તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers Protest LIVE Update | Kisan Andolan Delhi Haryana Singhu Border News | Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનનો 11મો દિવસ LIVE:8 ડિસેમ્બરે આરપારની લડાઈ, 19 પાર્ટીઓ ભારત બંધના સમર્થનમાં; બોક્સર વિજેન્દરે કહ્યું-કાયદો પાછો લો, નહીંતર ખેલરત્ન પરત કરીશ

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, ભાકપા, માકપા, TRS, VCK, MMK, IJK,KNMNK, DMK, MDMK અને IUMLએ ભારત બંધને સમર્થન આપ્યુ
  • કૃષિ રાજ્યમંત્રીએ કહ્યું- નવા કૃષિ કાયદાથી ખેડૂતોને જ લાભ થવાનો છે પણ વિપક્ષો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે

નવા ખેડૂત કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને રવિવારે 11મો દિવસ છે. દરમિયાન રવિવારે સમગ્ર વિપક્ષ ખુલ્લીને ખેડૂતોના સમર્થનમાં સામે આવ્યા. વિપક્ષી દળોએ ખેડૂતો તરફથી આપેલા ભારત બંધના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. તેમા સોનિયા ગાંધી સહિત 11 મોટા નેતાઓએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગો પૂરી કરે. ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપનાર નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, NCP નેતા શરદ પવાર, MCPના મહાસચિવ સીતારામ યેચુરી, DMKના ચીફ એમકે સ્ટાલિન તથા PAGDના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, RJD તરફથી તેજસ્વી યાદવ, ભાકપાના મહાસચિવ ડી.રાજા, ભાકપાના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય,AIFBના મહાસચિવ દેવવ્રત વિશ્વાસ અને RSPના મહાસચિવ મનોજ ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે.

બોક્સર વિજેન્દરે એવોર્ડ પરત કરવાની વાત કરી છે. આ તરફ દરમિયાન NCPના પ્રમુખ શરદ પવાર ખેડૂત આંદોલનના મુદ્દે 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ દ્વારા ખેડૂતોને એક કરોડ રૂપિયાની મદદ કરવાના સમાચાર સામે આવ્યા છે. પંજાબી સિંગર સિંગાએ આ વાતનો ખુલાસો કર્યો છે. નવી રણનીતિ અંગે ખેડૂત સંગઠનો વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી છે.જેમાં આગળની યોજનાઓ અંગે ચર્ચા ચાલી રહી છે.

આ રાજકીય પક્ષોએ બંધને સમર્થન આપ્યુ
બંંધનું સમર્થન કરનાર પક્ષોમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, ભાકપા, માકપા, TRS, VCK, MMK, IJK,KNMNK, DMK, MDMK અને IUMLનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન પણ બંધના સમર્થનમાં છે. આ ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ, PDP, પીપલ્સ કોન્ફ્રેંસ, નેશનલ કોન્ફ્રન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકપાના જમ્મુ કાશ્મીર એકમનો સમાવેશ થાય છે.
ખેડૂત આંદોલનને લીધે ભાજપના વડપણ હેઠળના NDAમાં પણ મતભેદ જોવા મળ્યા છે. બંધના સમર્થનમાં આવેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને રાજસ્થાનથી સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું છે કે પ્રધાનમંત્રીએ કૃષિ કાયદો પાછો લેવો જોઈએ. અમે NDAમાં રહેશુ કે નહીં તે અંગે આઠ ડિસેમ્બર બાદ નિર્ણય લેવામાં આવશે.

કૃષિ રાજ્ય મંત્રીનો વિપક્ષ પર પ્રહાર
ત્યારબાદ કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. દેશમાં નવા કાયદાથી ખેડૂતોને જ ફાયદો થવાનો છે, પણ કોંગ્રેસ તેના શાસન હેઠળના રાજ્યોમાંથી ખેડૂતોને ઉશ્કેરી રહી છે. રાજકીય પક્ષો આગમાં ઈંધણ નાંખવાનું કામ કરી રહ્યા છે.

અપડેટ્સ

  • ઓલમ્પિક મેડલિસ્ટ ભારતીય બોક્સર વિજેન્દર સિંહ સિંધૂએ બોર્ડર પહોંચીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, જો સરકાર કાળો કાયદો પાછો નહીં લે, તો હું મારો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત કરી દઈશ
  • મુંબઈમાં શિરોમણિ અકાલી દળના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. મુલાકાત પછી પ્રતિનિધિમંડળે જણાવ્યું કે, ઉદ્ધવે આંદોલન દરમિયાન ખેડૂતોના તમામ કાર્યક્રમોમાં સમર્થન કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તે બે સપ્તાહ પછી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પણ ભાગ લેશે. તેમણે ખેડૂત આંદોલનના સમર્થનની વાત પણ કહી છે.
  • શરદ પવારે કહ્યું કે,કેન્દ્ર સરકારે પરિપક્વતા દેખાડવી જોઈએ. આ આંદોલન માત્ર દિલ્હી સુધી જ સીમિત નહીં રહે. જો સરકારે ખેડૂતોની માંગ પર વિચાર નહીં કર્યો, તો આખાય દેશના ખેડત સરકાર વિરુદ્ધ ઊભા થઈ જશે.
  • દિલ્હીના AAP સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી અધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખેડૂતોના ભારતબંધનું સમર્થન કરવાની અપીલ કરી છે.
  • ગાજીપુર-ગાઝિયાબાદ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનના કારણે ગાજીપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ટ્રાફિક જામની સ્થિતિ બની ગઈ છે.

આંદોલન સાથે વિપક્ષ
કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધમાં ખેડૂતોના સમર્થનની જાહેરાત કરી છે. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, અમે આંદોલનના સપોર્ટમાં અમારી પાર્ટી ઓફિસમાં પ્રદર્શન કરીશું. આનાથી રાહુલ ગાંધીના ખેડૂત પ્રત્યેના સપોર્ટને મજબૂતાઈ મળશે. સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવે પણ ભારત બંધના સપોર્ટની જાહેરાત કરી. આ પહેલા TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતું કે, પાર્ટી મજબૂતાઈ સાથે ખેડૂતોના સાથે ઊભી છે અને ભારત બંધમાં તેમનું પુરુ સમર્થન કરશે.

સિંગાએ સોશિયલ મીડિયા પર દિલજીતને સેલ્યૂટ કરી કહ્યું કે, ખેડૂતોના ગરમ કપડાં માટે દિલજીતે એક કરોડ રૂપિયા દાન કર્યા છે. આજકાલ તો લોકો 10 રૂપિયાનું દાન આપ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માંડે છે, પણ આવડી મોટી મદદ કર્યા પછી પણ મેં આ વિશે અત્યાર સુધી કોઈ પોસ્ટ જોઈ નથી.

વડાપ્રધાન સાથે ચર્ચા પછી નિર્ણય લેવાશે
રાષ્ટ્રીય ખેડૂત મજૂર મહાસંઘના સંદીપ ગિડ્ડેએ કહ્યું કે, શનિવારે ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીતમાં અમને ચેતવણી આપી કે જો કાયદો પાછો નહીં લેવામાં આવે, તો ખેડૂત મીટિંગનો બોયકોટ કરી દેશે. ત્યારપછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે.ત્યારપછી તેમની અધ્યક્ષતામાં કેબિનેટ આ અંગે નિર્ણય લેશે.

મહારાષ્ટ્ર સાથેની બેઠકમાં સામેલ થવા આવેલા ગિડ્ડેના જણાવ્યા પ્રમાણે, મંત્રીઓએ કહ્યું કે, 9 ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની વાતચીત પહેલા વડાપ્રધાન સાથે ચર્ચાનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવે અને મીટિંગમાં ખેડૂતો સાથે તેને શેર કરવામાં આવે.

પાંચમી વખતની મીટિંગનું પણ કોઈ પરિણામ નહીં
આ પહેલા આંદોલનના 10માં દિવસે શનિવારે ખેડૂત નેતાઓ સાથે સરકાર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. પાંચમાં તબક્કાની બેઠક પછી પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ નિવેડો ન આવ્યો અને સરકારે તેમનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે 4 દિવસ વધુ માંગ્યા હતા. હવે આગામી બેઠક 9 ડિસેમ્બર થશે.

બેઠક દરમિયાન નેતા 3 સવાલો પર હાં અથવા નામાં જવાબ જાણવા માટે અડી ગયા હતા. તો આ તરફ બેઠક પછી સરકાર કહેવા લાગી કે અમે દરેક ગેરસમજણ દૂર કરવા માટે તૈયાર છીએ, પણ ખેડૂત સૂચન આપી દેતા તો સારુ રહેતું.

