• Gujarati News
  • National
  • Drone Surveillance Of Priyanka Gandhi's Guest House, Party Workers Break Barricades Angry Over Congress General Secretary's Arrest

લખીમપુર ખીરી LIVE:પ્રિયંકાએ કહ્યું- મંત્રીના દીકરાની ધરપકડ થાય ત્યાં સુધી અટકશું નહીં;આવતીકાલે સીતાપુર પહોંચશે રાહુલ ગાંધી

22 દિવસ પહેલા
  • પ્રિયંકા વિરુદ્ધ શાંતિભંગની આશંકા સહિત 10 કલમો મુજબ કેસ નોંધવામાં આવ્યો

લખીમપુર ખીરી હિંસામાં માર્યાં ગયેલા ખેડૂતોના પરિવારોને મળવાનો પ્રયત્ન કરતી વખતે ધરપકડ કરાયેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે રાત્રે ફોન પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં છે. તેમને અટકાયત હેઠળ લેવામાં આવ્યા બાદ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. કાર્યકર્તા આ ગેસ્ટ હાઉસની બહાર ભેગા થયા છે. પ્રિયંકા ગાંધીએ મોડી સાંજે સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને ફોન મારફતે સંબોધિત કર્યાં હતા. પ્રિયંકાએ કહ્યું- જ્યારે કોઈ ખેડૂત સંઘર્ષ અથવા આંદોલનમાં પોતાનો જીવ ગુમાવે છે ત્યારે અમે તેમને મૃતક કહેતા નથી. તેમને શહીદ કહેવામાં આવે છે.

ગૃહમંત્રી પ્રજાને ધમકાવે છે- પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકાએ કહ્યું કે આજે એક એવી ડરપોક સરકાર છે કે જેમના ગૃહમંત્રી પ્રજાને ધમકાવે છે. તેઓ પ્રજાના અવાજથી ડરે છે. તેમનો દીકરો ગાડીના ટાયર નીચે ખેડૂતોને કચડી દે છે. આ સરકાર આ ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે પોતાની પોલીસ ફોર્સને એક વિપક્ષની મહિલાને અટકાવવા માટે લગાવી દે છે. કોંગ્રેસ ગૃહમંત્રીના દીકરાની ધરપકડ થાય ત્યાં સુધી અટકશે નહીં. તેમણે કહ્યું કે મોદી જી હું તમને પૂછવા માગુ છું કે તમારી નૈતિકતા ક્યાં છે? બીજી બાજુ આવતી કાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ પહોંચશે. રાહુલ લખનઉથી સીતાપુર અને ત્યારબાદ લખીમપુર ખીરી પહોંચશે.

પોલીસે પ્રિયંકા સહિત 11 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લુના નામ પણ સામેલ છે.
પોલીસે પ્રિયંકા સહિત 11 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લુના નામ પણ સામેલ છે.

આ અગાઉ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગેસ્ટ હાઉસની બહાર બેરિકેડ્સ તોડી નાંખી હતી અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કારણ કે કાર્યકર્તા જમવાનું બનાવવાનો સામાન અને ટેંટ લઈને પહોંચી ગયા હતા અને પોલીસે તેમને રોક્યા હતા.

અપડેટ્સ

  • કોંગ્રેસ નેતા ચી ચિદમ્બરમે કહ્યું છે કે યુપી પોલીસની કાર્યવાહી ગેરકાયદેસર અને શરમજનક છે. ચિદમ્બરમનો દાવો છે કે પ્રિયંકાની સવારે 4.30 વાગ્યે પુરુષ પોલીસ કર્મચારીએ અટકાયત કરી હતી.
  • પ્રિયંકા ગાંધીને મળવા સીતાપુર જઈ રહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલને પોલીસે લખનઉ એરપોર્ટ પર રોક્યા.
  • કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું કે તેમને એ વાતનો ખ્યાલ નથી કે લખીમપુરની ઘટના કઈ રીતે બની. જે વીડિયો અને ફોટો પ્રકાશમાં આવી રહ્યાં છે, તેમાં દેખાઈ રહ્યું છે કે કારમાંથી નીકળીને ડ્રાઈવરેની હત્યા કરવામાં આવી. જો તે મારો પુત્ર હોત તો તે મૃત્યુ પામત, કારણ કે તે જગ્યાએથી નીકળવું મુશ્કેલ હતું.

હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂત લવપ્રીત સિંહનો પરિવાર હઠે ચડ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઓટોપ્સી રિપોર્ટ અને આરોપી આશિષ મિશ્રાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRની કોપી તેમને આપવામાં આવશે નહિ ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરીશું નહિ.

કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીની યુપી પોલીસે અટકાયત કરીને તેને પીએસીના ગેસ્ટ હાઉસમાં રાખી છે. એમ કહેવાઈ રહ્યું છે આ ગેસ્ટ હાઉસ પર ડ્રોનથી નજર રખાઈ રહી છે. તેનાથી નારાજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો છે. કાર્યકર્તાઓએ ગેસ્ટ હાઉસની બહાર બેરિકેડ્સ તોડી નાંખી છે અને નારેબાજી કરી રહ્યાં છે.

પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા છે. તેમણે ખેડૂતોનો જીપથી કચડવાનો વીડિયો શેર કરતા પૂછયું છે કે તમે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવવા લખનઉ આવ્યા છો. તમે લખીમપુર ખીરીનો આ વીડિયો જોયો છે. જેમાં તમારી સરકારના એક મંત્રીના પુત્રની ગાડીની નીચે ખેડૂતો કચડાતા જોવા મળી રહ્યાં છે.

પ્રિયંકાએ પીએમને સવાલ કર્યો છે કે મંત્રી અને તેમના પુત્રની અત્યાર સુધીમાં શાં માટે ધરપકડ થઈ નથી? આ વીડિયોને જોવો અને દેશને બતાવો કે મંત્રીને શાં માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? અને મારા જેવા વિપક્ષના નેતાઓને કોઈ પણ પ્રકારની FIR વગર શાં માટે અટકાયતમાં રાખવામાં આવ્યા છે? કોંગ્રેસ મહાસચિવે પીએમ મોદીને લખીમપુર આવીને પીડિત ખેડૂતોને મળવાનું કહ્યું છે.

પ્રિયંકા ગાંધી રવિવારે રાત્રે લખનઉ પહોંચી હતી. લખીમપુર હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને મળવા રાત્રે જ નીકળી પડ્યા હતા. પોલીસે તેમને અટકાવ્યા હતા અને સોમવારે સવારે 5.30 વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે કસ્ટડીમાં લીધા હતા. તેમને પીએસીના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

જ્યારથી પ્રિયંકાને કસ્ટડીમાં લેવામાં આવી છે ત્યારથી કાર્યકરો ગેસ્ટ હાઉસની બહાર હોબાળો કરી રહ્યા છે. સોમવારે સાંજે મીણબત્તીઓ સળગાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓ આજે સવારથી જ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પ્રિયંકાને મુક્ત કરવાની માગ કરી રહ્યા છે. પોલીસ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રિયંકાએ કચરો વાળીને કસ્ટડીમાં લેવાનો વિરોધ નોંધાયો હતો
પ્રિયંકા ગાંધીએ સોમવારે ગેસ્ટ હાઉસના રૂમમાં કચરો વાળતા હોવાનો વીડિયો જાહેર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે પ્રિયંકા ઝાડુ વડે તેમની અટકાયતનો વિરોધ કરી રહી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર લખ્યું, આ ઉપવાસ અન્નદાતાના અધિકાર માટે છે, બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે છે. ભાજપ શાસન આપણા લોકશાહી અને બંધારણીય અધિકારોને કચડી શકતું નથી. ગાંધીજીના માર્ગને અનુસરીને અધિકારો માટેની લડત ચાલુ રહેશે.

લખીમપુરમાં શું થયું હતું?
રવિવારે ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રનો વિરોધ કરતા કાળા ઝંડા દેખાડ્યા હતા. આ દરમિયાન કાફલાની એક ગાડીને ખેડૂતોએ કચડી નાંખી હતી. તેના કારણે ત્રણ ખેડૂતોના મૃત્યુ થયા હતા. તે પછી હિંસા ભડકી તો ખેડૂતોએ એક ડ્રાઈવર સહિત ચાર લોકોને માર્યા હતા. આ હિંસામાં એક પત્રકારને પણ મારવામાં આવ્યા. આ હિંસાના મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્ર સહિત 14 લોકો પર હત્યા અને અપરાધિક ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ બહરાઈચના નાનાપારામાં રહેતા જગજીત સિંહની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બીજી તરફ મંત્રી અજય મિશ્રના ડ્રાઈવરની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં ખેડૂતો પર હત્યા, જીવલેણ હુમલો અને મારપીટની કલમો પર કેસ નોંધવામાં આવ્યો છે.

સરકાર અને ખેડૂતોની વચ્ચે કરાર થયો
લખીમપુરમાં સરકાર અને ખેડૂતોની વચ્ચે સમાધાન થઈ ગયું છે. સરકારે મૃતકોના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તમામ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. સાથે જ ઘટનાની ન્યાયિક તપાસ અને 8 દિવસમાં આરોપીઓની ધરપકડ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...