઈ કરવાની માગ કરી અને કહ્યું હતું કે એમએસપી મુદ્દે કોઈ સમાધાન નહીં થાય.
મમતાએ દેખાવકારો સાથે ફોન પર વાતચીત કરી
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનકારીઓ સાથે ફોન પર વાતચીત કરી સમર્થન આપ્યું હતું. ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન હરિયાણામાં ખેડૂતોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ આ ત્રણેય કૃષિકાયદાના માધ્યમથી ખેડૂતોના અધિકારો કોર્પોરેટ ગૃહોને વેચી રહ્યો છે.
આંદોલનના સમર્થનમાં પંજાબી લેખકોએ અવૉર્ડ પરત કર્યા
ખેડૂતોના સપોર્ટમાં અવૉર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત્ રહ્યો. લેખક ડો. મોહનજિત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી અવૉર્ડ પરત કરી દીધા છે. ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ અવૉર્ડ પરત કરી દીધો હતો.
કેન્દ્ર સુધારા માટે રાજી, પણ ખેડૂતો નહીં
ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલાં, એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું હતું કે કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલાં આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.
ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર MSPનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત 5 ડિસેમ્બરે થશે.
સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક પર વાયદો કર્યો, બાકીના પર વિશ્વાસ અપાવ્યો
ખેડૂતોની ચિંતા | સરકારનો જવાબ |
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ તો બંધ નહીં થઈ જાય? | MSP યથાવત્ હતી, છે અને રહેશે. |
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય? | પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું. |
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગે | સરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું. |
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે? | APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું. |
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે. | ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું. |
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે. | ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ. |
વીજળી સુધારા બિલ અને પરાળી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે. | સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે. |
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.