દિલ્હીની વિજ્ઞાન ભવનમાં યોજાયેલી મીટિંગમાં 40 ખેડૂત નેતા પહોંચ્યા હતા. જ્યારે ચાર કલાકની બેઠક થઈ તો છેલ્લા એક કલાકમાં ખેડૂતોએ મૌન સાધી લીધું હતું. મોઢા પર આંગળી રાખીને બેસી ગયા હતા. તેમણે સરકારને ત્રણ સવાલ કર્યા હતા અને કહ્યું કે, તેનો હા કે નામાં જવાબ આપો. પહેલો- સરકાર એ જણાવે કે તે કૃષિ કાયદાને ખતમ કરશે કે નહી? MSP ને આખા દેશમાં ચાલું રાખવામાં આવશે કે નહીં? અને નવા વીજળી કાયદાને બદલશે કે નહીં?

ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ

  • બેઠક દરમિયાન એક વખત વાત એટલી બગડી ગઈ કે ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર અમારી માંગ પુરી કરે, નહીં તો અમે મીટિંગ છોડીને જતા રહીશું.
  • ખેડૂતો સરકારને કહ્યું કે, અમે કોર્પોરેટ ફાર્મિંગ નથી ઈચ્છતા. આ કાયદાથી સરકારને ફાયદો થશે, ખેડૂતોને નહીં.
  • તેમણે કહ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી રસ્તા પર છીએ. અમારી પાસે એક વર્ષની વ્યવસ્થા છે. જો સરકાર એવું જ ઈચ્છે છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી.
  • લંચ બ્રેકમાં ખેડૂતોએ આજે પણ સરકારી ભોજન નહોતું લીધું, પણ પોતે લાવ્યા તે જ જમ્યાં હતા. તે પાણી અને ચા પણ સાથે લઈને આવ્યા હતા.

બેઠક પછી સરકારે કહ્યું- સૂચન મળ્યા હોત તો સારુ રહેતું
શનિવારે લગભગ પાંચ કલાકની બેઠક ખતમ થયા પછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે MSP અને APMC પર છેલ્લી બેઠકમાં કહેવી વાત ફરી કહી.

MSP- કૃષિ મંત્રીએ કહ્યું કે, મિનિમમ સપોર્ટ પ્રાઈઝની વ્યવસ્થા ચાલું રહેશે. આની પર કોઈ પણ પ્રકારનું જોખમ નથી. તેમ છતા કોઈના મનમાં શંકા છે તો સરકાર સમાધાન માટે પુરી રીતે તૈયાર છે.

APMC- તોમરે કહ્યું કે, આ એક્ટ રાજ્યનો છે અને APMC મંડીને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરવાનો અમારો ઈરાદો નથી. કાયદાકીય રીતે પણ તે પ્રભાવિત નહીં થાય. આના માટે ગેરસમજણ હોય તો સરકાર સમાધાન માટે તૈયાર છે.

સૂચન પણ જોઈએઃ કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે ખેડૂતોને કહ્યું કે, સમાધાનનો રસ્તો શોધવાના પ્રયાસમાં જો ખેડૂતો પાસેથી સૂચન મળી જાય તો તે ઉચિત રહેશે. અમે રાહ જોઈશું.

વૃદ્ધ-બાળકોને ઘરે મોકલો- સરકારે કહ્યું કે, શિયાળાની ઋતુ છે. કોરોના સંકટ છે, એટલા માટે વૃદ્ધ અને બાળકોને ખેડૂત નેતા ઘરે મોકલી દે તો સારું રહેશે. ખેડૂતોને દિલથી આભાર માનું છું કે, તે અનુશાસન સાથે આંદોલન કરી રહ્યાં છે.

મોદી સરકારની સિદ્ધી ગણાવી- તોમરે કહ્યું કે, મોદી સરકાર ખેડૂતો પ્રત્યે પુરી રીતે પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે. જો તમે મોદીજીની છ વર્ષની કામગીરીને જોશો તો ખેડૂતોની આવકમાં વધારો થયો છે. MSP વધી ગઈ છે. એક વર્ષમાં અમે 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે. 10 કરોડ ખેડૂતોને 1 લાખ કરોડથી વધુ પૈસા આપી ચુક્યા છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો