તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોને શું મળ્યું?:સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકાર અને ખેડૂતોને કેટલો ફાયદો-કેટલું નુકસાન

8 દિવસ પહેલા
 • સુપ્રીમ કોર્ટે બીજા દિવસની સુનાવણીમાં ત્રણેય કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છે

અંદાજે છેલ્લા બે મહિનાથી હજારો ખેડૂતો જે મુદ્દા સાથે દિલ્હી સીમા પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે એ વિશે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ વાયદાના અમલ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનોમાં કોઈ સમજૂતી થતી ન હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને એક કમિટી બનાવવામાં આવી છે. હવે આ કમિટી જ પોતાનો રિપોર્ટ કોર્ટમાં આપશે અને એ વિશે આગળ નિર્ણય લેવામાં આવશે.

જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કડક વલણ અપનાવ્યું અને ક્યારેક કેન્દ્ર સરકાર તો ક્યારે ખેડૂત સંગઠનોની ઝાટકણી કાઢી હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે ત્યારે આવો જાણીએ કે કયા પક્ષને શું મળશે....

ખેડૂતો કૃષિ કાયદો રદ કરવા માટે 26 નવેમ્બરથી સીમા પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
ખેડૂતો કૃષિ કાયદો રદ કરવા માટે 26 નવેમ્બરથી સીમા પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતોને ક્યાં રાહત મળી?

 • ખેડૂતો ઘણા સમયથી સરકાર સાથે વાત કરી રહ્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવતું નહોતું. એ ઉપરાંત તેઓ એવો મેસેજ આપવા નહોતા માગતા કે તેઓ સરકાર સામે ઝૂકી ગયા છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે એમાં દખલગીરી કરી છે ત્યારે કમિટીનો રિપોર્ટ અને સરકારના આદેશના આધારે આંદોલન અંત તરફ આગળ વધી શકે છે. આ સંજોગોમાં સરકારના દબાણમાં આવ્યા વગર ખેડૂતો તેમનું આંદોલન સમાપ્ત કરી શકે છે.
 • જે કમિટી બનાવવામાં આવી છે એ ખેડૂત સંગઠનો સાથે વાત કરશે. એમાં પક્ષ અને વિપક્ષ બંને સાથે હશે અને એમાં ખાસ ખેડૂતોની વાત સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી, અત્યારસુધી કાયદાના પક્ષમાં તેમની પાસે કોઈ અરજી આવી નથી.

ખેડૂતોને ક્યાં નુકસાન થયું?

 • ખેડૂતો ઘણા સમયથી કાયદો પરત લેવાની અપીલ કરતા હતા. સરકારના સંશોધન અને કમિટીના પ્રસ્તાવની નકારી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કડક રીતે કમિટી બનાવવાની અને ઉકેલ કાઢવાની વાત કરી છે ત્યારે ખેડૂત સંગઠનોએ પણ પોતાની જીદ છોડીને કમિટી સમક્ષ હાજર થવું પડશે.
 • કમિટી સામે ખેડૂતો હાજર થશે કે નહીં એ વિશે ખેડૂત સંગઠનો પણ એકમત નથી. આ સંજોગોમાં જો મોટે પાયે ખેડૂત સંગઠનો કમિટી સાથે ચર્ચા કરવાનું ટાળશે તો આ નિર્ણય સરકારના પક્ષમાં જઈ શકે છે, કેમ કે એને નિર્ણયને ટાળવા અને કોર્ટનો આદેશ ના માનવા તરીકે જોઈ શકે છે.
અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 9 વખત બેઠક થઈ છે
અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 9 વખત બેઠક થઈ છે

સરકારને મળશે રાહત?

 • ખેડૂત અને સરકાર વચ્ચે અંદાજે આઠ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ અત્યારસુધી કોઈ ચોક્કસ પરિણામ નીકળ્યું નથી. એ ઉપરાંત ઘણી વખત બંને પક્ષ વચ્ચે આકરો વ્યવહાર પણ જોવા મળતો હતો. આ દરમિયાન હવે સુપ્રીમ કોર્ટની કમિટી બની રહી છે ત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચે બનેલો ગતિરોધ તૂટશે અને કોઈ નિર્ણય તરફ આગળ વધી શકાશે.
 • કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી દરેક પક્ષો સાથે વાત કરશે, પછી ભલે એ કાયદા સમર્થક હોય કે વિરોધી. આ દરમિયાન હવે કમિટી દ્વારા આપવામાં આવેલો રિપોર્ટ કાયદાના સમર્થનમાં આવશે તો સરકારનો પક્ષ મજબૂત થશે.
 • સરકારને એક મોટો લાભ એ પણ થશે કે તેમણે કાયદો પરત નહીં લેવો પડે, કારણ કે કમિટી હવે લાગુ કરવામાં આવેલા કાયદા પર વિસ્તરણથી વિચારણા કરશે અને દરેક ક્લોઝ પર તેમનાં સૂચન આપશે. આ સંજોગોમાં સરકાર જે સુધારા સંશોધનની વાત કરી રહી છે, એ પર પણ કામ ચાલુ કરી શકાશે.

સરકારને ક્યાં નુકસાન?

 • કૃષિ કાયદાનો વિરોધ જ્યારથી શરૂ થયો છે ત્યારથી સરકાર એના બચાવ પક્ષનું કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ ઘણી વખત સીધા ખેડૂતોને સંબોધન કરીને આ કાયદાને કૃષિક્ષેત્રનો સૌથી મોટો સુધારો ગણાવ્યો છે. પીએમ મોદીએ ખેડૂતોને વિપક્ષની વાતોમાં ન આવવા માટે પણ ભલામણ કરી છે, પરંતુ સરકારની દલીલ કોર્ટમાં ના ચાલી અને અંતે કાયદા પર સ્ટે લાવવામાં આવ્યો.
 • સરકારે ખેડૂતોને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. કોર્ટે પણ સ્વીકાર્યું કે સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. આ સંજોગોમાં મોદી સરકાર તેમના દમ પર આંદોલન સમાપ્ત ન કરી શકે. હવે સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટના હાથમાં છે.
 • કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી દરેક પક્ષ સાથે વાત કરીને તેમનો મત રજૂ કરશે. જો આ સંજોગોમાં કૃષિ કાયદામાં ખામીઓ દર્શાવવામાં આવશે તો કેન્દ્ર પર એને પરત લેવાનું દબાણ કરી શકાય છે.

સૌથી મોટો પ્રશ્ન શું આંદોલન સમાપ્ત થશે?
ભારતીય કિસાન યૂનિયન (ટીકૈત)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિવાકરસિંહ ચૌધરી કહે છે કે, અમને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ છે. પરંતુ આજના આદેશથી ખેડૂતોને વધારે ફાયદો થશે નહીં. સુપ્રીમ કોર્ટે આંદોલન સમાપ્ત કરવાનો આદેશ પણ આપ્યો નથી અને અમારી માગ ત્રણ કાયદાને રદ કરવાની છે. કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય.

દિવાકર સિંહ કહે છે કે અમે જે નક્કી કર્યું હતું તે જ કરીશું. 13 જાન્યુઆરીએ અમે લોહરીને "કિસાન સંકલ્પ દીવસ" તરીકે ઉજવીશું અને ત્રણેય કાયદાની નકલો સળગાવીશું, અમારું સંપૂર્ણ ધ્યાન 26 જાન્યુઆરી પર છે. અમે રાજપથ પર ટ્રેક્ટર પરેડ કાઢીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser