તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 71મોં દિવસ છે. દરમિયાન આજે ગાજીપુર બોર્ડર પર હિલચાલ ફરી એકવાર વધી ગઈ હતી. શિરોમણિ અકાલી દળના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિરત કૌર બાદલ સહિત 10 વિપક્ષી પાર્ટીના 15 નેતાઓ આજે ખેડુતોને મળવા ગાજીપુર પહોંચ્યા, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા. વિપક્ષી નેતાઓ વારંવાર વિનંતી કરતા રહ્યા કે તેઓને ખેડુતોને મળવા જવા દેવાય, પરંતુ પોલીસે તે સાંભળ્યું નહીં. છેવટે, તેમને મળ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.
અમેરિકાએ કૃષિ કાયદાના વખાણ કર્યા
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું છે કે, અમેરિકા કોઈ પણ શાંતિપૂર્ણ ચાલતા આંદોલનનું સમર્થન કરે છે. આ લોકતંત્રની ઓળખ છે. જો કોઈ મતભેદ હોય તો તેમની સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ. ભારતમાં સુપ્રીમ કોર્ટે પણે આ જ કહ્યું છે. ખેડૂતો વિશે શરૂ થયેલા હોબાળા વચ્ચે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાના વખાણ કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, આ કૃષિ સુધારાથી ભારતીય બજાર મજબૂત બનશે અને ખાનગી રોકાણ પણ વધશે.
ખેડૂત નેતાએ કહ્યું- હવે મંત્રીઓ સાથે વાત નહીં કરીએ, PM આગળ આવે
2 મહિનાથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવવાની વ્યૂહરચનામાં વ્યસ્ત છે. આ મામલે હરિયાણાના જીંદ જિલ્લાના કંડેલા ગામે બુધવારે ખેડૂત મહાપંચાયત મળી હતી. આમાં ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ મંત્રી સાથે વાત કરીશું નહીં. હવે વડાપ્રધાન અને ગૃહ પ્રધાને વાતચીત માટે આગળ આવવું પડશે.
જ્યારે રાજા ડરે છે ત્યારે કિલ્લેબંધીનો સહારો લે છે
ટિકૈતે આગળ કહ્યું હતું કે, અત્યારે તો ખેડૂતો ખાલી કાયદો પરત લેવાની વાત જ કરે છે, જ્યારે ગાદી પરત લેવાની વાત કરીશું ત્યારે સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે ત્યારે કિલ્લે બંધીનો સહારો લે છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બોર્ડર પર જે કિલ્લાબંધ કરવામાં આવી છે તેવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી. પરંતુ ખેડૂતો ડરશે નહીં. ખેડૂતોના તેના પર ઉંઘશે અને બીજા ખેડૂતો તેને પાર કરીને જશે.
સરકાર દ્વારા આંતરિક વાતચીત માટે ખેડૂતો કમિટીની સભ્ય સંખ્યા પણ ઓછી કરવાની ટિકૈતે ચોખ્ખી ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, લડાઈમાં વચ્ચે ઘોડા ન બદલાય. કમિટીના જે સભ્યો છે તે જ રહેશે.
કંડેલામાં ખાપની પંચાયતમાં પસાર કરવામાં આવ્યા 5 પ્રસ્તાવ
કેજરીવાલે દિલ્હી પોલીસ પાસેથી 576 બસો પરત માંગી
કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટી માટે મોકલેલી 576 ડીટીસી બસોને તુરંત ડેપોમાં પરત મુકવાનો આદેશ કર્યો છે. આ બસો ખેડૂત આંદોલનમાં સેનાને આવવા-જવા માટે રાખવામાં આવી છે. દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ દિલ્હી સરકારની મંજૂરી વગર દિલ્હી પોલીસને બસો મળશે નહીં.
ખેડૂતો પર સેલેબ્સ આમને સામને
ખેડૂત આંદોલનના સમર્થનમાં છેલ્લા 24 કલાકમાં ઘણાં સેલેબ્સ સામે આવ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેથા થનબર્ગે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તેઓ ભારતમાં ખેડૂત આંદોલનની સાથે છે. જ્યારે પોપ સિંગર રિહાનાએ લખ્યું છે કે, આપમે ખેડૂત આંદોલન વિશે ચર્ચા કેમ નથી કરતાં. તે વિશે ભારતીય સેલેબ્સે પણ વળતો પ્રહાર કર્યો છે. રિહાનાને જવાબ આપતા કંગના રાણાવતે લખ્યું છે કે, બેસી જા મુરખ, અમે તમારા લોકોની જેમ અમારો દેશ નથી વેચતા. કોઈ પણ આ મુદ્દે એટલા માટે વાત નથી કરતાં કારણકે હિંસા ફેલાવતા લોકો ખેડૂતો નહીં, આતંકીઓ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.