• Gujarati News
  • National
  • Farmers Protest (Kisan Andolan); Lakhimpur Kheri Violence Update | Yogi Adityanath Priyanka Gandhi Rahul Gandhi Akhilesh Yadav

લખીમપુર હિંસામાં ગોળીથી કોઈ નથી મર્યું:પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 3 ખેડૂતોના મોત હેડ ઈન્જરીથી થયા, એક ઘસડાઈને મૃત્યુ પામ્યો; 4ના મોત મારપીટથી થયા, ફાયરના કોઈ નિશાન નહીં

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખીમપુર હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતો સહિત પત્રકાર અને ભાજપના કાર્યકર્તાઓનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે ફાયર ઈન્જરીથી કોઈના મોત થયા નથી. દરેકની બોડી પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 3 ખેડૂતોને માથામાં ઈજા થઈ હોવાની પણ જાણ કરવામાં આવી છે. મૃત્યુ પહેલા 4ને માર મારવાની પણ ચર્ચા છે. કોઈ પણ મૃતકના શરીરમાંથી ફાયર શોટના નિશાન મળ્યા નથી. જ્યારે ખેડૂતોનો દાવો છે કે તેમને ગોળી પણ મારવામાં આવી છે. એક પરિવારે દિલ્હીના ડોકટરો પાસેથી ફરીથી પોસ્ટમોર્ટમની માગ કરી હતી. મોડી સાંજે દિલ્હીથી ડોક્ટરોની એક ટીમ યુપી પહોંચી છે.

પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં શું કારણ જણાવાયું

ખેડૂત દલજીત સિંહ રહેવાસી બહરાઈચ: દલજીતને મોત પહેલા ઘસેડવામાં આવ્યાં. શરીર પર 16થી 17 ઈજાના નિશાન છે.

ખેડૂત​​​​​​​ લવપ્રીત સિંહ રહેવાસી લખીમપુર: તેમને પણ હેડ ઈન્જરી છે, ઘસેડવાના નિશાન છે અને શરીર પર 16થી વધુ ઈજાના નિશાનો મળી આવ્યા છે.

ખેડૂત​​​​​​​ ગુરવિંદર સિંહ રહેવાસી બહરાઈચ: હેડ ઈન્જરી છે, તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન છે. ઘસેડવામાં પણ આવ્યા છે. સાથે શરીરના અન્ય ભાગમાં ઈજાના નિશાન પણ છે.

ખેડૂત નક્ષત્ર સિંહ રહેવાસી લખીમપુર: ઘસેડવાના નિશાન મળ્યા છે. શરીરના અન્ય ભાગમાં ઈજાના નિશાન છે. હેડ ઈન્જરી છે.

મૃતક ગુરવિંદર નિવાસી બહરાઇચની પોસ્ટમોર્ટમ રિપોર્ટ
મૃતક ગુરવિંદર નિવાસી બહરાઇચની પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પત્રકાર સહિત ભાજપના કાર્યકર્તાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પત્રકાર રમન કશ્યપ નિવાસી લખીમપુરઃ મોતનું કારણ શોક અને હેમરેજ ઉપરાંત દંડાથી માર માર્યો હોય તેના નિશાન જોવા મળ્યા છે.

શુભમ મિશ્રા નિવાસી લખીમપુરઃ શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન છે. દંડાથી માર માર્યો હોય તેના પણ નિશાન જોવા મળ્યા છે.

હરિઓમ મિશ્રા નિવાસી લખીમપુરઃ દંડાથી ઈજાના નિશાન મળ્યા છે, શોક અને હેમરેજના કારણે મોત થયું.

શ્યામસુંદર નિવાસી લખીમપુરઃ ઘસડવાથી ઈજાના નિશાન અને લાઠી-દંડાથી માર માર્યો હોય તેના નિશાન મળ્યા છે.

ખેડૂતના પરિવારના લોકોનું કહેવું છે કે તેમનું મોત ગોળી લાગવાને કારણે થઈ છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાયર શોટથી ઈન્જરી થઈ હોય તેવું નથી દેખાડવામાં આવ્યું.
ખેડૂતના પરિવારના લોકોનું કહેવું છે કે તેમનું મોત ગોળી લાગવાને કારણે થઈ છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાયર શોટથી ઈન્જરી થઈ હોય તેવું નથી દેખાડવામાં આવ્યું.

પરિવારના લોકોએ રિપોર્ટ ફગાવ્યો
બહરાઇચ નિવાસી ગુરવિંદર સિંહ, દલજીત સિંહ અને લખીમપુર ખીરી નિવાસી લવપ્રીતના પરિવારના પોસ્ટમોર્ટમ રિપોર્ટના દાવાને ફગાવી દીધા છે. ખેડૂતોના પરિવારના લોકોનું કહેવું છે કે તેમના મોત ગોળી લાગવને કારણે થયા છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાયર શોટથી ઈન્જરી નથી દેખાડવામાં આવી. આ ક્યાંકને ક્યાંક કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાને બચાવવાની કવાયત છે.

અન્ય સમાચારો પણ છે...